________________
सिरि हिओवएसमाला..
૮૨
इक्को वि अभिनिवेसो, सदप्प-सप्पुव्व सप्पिरो पुरओ । रुभइ वियंभमाणं, नरिंदसिन्नं व गुणनिवहं ॥३९५॥ जस्स मण-भवणमणहं, तिव्वामिणिवेससंतमसछन्नं । वित्थरइ तत्थ न धुवं, पयत्थ-पयडणपरा दिट्ठी ॥३९६॥ कट्ठमणुट्ठाणमणुट्टियं पि, तवियं तवं पि अइतिव्वं । परिसीलियममलसुयं, ही हीरइ अभिणिवेसेण ॥३९७॥ अहह भवन्नवपारं, चरित्तपोएण केवि पत्तावि । तम्मज्झमिति पुण, अहिणिवेस-पडिकूल-पवणहया ॥३९८।। मुत्तण मुक्खमग्गं, निग्गंथं पवयणं ह हा ! मूढा । मिच्छामिणिवेसहया, भमंति संसारकंतारे ॥३९९॥
જેમ ફેણ ઉંચી કરીને માર્ગ વચ્ચે રહેલા એક સર્ષ પણ રાજાના સૈન્યને આગળ જતાં રોકી લે છે, તેમ આ મિથ્યા આગ્રહ રૂપી સર્પ વિલાસ કરતા ગુણ સમુદાયને આગળ વધતાં અટકાવી દે છે. ૩૫
- જેનું નિર્મળ એવું પણ મને ભવન તીવ્ર અભિનિવેશના ગાઢ અંધકારથી વ્યાપ્ત બની ગયું હોય, તેના મનમાં જીવાદિ પદાર્થોને પ્રગટ કરવા માટે સમ્યગદર્શન રૂપપરાદષ્ટિ કયારેય વિલાસ કરી શકતી નથી. ૩૬
ખેદની વાત એ છે કે આચરેલું કષ્ટકારી એવું પણ ધર્માનુષ્ઠાન, તીવ્રપણે તપેલો તપ, સારી રીતે પાળેલું શીલ અને નિર્મળ એવું પણ શ્રુતજ્ઞાન મિથ્યા આગ્રહથી નિષ્ફળ બને છે. ૩૯૭
ખરેખર દુઃખની વાત તો એ છે કે ચારિત્ર રૂપી જહાજની સહાયથી ભવ સમુદ્રના કિનારાને પામેલા પણ કેટલાક માનવે અભિનિવેશરૂપ વિપરીત પવનના ઝપાટાથી ફરી તે ભવસમુદ્રના મધ્યમાં ફેંકાઈ જાય છે. ૩૯૮ : : મિથ્યા અભિનિવેશથી હણાયેલા મૂઢ માણસે મોક્ષમાર્ગરૂપ નિર્ચન્જ પ્રવચનને છોડીને સંસારની ઘોર અટવીમાં ભટકે છે. આ પણ એક દુઃખદ બીના છે. ૩૯