________________
શ્રી હિતોપદેશમાળા
अन्नह कहमरिहंता, तित्थयरसिरिं अणुत्तरं पत्ता ।। उवयारिस्स कयन्नू , तित्थस्स नमुत्ति जपंति ॥३९०॥ थेवं पि हु उवयारं, मन्नंति कयन्नुणो अइमहग्यं । जह रन्ने दिन्नखीरा-मलस्स सवरस्स नरनाहो ॥३९१॥ सम्मत्ताइगुणोहो, अणभिणिविट्ठस्स माणसे वसइ । तम्हा कुगइपवेसा, निरुभियन्यो अभिनिवेसो ॥३९२॥ जह अज्जिन्नाउ जरं, जहंधयारं च तरणिविरहाओ । तह मुणह निसंसाओ, मिच्छत्तं अहिणिवेसाओ ॥३९३॥ पसरइ गाढावेगो, जस्स मणे अभिनिवेस-विसवेगो । तम्मि पउत्तो वि गुरू-वएसमंतो न संकमइ ॥३९४॥
ઉત્તમ પુરૂષ ઉપકારીના ઉપકારને વિશેષ કરીને પ્રકાશિત ન કરતા હોય તો કૃતજ્ઞશિરોમણિ શ્રી અરિહંત ભગવો અનુપમ કેટીની તીર્થકરલક્ષ્મીને પામ્યા પછી “તીર્થને નમસ્કાર થાઓ” એમ કેમ બોલે ? કે જે તીર્થ તેમને ઉપાસના કરવા દ્વારા તીર્થંકરલકમીને પ્રાપ્ત કરવા માં પરમ ઉપકારી બન્યું છે. ૩૯૦
જેમ અટવીમાં ભૂલા પડેલા અને તૃષિત થયેલા કેઈ એક રાજાનેને ભીલ પુરૂષે પાણીથી ભરેલો આમળા (ફળવિશેષ) આપીને તેની તૃષાને શમાવી. કૃતજ્ઞ એવા તે રાજાએ પણ તૃષાશાંત કરવારૂપ સામાન્ય સહાય કરવા બદલ તે ભીલને મહાન ઉપકાર માન્ય તેમ કૃતજ્ઞ પુરૂષે છેડા પણ ઉપકારને મહામૂલે માને છે. ૩૧ ૧૧–અભિનિવેશ–પરિત્યાગ ગુણ :
અભિનિવેશ (કદાગ્રહ) વગરના માણસના મનમાં સમ્યક્ત્વાદિ પૂર્વોક્ત ગુણોનો વાસ થાય છે માટે દુર્ગતિમાં પ્રવેશ કરાવનારા અભિનિવેશને મનમાં પ્રવેશ કરતાં પહેલા જ રેકી દેવો જોઈએ.૩૯૨
અજીર્ણ થવાથી જેમ તાવ આવે છે અને સૂર્યની ગેરહાજરીમાં જેમ અંધકાર ઉત્પન્ન થાય છે, તેમ રાક્ષસસમાન અભિનિવેશ (કદાગ્રહ)થી મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે એમ સમજી લેવું. ૩૯૩
જે મનુષ્યના મનમાં મિથ્યા આગ્રહ રૂપ તીવ્ર વિષવેગે પ્રસારને પામે છે, તેના મનને ગુરૂના ઉપદેશ રૂપ મંત્ર પણ અસર કરી શકો નથી. ૩૯૪