________________
શ્રી હિતોપદેશમાળા
आसवदारए पवित्ती, अणायरो धम्मकम्मनिम्माणे । मुणिजण-विदेसित्तं, चेइय-दव्वस्स परिभोगो ॥३५१॥ जिणसासणोवहासो, लिंगिणिजणसंगसाहसिक्कं च । कोलायरिय-परूवियधम्मरुई विरइवच्चासो ॥३५२॥ गुरु-सामि-धम्मि-सुहि-सयण-जुवइ-वीसत्य-चंचणारंभा । पररिद्धिमच्छरित्तं, अच्चुब्भड-लोभसंखोभो ॥३५३॥ कय-विक्कयाणि निच्चं, कुल-जण-वय-अणुचियाण वत्थूण ।
मणसो य निद्दयत्तं, खरकम्मे वावडत्तं च ॥३५४॥ રાખે તે ધર્મ કહેવાય તે ધર્મથી વિરૂદ્ધ કાર્યો આ પ્રમાણે છે. ૩૫૦
કર્મબંધના કારણભૂત પ્રાણાતિપાતાદિ આશ્રવના દ્વારોમાં નિર્દયતાથી પ્રવૃત્તિ કરવી, આવશ્યકાદિ નિત્યકર્તવ્યરૂપ ધર્મકાર્યો કરવામાં અનાદર કરે; મુનિજન પ્રત્યે દ્વેષ કરે; દેવદ્રવ્યનું ભક્ષણ કરવું, જનશાસનને ઉપહાસ કર, સંયમનું પાલન નહીં કરનારા અને માત્ર સાધુવેશને ધારણ કરનારા પાખંડીઓનો સંગ કરવાનું સાહસ કરવું, (પાખંડી સાધુઓને સંગ કરે એ પણ અન્ય લોકોના મનમાં કંપ પેદા કરનાર હોવાથી એક સાહસ છે કે લાચાર્ય– ચાર્વાકેએ પ્રરૂપેલા ધર્મમાં રૂચી કરવી, દેશવિરતિ કે સર્વ—વિરતિને સ્વીકાર કર્યા પછી પાલન ન કરવું. એ ધર્મવિરૂદ્ધ કાર્ય છે.) એ સઘળાં ધર્મવિરૂદ્ધ કાર્યો છે. ગુરૂ-ધર્માચાર્ય સ્વામી આજીવિકા પૂરી પાડનાર, ધમ–અર્થ-કામને ગૌણ કરી કેવળ ધર્મમાં રક્ત બનેલ, સુહ-મિત્ર, સ્ત્રી, અને વિશ્વાસ રાખનાર એ બધાને ઠગવાનું કાર્ય કરવું એ પણ ધર્મવિરૂદ્ધ કાર્ય છે. કેમકે આ બધાને ઠગવાનું કાર્ય એ ઉભયલોક ગહિંત છે. પારકાની ઋદ્ધિની ઈર્ષ્યા કરવી, એ ધર્મવિરૂદ્ધ કાર્ય છે અને લોભ સર્વ પાપનું મૂળ હોવાથી, ઉત્કટ લેભથી ચિત્તનું અસ્વાગ્યા પણ ધર્મવિરૂદ્ધ કાર્ય છે.
કુલાચાર અને દેશાચારને અનુચિત એવી વસ્તુઓની ખરીદી અને વેચાણ કરવું એ ધર્મ વિરૂદ્ધ કાર્ય છે. માનસિક ક્રૂરતા એ પણ ધર્મવિરૂદ્ધ કાર્ય છે. કેમકે કૃપાથી કમળ બનેલા ચિત્તમાં જ ધર્મનું અધિષ્ઠાન થાય છે. વળી-કેટવાળાદિના દંડ-શિક્ષા-ફાંસી આદિના