________________
વાર્થ: - તે પ્રભુ કેવા છે? અનંગકાલારિ છે. પૂર્વે એટલે ક્ષપકશ્રેણીમાં આરૂઢ થવાને અવસરે શુકલધ્યાન વડે કરી અનંગ (કામદેવ) રૂપ જે મલિનશત્રુ તેના હણનારા થયેલા છે. તેથી તે અનંગકાલારિ કહેવાય છે. વળી કેવા છે? આકાશકેશ છે. એટલે આ ચૌદ રાજલોકાકાશરૂપ પુરૂષાકૃતિના મસ્તક ઉપર એટલે સિદ્ધ શિલા ઉપર યોજનના છઠ્ઠા ભાગમાં સ્થાન કરનારા છે તેથી તે આકાશનેશ કહેવાય છે. સિદ્ધપુરૂષોનું અવસ્થાન લોકાગ્ર ઉપર છે એમ સિદ્ધાંતમાં કહેલું છે. તે વિષે ઉત્તરાધ્યયનનું વચન છે કે, “અલોકથી પ્રતિહત એવા સિદ્ધો લોકાગ્ર ઉપર રહેલા છે.” તથા “તિલોયત્યયસ્થા” એટલે ત્રણ લોકના મસ્તક ઉપર સિદ્ધો રહેલા છે એવું પણ વચન છે. પુનઃ તે નિંદ્ર કેવા છે? કપાલી છે. છે એટલે બ્રહ્મચર્ય તેના પાલન કરનારા છે. સિદ્ધોનું પરમબ્રહ્મત્વ સિદ્ધાંતમાં કહેલું છે. વળી તે મહેશ છે. એટલે મોટા ઇશ છે અર્થાતુ પરમ ઐશ્વર્યના ભોક્તા છે. વળી તે ઉમેશ છે એટલે કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ ઉમા જે પાર્વતી તેના સ્વામી છે. વળી અષ્ટમૂર્તિ છે એટલે સિદ્ધોને અષ્ટકર્મનો ક્ષય થવાથી આઠ ગુણ પ્રગટ થાય છે, તે ગુણો કહે છે-“(૧) જ્ઞાનાવરણના ક્ષયથી અનંત કેવલજ્ઞાન થાય તે પહેલો ગુણ. (૨) દર્શનાવરણના ક્ષયથી અનંત દર્શન થાય તે બીજો ગુણ છે, (૩) મોહનીય કર્મના નિગ્રહથી ક્ષાયિક શુદ્ધસમક્તિ ને ચારિત્ર થાય એ ત્રીજો ગુણ. (૪) વેદનીય અને અંતરાયકર્મના ક્ષયથી અનુક્રમે અનંત-સુખ થાય એ ચોથો ગુણ અને (૫) અનંત-વીર્ય પ્રગટે એ પાંચમો ગુણ.
-१७ श्री वर्धमान द्वात्रिंशिका