________________
તે
પ્રકારના કહેવાય છે. (A) જે હેય (ત્યજવા યોગ્ય) અને ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય) સંબંધી અજ્ઞાનથી પોતાંનું હિત કે અહિત જાણતો નથી અને હંમેશા ઇંદ્રિયોના વિષયોમાં નિમગ્ન રહે છે, મૂઢ બુદ્ધિવાળો જીવ બહિરાત્મા કહેવાય છે. (B) ક્લિષ્ટ, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ભેદથી અંતરાત્મા ત્રણ પ્રકારનો હોય છે. તેમાં જે અવિરતિસમ્યગ્દષ્ટિ છે તે જઘન્ય (ક્લિષ્ટ) કહેવાય છે, અને પાંચમા તથા છઠ્ઠા બે ગુણઠાણાવાળા મધ્યમ છે. તથા અપ્રમત્ત ગુણઠાણાથી માંડીને જ્યાં સુધી સર્વ કષાયક્ષીણ થાય ત્યાં સુધી બારમા ગુણઠાણા સુધી ઉત્તરોત્તર શાંત યતિઓ ઉત્તમ કહેવાય છે. (C) સૂત્રમાં સકલ અને નિઃકલ એવા બે ભેદથી પરમાત્મા કહેલા છે. તેમાં જે સામાન્ય કેવલી તે સકલ પરમાત્મા અને જે તીર્થંકર તે નિઃકલ પરમાત્મા કહેવાય છે.’
અહિં પરમાત્મા શબ્દ વડે સિદ્ધ ભગવંતનું જ ગ્રહણ કરવું. વળી તે જિવેંદ્ર કેવા છે ? સદા-સર્વ કાલે ક્ષાયિક ભાવવડે ઉત્પન્ન થયેલા જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિગેરે યોગોનું જે સાત્મ્ય એટલે તાદાત્મ્યપણાનો અનુભવ-તે થકી જેનામાં સામ્ય એટલે તાદાત્મ્યપણાનો અનુભવ તે થકી જેનામાં સામ્ય એટલે સમાનપણું ઉત્પન્ન થયેલું છે. એવા, સિદ્ધાંતમાં પણ સર્વ સિદ્ધ ભગવંતનું સામ્ય પ્રતિપાદન કરેલું છે. ઉપર કહેલા વિશેષણોથી જિનેંદ્ર ભગવંતની સ્વરૂપ સંપત્તિ બતાવી છે. પુનઃ જિવેંદ્ર પ્રભુ કેવા છે ? પ્રભા એટલે કેવલજ્ઞાન તથા કેવલદર્શનની કાંતિ તેના વડે સંસારમાં રહેલા પ્રાણીઓને જેઓએ પુણ્ય પ્રકાશ ધર્મોદ્યોત ઉત્પન્ન કરેલા છે. આ વિશેષણથી ઉપકાર સંપત્તિ કહેલી છે. વળી તે જિવેંદ્ર કેવા છે કે
|| પંપ સ્તોત્રાનિ || ૬