________________
કે પારકાનો ભેદ છોડી દઈ વર્તમાન શાસનના અધિપતિ શ્રીવર્તમાનસ્વામીની ગુણૌર્તનરૂપ સ્તુતિ કરવી જોઈએ. પૂર્વે શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિએ શ્રી ઉજ્જયિની નગરીમાં શ્રી વિક્રમરાજાની સમક્ષ મહાકાલેશ્વરની પાસે પ્રથમ શ્રી વર્તમાન દ્વત્રિશિકા રચેલી છે., તેનો કાંઈક અર્થ યથામતિ લખું છું.
* સ્તુતિ બે પ્રકારની છે. પ્રણામરૂપ અને અસાધારણ ગુણોત્કીર્તનરૂપ તેમાં જે પ્રણામરૂપ સ્તુતિ છે તે સામર્થ્યપણાથી પ્રાપ્ત થાય છે. કેવી રીતે પ્રાપ્ત થાય છે તે અનંતર જ કહેવામાં આવશે. જે અસાધારણ ગુણોત્કીર્તનરૂપ સ્તુતિ છે તે બે પ્રકારની છે. એક
સ્વાર્થ સંપત્તિને કહેનારી અને બીજી પરાર્થ સંપત્તિને કહેનારી. તેમાં જે સ્વાર્થસંપન્ન હોય તે પરાર્થને માટે સમર્થ થઈ શકે છે. એથી અહિં પ્રથમ સ્વાર્થ સંપત્તિને કહેનારી અસાધારણ ગુણોત્કીર્તનરૂપ સ્તુતિ કહે છે.
. તે એક જ જિનેંદ્ર-ભગવંત મારી ગતિરૂપ થાઓ. અહિં ગતિ એટલે જેનાથી સ્વરૂપ તત્ત્વ પ્રાપ્ત થાય, અથવા જણાય તે ગતિ, અર્થાત ધ્યેય (ધ્યાન કરવા યોગ્ય) સ્વરૂપને જણાવનાર થાઓ. જિન એટલે સામાન્ય કેવલી તેમના ઇંદ્ર સ્વામી તે જિનેંદ્ર કહેવાય. તે શ્રીનિંદ્ર ભગવંત કેવા છે? પરમાત્મા પર-પ્રકૃષ્ટ છે આત્મા જેનો. અર્થાત્ અવિનાશીપણાથી પરાત્મા કહેવાય છે. તે વિશે શ્રીનંદીસૂત્રની ટીકામાં તેના કર્તા કહે છે કે-“આત્મા–જીવ તે અવસ્થા ભેદથી (A) બાહિરાત્મા, (B) અંતરાત્મા અને (C) પરમાત્મા એમ તત્ત્વથી ત્રણ (૧) જેમાં અસાધારણ-અસામાન્ય ગુણોનું કીર્તને હોય તે. ૨. માત્ર નમસ્કાર કરવારૂપ સ્તુતિ કરવી તે. ૩ પોતાના અર્થની સંપત્તિને કહેનારી.
५ श्री वर्धमान द्वात्रिंशिका