SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ અકરામ કે શાલ સન્માનથી પ્રેરિત થઇને આવું કર્યું હશે ! કહેવું જ પડશે કે અંદરનો કોઇ એવો ધક્કો વાગ્યો હશે કે સ્વતંત્ર આત્મ હૃદયનાં ન નિવારી શકાય તેવા અવાજના પ્રેર્યા જ તેઓ આવા અત્યંત શારીરિક અને માનસિક પરિશ્રમને કારણે ઉત્તમકાર્યને સિદ્ધ કરી શક્યા હશે ! તેકાળે તો આવી સંપાદન પદ્ધતિ ને બિરદાવનારા / પ્રમાણનારા પણ જૂજ જ હતાં. ઘણાંને તો આ બધો નિરર્થક અને કશું નક્કી ન નીપજે તેવો શ્રમ જણાતો હતો ત્યારે તેઓ માંડ્યા રહ્યા અને માનતાં રહ્યા કે– “ઉત્પયતે જોવ સમાનધમાં । कालो निरवधि विपुला च पृथ्वी ||" અને તેમની આગાહી સાચી પડી ! શ્રી જયંત કોઠારી નીકળ્યા. તેમણે શ્રી મોહનભાઇનો નવો અવતાર ધાર્યો અને જૈન ગૂર્જર કવિઓને નવે અવતારે આપણી પાસે ધર્યા. જાણનારા, માણનારે તેમને પોંખ્યા પણ ખરા ! સાચા દિલનું વાવેતર ક્યારે પણ અફળ જતું નથી. બધા જ સારાં કામની નોંધ લેવાય જ છે. ક્યારેક આપણી અધીરાઇને કારણે “આ મોડું થયું.” એવું મહેસૂસ થાય છે એટલું જ ! આપણે તેમના પરિશ્રમના પરિપાકના ફાલને જોઇશું તો આનો સંક્ષિપ્ત ઇતિહાસ છે તો આનો બૃહત્ ઇતિહાસ રચાય તો તેવો ‘દરિયા જેવો ઊંડો અને વિશાળ, પહાડ જેવો ઊંચો અને ઉન્નત હોય” એવું લાગે, એની કલ્પના પણ રોમાંચક છે. આ ગ્રન્થ પ્રકાશિત થયા પછી બૃહત્ ઇતિહાસ હિન્દીમાં અનેક ભાગોમાં વિસ્તરેલો પ્રકાશિત થયો છે. (હવે તેના ગુજરાતી અનુવાદનાં ભાગ પણ પ્રકાશિત થયા છે.) તે તે વિષયના વિશિષ્ટ જ્ઞાતા દ્વારાં સંપાદિત થઈ પ્રકાશિત થયો છતાં આ મોટો કોશ જેવા નાના સંક્ષિપ્ત ઇતિહાસની ગરજ સતત અનુભવાતી રહી ! વિદ્વાનને આનો ખપ એક પેન કે પેન્સીલ જેવો સદાય રહ્યો છે, આ શું દર્શાવે છે ? તમે તેના પરિશિષ્ટો ઉપર તો નજર માંડ......! એકલે હાથે એકલપંડે આવું ગંજાવર કામ પૂરી ચોક્કસાઇથી કરવાનું ક્યારે બની શક્યું હશે ! એક સંસ્થા પણ આને પહોંચી વળવા વામણી દીસે છે તો એક વ્યક્તિ અને તે સંસારી વ્યક્તિ....! આ બધું જોઇને ધન્ય જીવન ધન્ય ઉપાસના' એવા ઉદ્ગાર સરી પડે છે. આ તો રોલ મોડલ છે, આને સામે રાખીને ઇતિહાસ કેવો હોઈ શકે તેનું ઉદાહરણ આ છે. આના જેવો જૈન શિલ્પસ્થાપત્યનો ઇતિહાસ રચવાનો બાકી છે. કોઈ માતબર સંસ્થા આ બીડું ઝડપવા જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy