SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ સાહિત્યસૂચિ માટે ૨૫૦ જેટલા હસ્તપ્રતસંગ્રહો-સંસ્થાગત કે વ્યક્તિગત, મોટે ભાગે જાતે જોયેલા તો કેટલીક વાર સૂચિ રૂપે પ્રાપ્ત કરેલા - એમણે ઉપયોગમાં લીધા છે અને મુદ્રિત કૃતિઓ માટે તથા પૂરક માહિતી કે સંદર્ભ આપવા માટે એમણે જે ગ્રંથો, સામાયિકોમાંના લેખો વગેરેનો ઉપયોગ કર્યો છે તે બધાની યાદી કરીએ તો મોહનભાઈએ ઉપયોગમાં લીધેલાં સાધનોનો આંકડો ૫૦૦ સુધી કદાચ પહોંચી જાય. આનો અને ગ્રંથશ્રેણીનાં ૪,૦૦૦ ઉપરાંત પાનાનો વિચાર કરીએ ત્યારે મોહનભાઈના અસાધારણ શ્રમની કંઈક ઝાંખી થાય. - નાગકુમાર મકાતી પણ નોંધે છે કે “શ્રી મોહનલાલ દેસાઈ એ પોતાની તબિયતની પણ પરવા કર્યા વિના એકલે હાથે આ ગ્રંથો માટે જે અમૂલ્ય સામગ્રી એકત્ર કરી હતી અને તેની પાછળ લોહીનું પાણી કર્યું હતું તેનો સામાન્ય માણસને એકદમ ખ્યાલ આવવો મુશ્કેલ છે. પરંતુ વર્ષોની જેહમત, ઉજાગરા અને સતત અધ્યયનના પરિપાક રૂપે આ ગ્રંથો તૈયાર થયેલા છે. તૈયાર ભોજનની પતરાળી ઉપર બેસનારને રાંધનારની તકલીફનો ખ્યાલ ભાગ્યે જ આવે છે.” (શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સનો ઇતિહાસ પૃ૧૧૫) સંક્ષિપ્ત' તરીકે ઓળખાયેલો પણ હજાર ઉપરાંત પાનામાં વિસ્તરતો “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' શ્રી મહાવીર સ્વામીના સમયથી સં. ૧૯૬૦ સુધીના શ્વેતામ્બર જૈન સાહિત્યનું કાલક્રમબદ્ધ દિગ્દર્શન કરાવે છે. સમકાલીન વ્યક્તિઓ પરત્વે તટસ્થ રહી શકાતું નથી એ સમજથી પોતે સગીર મટ્યા ત્યાં સુધી અવસાન પામેલા લેખકો આગળ અટકી જવાનો મોહનભાઈએ ઉપક્રમ રાખ્યો છે. દિગમ્બર સાહિત્યનો પોતાનાં સાધનશ્રમની મર્યાદાને કારણે એ સમાવેશ કરી શક્યા નથી, પણ શ્વેતાંબરમાં મૂર્તિપૂજક પરંપરા સાથે સ્થાનકવાસી પરંપરાના સાહિત્યની પણ તેમણે યત્કિંચિત્ નોંધ લીધી છે. આ ગ્રંથ પાછળ મોહનભાઈનો સાતેક વર્ષનો અથાગ પરિશ્રમ પડેલો છે. મુનશીએ ગુજરાતી સાહિત્યના બૃહદ્ ઇતિહાસની યોજના કરી તેમાં મધ્યકાળના જૈનસાહિત્ય વિશે એક પ્રકરણ લખવાનું મોહનભાઈને સોંપવામાં આવ્યું અને કેટલીક ચર્ચાવિચારણા પછી એમણે ૧૯૨૬ના આરંભમાં આ પ્રકરણ લખવું આરંભ્ય. “જૈન અને તેમનું સાહિત્ય' એ નામના આ લેખમાં મોહનભાઈને પૃષ્ઠમર્યાદાને કારણે ઘણી સંકડાશ અનુભવવી પડી – મધ્યકાલીન સાહિત્યનો વારો આવે તે પહેલાંજ પ૬ પાનાં થઈ ગયાં અને જેને માટે લખવાનું હતું તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગૌણ કરી નાખવું પડ્યું. માત્ર નામનિર્દેશથી ચલાવવું પડ્યું ને શતકવાર જૈન કવિઓનાં કાવ્યોના નમૂનાઓ તૈયાર કરેલા તે બાદ કરવા પડ્યા. આમ છતાં “મધ્યકાળનો સાહિત્યપ્રવાહ' એ ગ્રંથમાં મુકાયેલા આ લેખે ઘણાં વિદ્વાનોનું સારું ધ્યાન ખેચેલું. આ પછી મોહનભાઈએ આ લેખ એના યોગ્ય સ્વરૂપમાં “જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગની પ્રસ્તાવના તરીકે મૂકવાનું વિચાર્યું. દરમિયાન એમાં આગમસાહિત્યનો ઈતિહાસ ઉમેરવાનું સૂચન આવ્યું. ૧૯૨૮માં ભારે પરિશ્રમપૂર્વક એ ભાગ તૈયાર કરી પ્રેસમાં પણ સામગ્રી મોકલવા માંડી. “જૈન ગૂર્જર કવિઓ'નો ભાગ બીજો છપાઈ રહ્યો હતો તેનું પ્રકાશન અટકાવ્યું. પરંતુ ૧૯૩૦ સુધીમાં લેખમાં હીરવિજયસૂરિ સુધી પહોંચતાં જ પ૬૦ પાનાં થઈ જવાથી એનો જુદો ગ્રંથ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. જે ૧૯૩૩માં પ્રકાશિત થયો. વચ્ચે બાળપુત્રે લગાડેલી નાનકડી આગમાં ઘણી નોંધ બળી ગઈ હતી. તે ફરીને તૈયાર કરવી પડી હતી. મોહનભાઈએ પોતે સ્પષ્ટતા કરી છે કે આ ગ્રંથને સંગ્રહ ગ્રંથ એટલે કે રચાયેલી કૃતિઓ કર્તાઓ વગેરેના કોશ તરીકે પ્રગટ કરવાની મર્યાદા સ્વીકારવી પડી છે. એ સ્વરૂપને કાયમ રાખી બની શકે તેટલી વિષયમાહિતી ને ટૂંક ચર્ચા દાખલ કરી છે, પણ સાહિત્યની સિલસિલાબંધ તપાસ ને સર્વ મુદ્રિત ગ્રંથોની વિષય માહિતી ને સમીક્ષા આપી શકાઈ નથી. એટલે જ તો એ “સંક્ષિપ્ત' તરીકે ઓળખાવાયેલો છે. આમ છતાં મોહનભાઈએ એટલાં બધાં સાધનોનો ઉપયોગ કર્યો છે કે આ ગ્રંથ કેવળ “કોશ' રહી શક્યો નથી. એમાં ઘણી ઐતિહાસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy