SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ મામાની આંખમાં આંસુ : જેમણે મોહનને અનન્ય લાડપ્રેમથી ઉછેર્યો હતો એ મામાને એના છેલ્લા દિવસો પણ સંભાળવાના આવ્યા. મોહનભાઈને માટે તો જીવનને આરંભે અને અંતે આ એક જ આશ્રય રહ્યો. ઉચ્ચ ધર્મબુદ્ધિ ધરાવતા મામાની આંખમાં કદી કોઈએ આંસુ જોયેલાં નહીં. વહાલા મોહનના અવસાન વખતે મામાની આંખમાં આંસુ ઊભરાઈ આવે છે. કિસ્મતના અજબ ખેલ જેવી ઘટના : મોહનભાઈના અવસાનના દિવસે કિસ્મતના અજબ ખેલ જેવી એક ઘટના બને છે. મોહનભાઈની અનેકવિધ સેવાઓની કદર રૂપે શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક કોન્ફરન્સ એમનું સંમાન કરવાનો અને એમને થેલી અર્પવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ભરણું ચાલુ થયું હતું અને તેમાં રૂ. ,OOO ઉપરાંત રકમ ભેગી થઈ હતી. રાજકોટથી સમાચાર આવ્યા કરે છે કે મોહનભાઈ સાનભાન ગુમાવતા જાય છે, એમનો દેહ લાંબો સમય ટકે એમ નથી અને તેથી સંમાનકાર્યમાં હવે ઢીલ કરવામાં જોખમ છે. છેવટે માનપત્ર, ચાંદીનું કાસ્કેટ અને રૂા. ૬,000 લઈને સંમાન સમિતિના પ્રતિનિધિ તરીકે મોહનલાલ દીપચંદ ચોકસીને રાજકોટ રવાના કરવામાં આવે છે. પરંતુ શ્રી ચોકસી રાજકોટ પહોંચે છે ત્યારે મોહનભાઈનો ક્ષરદેહ ભસ્મીભૂત થઈ ચૂક્યો હોય છે. મોડી અને મોળી કદર : શ્રી ચોકસીએ ધરેલી ૬,000ની થેલી મોહનભાઈનાં સંતાનોએ, મોહનભાઈના ગૌવરને છાજે એવી રીતે, પાછી વાળી, મામાએ એ રકમમાં પોતાના તરફથી રૂા. ૫૦૦ ઉમેરી આપ્યા. સંમાન ફંડ સ્મારક ફંડમાં ફેરવાયુ. મોહનભાઈના અવસાન પછી છેક ૧૧ વર્ષ તા. ૧૫-૭-૧૯૫૬ના રોજ કોન્ફરન્સમાં મોહનભાઈના તૈલચિત્રનું અનાવરણ પંડિત સુખલાલજીને હસ્તે થયેલું જાણવા મળે છે. જૈન સમાજ મોહનભાઈની કદર કરવામાં મોડો અને મોળો પડ્યો એમાં શંકા નથી. કદાચ વાણિજ્યરસિક જૈન સમાજને મોહનભાઈની અસાધારણ સેવાની સમજ પડી નથી. અને મોહનભાઈએ જેમને પંદર વર્ષના છોડેલા એમના સૌથી નાના પુત્ર જયસુખભાઈએ પિતૃભક્તિથી પ્રેરાઈને પિતાના નામથી ગ્રંથપ્રકાશનાદિની પ્રવૃત્તિ કરવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને એક લાખ રૂપિયાનું દાન આપ્યું તેને માટે ધન્યવાદ આપવાના રહે છે. જે સમાજે કરવું જોઈતું હતું તે સંતાને કયું ! મોહનભાઈ ને એમનાં સંતાનોએ હંમેશા આપ્યું જ, કદી કંઈ લીધું નહીં ! હમણાં માહિતી મળી છે કે મોહનભાઈના પુસ્તકસંગ્રહ જૈન સાહિત્ય વિકાસ મંડળના અમૃતલાલ કાળીદાસ દોશી પાસે પહોંચ્યો છે પણ વધારે અગત્યની તો એમની અન્ય અપ્રગટ સામગ્રી છે. એનું શું થયું ? મોહનભાઈની ઉચિત કદર થઈ ન શકી પણ એમણે ભારે પરિશ્રમપૂર્વક એકઠી કરેલી મૂલ્યવાન સામગ્રીની સંભાળ પણ આપણે ન લઈ શક્યા એ વિદ્યાક્ષેત્રે આપણી નિષ્ક્રિયતાની નિશાની છે. આ માત્ર મોહનભાઈની સામગ્રીને જ સ્પર્શતી બાબત નથી, વ્યાપકપણે જોવા મળતી દુર્ઘટના છે એટલે એનો કેટલો અફસોસ કરીએ ? મોહનભાઈના સ્વભાવમાં સંગ્રાહક વૃત્તિ છે. જે કંઈ સારૂ કે ઉપયોગી જણાયું એ સંઘરી લેવું. સંકલનશૈલીમાં આ સંગ્રહક વૃત્તિનો હિસ્સો પણ હોય. મોહનભાઈનાં પુસ્તકોમાં જે પ્રસ્તાર દેખાય છે તે આ સંગ્રાહક વૃત્તિનું જ પરિણામ છે. વિષય અંગેની એટલી બધી સામગ્રી મોહનભાઈ જોઈ વળતા કે એમનું વિષયનિરૂપણ ભારે વિગતભર્યું બન્યા વિના ન રહે. પોતાની સજ્જતાને કારણે આનુષાંગિક બાબતો ઉપર પ્રકાશ પાડવાનું કે એ ઇચ્છે અને બીજાને અપ્રસ્તુત કે અસંગત લાગે એવી વિગતોને ટાળવોનું એમનાથી ના બની શકે. આને સંગ્રાહક વૃત્તિ નહીં, પણ સર્વસંગ્રાહક (એન્સાઇક્લોપીડિક) વૃત્તિ જ કહેવી જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy