SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ૬ સભા તથા સત્કા૨મંડળના તેમજ નિબંધ પરીક્ષક સમિતિના મોહનભાઈ સભ્ય હતા. આમેય મોહનભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં શક્ય હોય ત્યાં સુધી અચૂક હાજર રહેતા તથા નિબંધવાચન કરતા. ૧૯૨૭ની અમદાવાદની પત્રકાર પરિષદમાં તથા ૧૯૨૯ની પાટણની પુસ્તકાલય પરિષદમાં મોહનભાઈએ હાજરી આપેલી. સાહિત્યસેવામાં અગ્રયાયી ને એકલવીર ઃ તથા મોહનભાઈની જાહેરજીવનની અન્ય પ્રવૃત્તિઓ બીજાઓના સાથમાં ચાલતી અને એમાં ઘણીવાર એમને પાછળ રહેવાનું થતું. પરંતુ સાહિત્યસેવામાં તો મોહનભાઈ અગ્રયાયી અને એકલવીર હતા. ૧૯૦૭થી આરંભાયેલી એમની સાહિત્યયાત્રા ૧૯૨૪ સુધીમાં એમને નામે નાનાંમોટાં ૧૩ પુસ્તકો જેમાં ‘જૈન સાહિત્ય રાસમાળા ભા.૧’ (૧૯૧૩) જેવા અભ્યાસપૂર્ણ સંપાદન તથા ‘જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ - તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તુલના' જેવા તત્ત્વવિચારના મહત્ત્વાકાંક્ષી ઇનામી મહાનિબંધનો સમાવેશ થાય છે ‘હેરલ્ડ’માંના સંખ્યાબંધ લખાણો એમને નામે જમા થયા છે. આ ગાળા દરમ્યાન મોટું કામ ચાલ્યું તે તો ‘જૈન ગૂર્જર કવિઓ'નું, જેના ત્રણ ભાગ પછીથી ૧૯૨૬, ૧૯૩૧ અને ૧૯૪૪માં પ્રસિદ્ધ થયા. એ રીતે જોઈએ તો મોહનભાઈની શક્તિઓનો ખરો હિસાબ ૧૯૨૫ પછી મળે છે એમ કહેવાય. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૩૩) જેવા આક૨ગ્રંથ આ ગાળાનો તથા સિદ્ધિચંદ્રગણિવિરચિત ‘ભાનુચંદ્રગણિરચિત'નું પ્રતિષ્ઠાભર્યું સંપાદન (૧૯૪૧) આ ગાળાનું અને ‘જૈનયુગ’માં પીરસેલી ભરચક્ક સામગ્રી પણ આ ગાળાની. ઉપાધ્યાય યશોવિજયકૃત ‘ગૂર્જર સાહિત્ય ભા.૧’ (૧૯૩૬)નું વાસ્તવિક સંપાદન મોહનભાઈનું જ હતું અને આવાં અન્ય સંપાદનો એમના હાથે થવાની યોજના હતી તે કાળબળે પાર ન પડી. ૧૯૧૧માં મોહનભાઈ કમાતા થયા અને ૧૯૧૪માં તો પિતાનું અવસાન થયું. એટલે કુટુંબનો સંપૂર્ણ બોજો મોહનભાઈ પર આવી પડ્યો. માતા ૧૯૨૨-૨૩ સુધી લુણસર અને પછી રાજકોટ રહ્યા ને ૧૯૨૯માં એ પણ અવસાન પામ્યા. મોહનભાઈ પોતે બે વખત પરણેલા. પ્રથમ લગ્ન ૧૯૧૧માં જેતપુરના વકીલ અભેચંદ કાળીદાસ ઉદાણીની પુત્રી હેમકુંવર સાથે થયેલા. એમનું ૧૯૨૦ના અરસામાં અવસાન થતાં બીજાં લગ્ન એ વર્ષમાં રાજકોટના શામળદાસજી વાલજી ખારાની પુત્રી પ્રભાબહેન સાથે થયેલા. પ્રથમ લગ્નથી મોહનભાઈને એક પુત્ર (નટવરલાલ) તથા એક પુત્રી (લાભુબહેન) થયેલાં અને બીજાં લગ્નથી બે પુત્ર (રમણીકલાલ તથા જયસુખલાલ) અને ત્રણ પુત્રી (તારાબહેન, રમાબહેન, ચંદ્રિકાબહેન) થયેલાં. ૧૯૪૪ના જાન્યુઆરીમાં જ્યારે પંડિત સુખલાલજીએ એમને સૂચવ્યું કે ‘તમારી રુચિ, શક્તિ અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછળ જ જીવન વ્યતીત કરવું ઘટે’' ત્યારે મોહનભાઈએ આપેલો જવાબ એમની મથામણની પિછાન કરાવે છે : ‘‘મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજ લગી કર્યું છે તેમ કામ કરું અને છેલ્લા જીવનનો શાંત ઉપયોગ કરી લઉં.’ લથડતી જતી તબિયત અને અવસાન : પણ મોહનભાઈની આ ભાવના ફળીભૂત થઈ નહીં. રાજકોટ મામાને સમાચાર પહોંચે છે કે મોહનભાઈની શરીરની અને મનની અવસ્થા પણ બરાબર નથી એટલે મામા તરત મુંબઈ આવી મોહનભાઈને રાજકોટ લઈ જાય છે. દવાદારૂ શરૂ થાય છે પણ મોહનભાઈની માંદગી ગંભીર સ્વરૂપ લેતી જાય છે. ખાવાપીવા, પહેરવાઓઢવા જેવા સઘળાં વર્તનવ્યવહારનું સાનભાન ગુમાવી દે છે અને ગાંડપણની અવસ્થાએ પહોંચી જાય છે. અપાર પરિશ્રમ અને કૌટુંબિક જંજાળે મોહનભાઈના સુંદર શરીર-મનને કદાચ અંદરથી એટલાં કોરી ખાધાં છે કે ઉપચારો કારગત નીવડતા નથી અને મોહનભાઈ તા. ૨-૧૨-૧૯૪૫ને રવિવારના રોજ દેહ છોડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy