SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ : મેટ્રિક્યુલેશન સુધી મોહનભાઇ રાજકોટમાં જ ભણ્યા હતા. બી.એ. (૧૯૦૮) અને એલ.એલ.બી. (૧૯૧૦)એ મુંબઈમાંથી થયા. બી.એ.માં એ વિલ્સન કોલેજના વિદ્યાર્થી હતા. રામનારાયણ વિ. પાઠક એમના કોલેજ સમયના મિત્ર હતા. એલ.એલ.બી. થયા પછી મોહનભાઈએ ૧૯૧૦-૧૧માં જ હાઈકોર્ટ વકીલની સનદ મેળવી મુંબઈની સ્મોલકોઝ કોર્ટમાં વકીલાત શરૂ કરી અને છેક સુધી એ જ કરતા રહ્યા. મોહનભાઈ પ્રતિષ્ઠિત વકીલ હતા પણ એમની યોગ્યતા અને સજ્જતાને છાજે એવી રીતે વકીલાતમાં એ આગળ આવ્યા નહીં. વકીલાત એમણે જમાવી નહીં, ન એમાંથી પૈસા કમાયા. ઊલટું, કુટુંબનો સારી રીતે નિર્વાહ કરવાની ચિંતામાંથી એ કદી મુક્ત થયા નહીં. મોહનભાઇ પ્રિન્સેસ સ્ટ્રીટ પર લુહાર ચાલમાં તવાવાળા બિલ્ડીંગમાં બે રૂમ ને રસોડાના બ્લોકમાં પોતાનો ઘરસંસાર શરૂ કર્યો તે જીવનભર એમાં જ રહ્યા. ચોપડીઓથી ભરચક્ક એમના દીવનખંડમાં ખુરશી-ટેબલ પણ નહીં. પોતે ગાદી પર બેસે ને આવનાર ચટાઈ પર. મોહનભાઈની કક્ષાના વકીલનું ઘર આવું તો ન જ હોય. સામાન્ય રીતે ઘરે એસાહિત્યસેવામાં જ સમય ગાળતા - રાતના બે વાગ્યા સુધી જાગીને ! કોર્ટમાં પણ નવરાશ હોય ત્યારે મોહનભાઈ પૂફ જોતા બેઠા હોય. કોર્ટનાં વેકેશનો તો એ સામાન્ય રીતે જૈન ગુર્જર કવિઓની સામગ્રી માટે જુદાં જુદાં સ્થળોએ જવામાં ગાળતા. પોતે સંકળાયેલા હોય એ સંસ્થાઓની હોદેદારોની મીટિંગો, જૈન સમાજની સભાઓ, સાહિત્ય પરિષદના સંમેલનો અને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી – આ બધા રોકાણો પણ મોહનભાઈના વકીલાતના સમય પર કાપ મૂકે. વળી પંડિત સુખલાલજી કે જિનવિજયજી મુંબઈમાં હોય ત્યારે કેવળ જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને જ એમને નિયમિત મળવા જવાની – રજા હોય તો એમની સાથે રહેવાનીમોહનભાઈને ઉત્સુકતા. મોહનભાઈની વિદ્યાપ્રવૃત્તિ અને જાહેર સેવાપ્રવૃત્તિ વકીલાતને ભોગે જ વિકસતી રહી. જાહેરજીવનની કામગીરીઓ - જૈન સમાજની મોહનભાઈ જાહેરજીવનની કેવીકેવી જવાબદારી અદા કરવાની આવી ? ૧૯૧૨ના એપ્રિલથી ૧૯૧૯ જાન્યુ.-ફેબ્રુ. સુધી એમણે જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડના માનાર્ય સંપાદકની કામગીરી બજાવી અને ૧૯૨૫ (વિ.સં. ૧૯૮૧ ભાદરવા)થી ૧૯૩૦ (વિ.સં. ૧૯૮૬ અસાડ-શ્રાવણ) સુધી એ જ સંસ્થાના મુખપત્ર “જૈનયુગ”નું સંપાદન કર્યું. વચ્ચે ૧૯૧૬-૧૭ના અરસામાં એ મોતીચંદ કાપડિયા સાથે કોન્ફરન્સના જૈન એજ્યુકેશન બોર્ડના સેક્રેટરી થયેલા અને ૧૯૧૮ના અરસામાં કોન્ફરન્સના આસિસ્ટન્ટ સેક્રેટરી થયેલા. કોન્ફરન્સની સ્ટેન્ડિીંગ કમિટીના સભ્ય તો એ હતા જ. ૧૯૧૫માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ ત્યારે મોહનભાઈ એના સ્થાપક સભ્યો માંહેના એક હતા અને પછી જીવનભર એની વ્યવસ્થાપક સમિતિના સભ્યપદે રહ્યા હતા. | મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, નથુરામ પ્રેમી, પંડિત દરબારીલાલ વગેરેની સાથે મોહનભાઈને ઘરોબો હતો. એમની પ્રવૃત્તિઓમાં એ ઉત્સાહપૂર્વક રસ લેતા અને પોતાનાથી શક્ય એવી સઘળી મદદ કરતાં. પ્રજાકીય ને રાષ્ટ્રીય જાહેરજીવન સાથે નાતો: મોહનભાઈનો જાહેરજીવનનો રસ જૈન સમાજ પૂરતો મર્યાદિત ન હતો. કનૈયાલાલ મુનશીએ ૧૯૨૨માં સ્થાપેલી સાહિત્યસંસદના સ્થાપક સભ્યોમાંના એ એક હતા અને મુનશીએ સાહિત્યના ઇતિહાસની જે યોજના કરી તેના તંત્રીમંડળમાં પણ હતા. ૧૯૨૬માં મુંબઈમાં આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે એની કારોબારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy