SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ८ કે તમોને કોઈ પણ પ્રસિદ્ધ ગ્રંથકારનું કાર્ય અમે આપી શક્તા નથી. પણ તમને અપ્રસિદ્ધ જૈન ગ્રંથકારોના આખા સમૂહનું કાર્ય આપવું પડશે અને તમારે તે કાર્ય આપણી ‘સાહિત્ય સંસ ્’ની વિદ્યમાનતાને સાર્થક કરે તેવી શૈલી પર તૈયાર કરવામાં તમારાથી બની શકે તેટલી શક્તિથી કરવું પડશે. તે જબરૂં કામ છે અને તે ટુંક સમયમાં એટલે ૧૯૨૩માં માર્ચ સુધીમાં પાર પાડવું એ લગભગ અશકય છે, પરંતુ જો સંસદ જે ભાગ ભજવવા બહાર પડેલી છે તે કૃતાર્થ કરવા માંગતી હોય તો તે અશકય વાતને સિદ્ધ કરવા સિવાય છૂટકો નથી.’ [જુઓ જૈનયુગ પોષ ૧૯૮૨ પૃ. ૧૭૧.] ૨. આના ઉત્તરમાં સુરત મેં જણાવ્યું કે ‘આપે લીધેલી યોજના મહાભારત છે અને તેમાં મારાથી યથાશક્તિ અને યથામતિ ફાળો અપાય તેમ હું પ્રયત્નશીલ રહીશ. મને ૨૩ના માર્ચ સુધીમાં તે બંને મહાકાર્યો પૂરાં થવાં અશકય લાગે છે, છતાં પ્રયત્નો ભગીરથ હશે તો જ સાધ્ય થવાનો ‘ચાન્સ’ લાગે છે.' [જૈનયુગ પોષ ૧૯૮૨ પૃ. ૧૭૧] ૩. ગૂજરાતી સાહિત્યના ઇતિહાસ પર એક ગ્રંથ જુદા જુદા લેખકોના લેખોવાળો પ્રકટ કરવો, તેના કરતાં તેનાં પાંચ ‘વૉલ્યુમો’ અમુક અમુક વિષયનાં કરી તે પરના લેખો ‘ગુજરાત’માં ચૈત્ર સં. ૧૯૮૦ થી પ્રકટ કરવા શરૂ કરી દેવા એવી સને ૧૯૨૪ના જાન્યુઆરીમાં અંગ્રેજીમાં લખેલી કાચી યોજના મને સૂચના માટે મોકલવામાં આવી અને તેમાં ચોથું ને પાંચમું વૉલ્યુમ નરસિંહથી દયારામ સુધીનાં ચારસો વર્ષ માટે રાખી તેમાં ‘જૈન સાહિત્ય' મૂકી તે સંબંધીનું કાર્ય કેટલા પૃષ્ઠમાં કરવું ઘટે તે માટે મારી સૂચના માંગી. આ કાળનું જૈનોનું ગુજરાતી સાહિત્ય ઘણું હોઈ તેને થોડાં પૃષ્ઠોમાં ન્યાય ન આપી શકાય એમ મેં જણાવ્યું. ૪. આ દરમ્યાન ‘ગુજરાતી સાહિત્ય' એ નામની મહાભારત યોજનાનો ખરડો છપાવીને શ્રીયુત મુનશીએ પ્રકટ કર્યો હતો. તેના તંત્રીમંડલના પ્રમુખ તરીકે તેઓ હતા અને તે મંડલના સભાસદો તરીકે અન્ય દશ સભ્યોલેખકોની નિમણૂંક કરવામાં આવી હતી. તેમાં મારૂં નામ પણ હતું. આ યોજનામાં ભૂમિકાનો પ્રથમ ભાગ, અને પછી આરંભકાલ, મધ્યકાલ અને અર્વાચીનકાલ એમ કાલના ભાગ પ્રમાણે ત્રણ કાલ એટલે કુલ ચાર ભાગ પાડ્યા હતા, અને એ દરેક ભાગને અમુક ખંડોમાં વહેંચી કુલ દશ ખંડોની કાચી ગોઠવણ ઘડી કાઢી હતી. (વૈશાખ સુદ ૯ મંગળ-જાઓ તે વખતનું ‘ગુજરાત’). આ યોજનામાં ધીમે ધીમે સુધારા વધારા થતા ગયા. તેમાં મધ્યકાલના યુગની શરૂઆત સં. ૧૪૫૯માં અમદાવાદની સ્થાપનાથી ગણીને સં. ૧૯૦૮ સુધી તેનો અંત સ્વીકારાયો. ભૂમિકાના પ્રથમ અને બીજો એમ બે ખંડ, અને મધ્યકાલનો પાંચમો ખંડ એમ ત્રણ ખંડ પ્રથમ હાથ ધરવામાં આવ્યા.' મધ્યકાલને પમો ૬ઠો ને ૭મો એમ ત્રણ ખંડ આપેલા તે પૈકી પાંચમા ખંડનો વિષય ‘મધ્યકાલના સાહિત્યના પ્રવાહો વીશે અગ્રલેખો’ રાખ્યો હતો. તે અગ્રલેખોમાં સાતમો અગ્રલેખ નામે ‘જૈન સંપ્રદાય અને આ મધ્યકાલનું ગુજરાતી સાહિત્ય' મૂકી તેના લેખક તરીકે મારૂં નામ પ્રસિદ્ધ કર્યું હતું. આ પાંચમા ખંડના અગ્રલેખ લખનારાઓને સૂચનાઓ તંત્રીમંડલે એ કરી હતી કે: ૧ દરેક અગ્રલેખ ‘ગુજરાત'નાં ૨૦ કે ૨૫ પૃષ્ઠોથી વધારે લાંબો ન કરવો. ૨ દ૨ેક અગ્રલેખનાં ૪, ૫ કે ૬ પ્રકરણો કરવાં. ૩ દરેક અગ્રલેખો એવી રીતે વહેંચવામાં આવ્યા છે કે તેથી એક જ વિષય તેમાં આવી જાય. આથી બીજા વિષય વીશે કે સામાન્ય વિષય સંબંધી એમાં કૈં પણ ન આવે તો ચાલશે. ૪ બને ત્યાં સુધી આધાર ટાંકવાની તસ્દી લેવી અને તે વિષય સંબંધી પુસ્તકોની યાદી યોગ્ય લાગે તો પરિશિષ્ટમાં આપવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy