SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ દરેક અગ્રલેખમાં એક બલ આવી જાય છે તો તે બલની ઉત્પત્તિ, તેનું ગુજરાતમાં દર્શન કેમ થયું અને તેણે કેવું સ્વરૂપ પકડ્યું તે પણ તેમાં આવી જવાં જોઈએ. બાકીના ભાગમાં તે બલનો વિકાસ, તેનો પરિપાક, તેનું સાહિત્યમાં દર્શન, તેમાં સાહિત્યમાં આવેલી વિશિષ્ટતા અને સમૃદ્ધિ, તેનું અદૃષ્ટ થવું અને તેની બીજા બલોપર અસરઃ આ વસ્તુઓ પર બને તો દૃષ્ટિબિંદુઓ રજુ કરવાં. (વૈશાખ સુદ ૯ મંગળ.) આ યોજનામાં ધીમે ધીમે સુધારા વધારા થતા ગયા. ૫. ૧૯૨૪ના જુનમાં જૈન સંપ્રદાય અને આ કાલનું સાહિત્ય' ના પરનો લેખ લખાઇ ગયો હશે, નહિ તો સત્વર શરૂ કરી જાનની અંતે મળે તેમ મંત્રીએ પત્રથી જણાવ્યું. સાથે લખવાના મુદ્દાઓની નોંધ મોકલી કે - “૧ જૈન સંપ્રદાયનો ઉદય, ૨ તેનું સ્થાન ૩ તેનું ગુજરાતમાં આગમન, ૪ વલભી. ચાવડા અને સોલંકી સમયને જૈન મત, ૫ મુસલમાન રાજ્યની શરૂઆતમાં જૈન ધર્મની સ્થિતિ, ૬ દશમી સદીમાં જૈન ધર્મની ગુજરાતના જીવન પર અસર, ૭ મુસલમાન રાજ્ય પહેલાંનું જૈન સાહિત્ય, ૮ મધ્યકાલના જૈન સાહિત્યના મુખ્ય ગુણ, ૯ પ્રબંધ સાહિત્ય, તેની વિશિષ્ટતા, ખુબીઓ અને ખોડો, ૧૦ નરસિંહ યુગના જૈન કવિઓ, ૧૧ નાકર અને પ્રેમાનંદ યુગના કવિઓ, ૧૨ દયારામ યુગના કવિઓ ૧૩ આ યુગોમાં સાહિત્યની પ્રગતિ અને વિકાસ, ૧૪ મધ્યકાલમાં સાંસ્કારિક બલ તરીકે જૈનમત, સાહિત્યમાં પ્રતિબિંબિત થયેલું હોય તે-તે નોંધમાં મથાળે નોંધ કરી હતી કે “૩૦ થી ૩૫ લખેલાં પાનાં કરતાં વધારે નહીં. પહેલાં મથાળાં બે પાનાં કરતાં વધુ નહીં'-આટલા ટુંકા લખાણમાં આ ૧૪ મદા સમાવી આખો લેખ લખવાનું મારે માટે અશક્ય હતું; ત્યારપછી શ્રી મુનિશીએ આ અગ્રલેખમાં એવાં પ્રકરણો પાડવાનું સૂચન કરી 0141 } '(1) Jainism 4 Printed pages (2) Jainism as a political & social force in Hindu-Gujrat આરંભકાલ 830-1459 (3) Jain literature in the આરંભકાલ (4) Jainism as a political and social force during the મધ્યકાલ સં. ૧૪૫૯ to ૧૯૦૮ (5) The growth and progress of Jain literature during મધ્યકાલ (6) The characteristic from (Holy Form) of Jain litrature (7) The ideal of Jain literature during this age. ત્યાર પછી તે બાબત પર ખૂબ ઊહાપોહ, મંત્રણા, આગ્રહ થતાં રહ્યાં અને થોડાં વધારે પાનાં થશે તો ચાલશે. પણ લખવા માંડો-આમ તે પ્રમુખ શ્રી મુનશીએ જણાવ્યું એટલે છેવટે ઉપરના સર્વ મુદાઓ પર લક્ષ રાખી “જૈનો અને તેમનું સાહિત્ય' એવું મથાળું બાંધી તેના પર નિબંધ લખવાનું મેં સને ૧૯૨૬ના પ્રારંભમાં શરૂ કર્યું. ૬. તે લખતાં ૩૫ પછી ૪૦, પછી ૫૦ એમ પૃષ્ઠો પ્રમુખ શ્રીયુત મુનશીએ વધારી આપવા છતાં પણ મધ્યકાલીન (સં. ૧૪પ૯ થી સં. ૧૯૦૮ સુધીના) સાહિત્યનો વારો આવે તે પહેલાંનાં પ્રકરણોનાં પૃષ્ઠો પ૬ થઈ ગયાં. આથી જગ્યાનો અતિ સંકોચ પડ્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે પ્રધાનતઃ લખવાનું હતું તે અતિ ગૌણ કરી નાંખવું પડ્યું. તે સાહિત્યના જૈન કવિઓ અને તેમની કૃતિઓનો માત્ર નામનિર્દેશ કરી તે ભાગ ટૂંકાવવો પડ્યો. દરેક શતકવાર જૈન કવિઓનાં કાવ્યોના નમુનાઓ તૈયાર કરેલા તે ઉક્ત નિબંધમાંથી બાદ કરવા પડ્યા. તત્કાલીન રાજકીય સ્થિતિ અને અન્ય ધર્મોના પ્રવાહોનો સ્પર્શ જ કરી ન શકાયો. ૭. આ રીતે લખાયેલો નિબંધ જે પંદર પ્રકરણોમાં પૂરો થયો તે આ પ્રમાણે છે- ૧ જૈન ધર્મનો ઉદય અને તેનું સ્થાન ૨ આગમ કાલ-આરંભકાલ (વિ. સં. પૂર્વે ૪૭૦ થી વિ. સં. ૩00), ૩ વલભી અને ચાવડાનો સમય (સં. ૩૦૦ થી સં. ૧000), ૪ સોલંકી વંશ (સં. ૧૦૦૧ થી ૧૨૩૦), ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy