SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ O હૈમયુગ-હેમચંદ્રસૂરિ (સં. ૧૧૪૫ થી ૧૨૨૯), ૬ અપભ્રંશ સાહિત્ય (વિ. ૮ થી ૧૨ મી સદીનું), ૭ સોલંકી વંશ-અનુસંધાન (સં. ૧૨૩૦-૧૨૯૯), ૮ વસ્તુપાલ તેજપાલનો સમય (વસ્તુ-તેજ યુગ સં. ૧૨૭૫ થી ૧૩૦૦), ૯ વાઘેલા વંશ (સં. ૧૩૦૦ થી ૧૩૫૬), ૧૦ ગુજરાતમાં મુસલમાનો (સં. ૧૩૫૬ થી ૧૪૫૬), ૧૧ સોમસુંદર યુગ (સં. ૧૪પ૬ થી ૧૫૦૦), ૧૨ વિક્રમ સોળમું શતક, લાવણ્યસમય યુગ (સં. ૧૫૪૦ થી ૧૫૯૦), ૧૩ હીરવિજયસૂરિનો-હૈરક યુગ (૧૭મો સૈકો), ૧૪ યશોવિજય યુગ (૧૮મું શતક), ૧૫ વિક્રમ ૧૯મું શતક-ઉપસંહાર. ૮. સાહિત્ય સંસદ તરફથી ગુજરાતી સાહિત્ય' (ગુજરાતની સંસ્કૃતિના શબ્દદેહનું દિગ્દર્શન) ખંડ ૫ મો નામે “મધ્યકાલનો સાહિત્યપ્રવાહ સાત ભાગમાં વિભક્ત કરી પ્રકટ કરવામાં આવ્યો, તેમાં બીજા-ત્રીજાઅને ચોથા ભાગમાં પૃ. ૬૬ થી ૧૫૮ સુધીનાં કુલ ૯૩ છાપેલાં પૃષ્ઠોમાં મારો ઉક્ત નિબંધ સન ૧૯૨૬માં જ પ્રકટ થયો. આ નિબંધ માટે શ્રીયુત નાનાલાલ ચિમનલાલ મહેતા I. C. S. (સિવિલિયન)એ પ્રતાબગઢ ઔધથી તા. ૨૬-૧૦-૧૯૨૬ના મારા પરના પત્રમાં જણાવ્યું કે - “I have been reading your “જૈનો ને તેમનું સાહિત્ય' in Gujarati Sahitya with much admiration for sound scholarship and proper perspective. I do not think there is anything in the Gujarati literature or in any other language that I know of, what gives such detailed information about Jain literature. X X X - હું “ગુજરાતી સાહિત્યમાં તમારો જૈનો ને તેમનું સાહિત્ય' (એ નિબંધ) વાંચી ગયો છું અને તેમાંનાં સંગીન વિદ્વત્તા અને યથાસ્થિત રેખાદર્શન માટે મને અતિ આદર ઉત્પન્ન થયો છે. ગુજરાતી વાભયમાં કે મને માહીતી જેની છે એવી કોઈ બીજી ભાષામાં જૈન સાહિત્ય સંબંધી આવી વિસ્તૃત માહિતી આપે એવું કંઇપણ હોય એમ હું ધારતો નથી. ૯. આ અને બીજા વિદ્વાનોના સારા અભિપ્રાયોથી મને પ્રોત્સાહન મળ્યું. તેથી તે વિષયમાં તજજ્ઞ એવા વિદ્વાનોને બતાવી તેમની સચનાઓ મેળવવા મેં પ્રયત્ન કર્યા. મારા મિત્ર પંડિતથી લાલચંદ ભગવાનદાસ ગાંધીને તેનો અમુક ભાગ જોવા મોકલી આપ્યો, ને તેમણે જોઈ જઈ તેમાં અહીં તહીં યોગ્ય સુધારાવધારા ટુંકમાં કર્યા પણ પછીના ભાગ અનવકાશ આદિના કારણે પોતે જોઈ ન શક્યા. પછી મારા સહદો:-પંડિત શ્રી બેચરદાસ, રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી અને રા. રસિકલાલ છોટલાલ કાપડીઆ તે છપાયેલો નિબંધ વાંચી જોઈ ગયા અને તે સંબંધી કંઇક સૂચનો યત્રતત્ર તેમણે કર્યા. બીજા જૈન સાક્ષરોને જૈન યુગના તંત્રી તરીકે મેં તેના કાર્તિક માગશર ૧૯૮૩ના અંકમાં ઉક્ત નિબંધમાં સુધારા વધારા સૂચવવા માટે પ્રેમપૂર્વક જાહેર આમંત્રણ કરેલું પણ કોઈએ સૂચના કરવા તસ્દી લીધી નથી. આ રીતે આ નિબંધ તે આકારમાં જ થોડા અહિં તહીં ફેરફાર સાથે રહ્યો. ૧૦. “જૈન ગૂર્જર કવિઓ-બીજો ભાગ' નામના મારા ગ્રંથની પ્રસ્તાવના તરીકે આ નિબંધ તે ગ્રંથના પ્રથમ ભાગના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે આપવાનો મેં વિચાર રાખ્યો હતો, પરંતુ તેને સપ્રમાણ સંશોધિત વર્દ્રિત આકારમાં પુનઃ લેખારૂઢ કરી મૂકવાનો અને ખાસ કરી જૈન આગમ-સાહિત્યનો ઇતિહાસ ઉમેરવાનો મારા સહૃદય મિત્રો અને ખાસ કરી મારા સુહૃદ રા. મોહનલાલ ભગવાનદાસ ઝવેરીનો આગ્રહ થતાં તેમ કરવાનો અથાગ પરિશ્રમ સને ૧૯૨૮ના વર્ષથી આરંભ્યો. તે નિબંધનું નામ ફેરવીને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' રાખી, શ્રીમદ્ મહાવીર પ્રભુના આગમ-સાહિત્યથી શરૂઆત કરી એક એક પ્રકરણ હું લખતો ગયો. સાત સાત પ્રકરણોનો એક વિભાગ કરવામાં આવ્યો, ને જેમ જેમ લખાઇ પ્રકરણ તૈયાર થાય તેમ તેમ તેનાં ૫૦-૧૦૦ પૃષ્ઠ છાપવા મોકલાતાં ગયાં. પ્રથમ હતો ૧૯૨૮ના જુલાઈમાં છાપખાને મોકલાયો. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy