SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧ ૧૧. ત્યાં એક અઘટિત ઘટના થઈ. તા. ૧૮-૮-૨૮ને દિને મારા ટેબલ પર મારા ચાર વર્ષની વયના ચિ. રમણિકલાલે દીવાસળી સળગાવી-તેથી થયેલી ન્હાની આગને પરિણામે આ જૈન સાહિત્યના ઇતિહાસની સં. ૧૩૦૦ પછીની મારી નોંધો બળીને ખાખ થઈ ગઈ; અને બીજાં થોડાં પુસ્તક વગેરે કેટલુંક દાઝી ગયું, પણ આગ વિશેષ પસરી નહિ તેથી ઘણું બચી ગયું તે માટે પ્રભુનો ઉપકાર ! ન્યૂટન અને તેના પ્રિય શ્વાનનો દાખલો યાદ આવ્યો ! આ કારણે સં. ૧૩૦૦ પછીની નોંધો પુન: કરી પુનર્લેખન કરવામાં પરિશ્રમ લેતાં મૂળ કરતાં વિશેષ સારું લખાયું હશે એ પ્રતીતિથી જે થયું તે સારાને માટે એ કહેવત અનુસાર રમણિકે રમણીય કર્યું એવો મારા મને સંતોષ લીધો. ૧૨. આ છપાવાનો આરંભ ૧૯૨૮ના સપ્ટેમ્બરમાં થયો. કારણ કે મે માસમાં જૈન ગૂર્જર કવિઓબીજો ભાગ'-એ ગ્રંથનું મૂળ વસ્તુ છપાતું હતું તે પૂરું થયું હતું અને આ નિબંધ બાકી હતો. તે નિબંધના મૂળ “ગુજરાત' માસિકના કદ જેવાં ૯૩ છપાયેલ પૃષ્ઠ હતાં તે શોધિત-વર્દ્રિત થઈને તે ગ્રંથના કદનાં બહુ તો ત્રણસોથી ચારસો છપાયેલ પૃષ્ઠો થશે એમ અડસટો થયો હતો. એક બાજા લખાતું જાય ને બીજી બાજા છપાતું જાય; પ્રસાદિની અનિયમિતતા પણ આડી આડી આવતી જાય, છતાં બનતી ત્વરા રાખવામાં મેં પ્રમાદ પ્રાયઃ સેવ્યો નથી. ૧૩ જૈન ગૂર્જર કવિઓ-બીજા ભાગની પ્રસ્તાવના તરીકે આ ઇતિહાસ છપાતો હતો. તેથી તેની સાથે તે આવનાર હતો, પરંતુ તે પ્રસ્તાવના જુદા પુસ્તક રૂપે પણ પ્રકટ થાય તો વધારે સારું, બને એવો અભિપ્રાય પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં મૂકેલા મારા “જૂની ગૂજરાતી ભાષાનો સંક્ષિપ્ત ઇતિહાસ' નામના નિબંધ માટે કેટલાક વિદ્વાનોએ જાદા ગ્રંથાકારે બહાર પાડવાની પરમ આવશ્યકતા જણાવી હતી, તેથી તેની પાંચસે નકલ મારા તરફથી મારા ખર્ચ જુદી છાપી આપવાનું શ્રી જૈન શ્વે. કૉ.ના જનરલ સેક્રેટરી રા. મોહનલાલ ઝવેરીની સંમતિ લઇ મેં પ્રેસને કહી દીધું હતું, ને તે પ્રમાણે છપાયેલ છે. ૧૪. આમ છપાતાં મૂળ ત્રણસોથી ચારસો પૃષ્ઠ ધારેલા હતાં, તેને બદલે સને ૧૯૩૦ની આખરે હીરવિજયસૂરિના સમય સુધીના છ વિભાગનાં જ છપાઈને પ૬૦ પૃષ્ઠ થયાં-એટલે ધારેલ કરતાં દોટું બમણું છપાઈ ગયું, અને તે ઉપરાંત બીજું વધારે છપાવવાનું બાકી રહ્યું એટલે આ ઇતિહાસની બધી નકલો જાદા જ પુસ્તક રૂપે બહાર પાડ્યા વગર છૂટકો જ નથી એમ સમજાતાં ઉક્ત જૈન ગૂર્જર કવિઓ-બીજો ભાગ' કે જે ક્યારનો (સને ૧૯૨૮ના સપ્ટેમ્બર પહેલાં) પ્રેસમાં છપાઇ ગયો હતો. તે પુસ્તક રૂપે આ સંબંધીના નિવેદન સહિત બહાર પાડી દેવાનું સને ૧૯૩૧ના પ્રારંભમાં નક્કી થયું ને તેના પરિણામે તે ઉક્ત ઇતિહાસની પ્રસ્તાવના વગરનો બંધાઈ ૧૯૩૧ના પ્રથમાધમાં બહાર પડી ગયો, કે જે સંબંધી વિદ્વાનો-પત્રકારોના અભિપ્રાય આ ગ્રંથને અંતે મૂકવામાં આવ્યા છે અને તે પરથી તેનું મૂલ્ય આંકી શકાશે. આ ઇતિહાસ કુલ ૮ વિભાગમાં ને તે દરેકનાં ૭ પ્રકરણ એટલે કુલ પ૬ પ્રકરણમાંપ૭૭ ટિપ્પણ સહિતના ૧૧૯૫ પેરામાં-૮૩૨ પૃષ્ઠમાં સને ૧૯૩૧ના લગભગ આખરે છપાઈ રહ્યો. પછી વિસ્તૃત અનુક્રમણિકા કરતાં લગભગ ૭૫૦૦ કાપલીઓ વિશેષ નામો આદિની થઇ ને તેને ૨૩ વિષયમાં અક્ષરાનુક્રમે ગોઠવી પ્રેસમાં ૧૯૩૨ના મે માસમાં મોકલતાં તેનાં ૧૮૮ પૃષ્ઠ છાપતાં પ્રેસે પાંચ માસ લીધા. તે અનુક્રમણિકા એ આ ઇતિહાસના વિશેષ શબ્દો-નામોનો કોશ છે. ૧૫. આ વિસ્તૃત અનુક્રમણિકા પછી “શુદ્ધિ અને વૃદ્ધિપત્રક મૂકેલું છે. તે સંબંધી જણાવવાનું કે આખો ઇતિહાસ મૂળ છપાઈ જતાં ત્રણ વર્ષ લાગ્યાં. દરમ્યાન તેના પર પ્રકાશ પાડતાં ચાર પુસ્તકો બહાર પડયાં - www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy