SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ (૧) પં. સુખલાલ કૃત તત્ત્વાર્થ સૂત્ર પર ગૂ વ્યાખ્યા ભાગ બીજાની પ્રસ્તાવના (પ્ર૦ ગૂજરાત વિદ્યાપીઠ) (૨)અત સુખલાલ સંઘવી અને અ૦ બેચરદાસ દોશીએ તૈયાર કરેલ સન્મતિપ્રકરણ-પ્રસ્તાવના અનુવાદ વિવેચન આદિ સહિત પ્ર૦ શ્રી પુંજાભાઇ જૈન ગ્રંથમાળા કાર્યાલય, અમદાવાદ). (૩) મુનિશ્રી કલ્યાણવિજય કૃત નિબંધ નામે ‘વીરનિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના' (પ્ર. નાગરી પ્રચારિણી પત્રિકા ૧૦-૪ અને ૧૧-૧ અંકમાં, પછી જુદા પુસ્તકાકારે પ્ર૦ ક. વિ. શાસ્ત્ર સમિતિ, જાલોર {પ્ર. શા.ચિ.એ.રી}) અને (૪) તે મુનિશ્રીની પ્રભાવકચરિતના પ્રબંધોની પર્યાલોચના (પ્ર૦ ચ. નું ગુ. ભાષાંતર પ્ર૦ જૈન આત્માનંદ સભા ભાવનગર. {બીજી આવૃત્તિ આ. ૐૐકારસૂરિ જ્ઞાન મંદિર દ્વારા પ્રગટ થઈ છે.} આ ચારેમાંથી ઉપયુક્ત લાગેલી હકીક્તોની દરેક પારા અને ટિપ્પણવાર નોંધ કરી તે વૃદ્ધિને શુદ્ધિ અને વૃદ્ધિપત્રકમાં આ પુસ્તકને અંતે પ્રકટ કરેલ છે; આથી આ ઇતિહાસ સાંપ્રતકાલ સુધી લભ્ય માહિતીવાળો (uptodate) કરવામાં આવ્યો છે. તે પત્રકમાં આવેલ વિશેષ શબ્દો-નામોને ઉપર્યુક્ત ‘વિસ્તૃત અનુક્રમણિકા' માં દાખલ કરવાનું શકય નહોતું તેમ તેની જાદી અનુક્રમણિકા થઇ શકી નથી તેને માટે મને ખેદ થાય છે. પણ વસ્તુસ્થિતિ સમજાતાં વાચકો તેને નિભાવી લેશે. {આ આવૃત્તિમાં તે વિશેષશબ્દો દાખલ કરી દીધા છે.} ૧૬. આ ઇતિહાસના અગ્ર ભાગમાં આ નિવેદન સાથે, પ્રો. કામદારની પ્રસ્તાવના, {આ આવૃત્તિમાં પ્રસ્તાવના પ્રગટ કરવામાં આવી નથી.} આ ગ્રંથમાં વાપરેલા ટુંકા અક્ષરો સમજાવવા માટે સાંકેતિક અક્ષરોની સમજ, જે સાઠ ચિત્રો આમાં રાખેલાં છે તે દરેકની ટુંકી હકીક્ત સમજાવતો ચિત્રપરિચય; તથા તે સર્વ ઉપરાંત આ ઇતિહાસના દરેક વિભાગ ને તેના દરેક પ્રકરણમાં આવતી હકીક્તો અતિ સંક્ષેપમાં જણાવતો સામાન્ય વિષયાનુક્રમ મૂકેલ છે. આ સર્વ વાચકોને દરેક જાતની સરલતા આપી દરેક રીતે માર્ગદર્શક થશે. ૧૭. આ ઇતિહાસના ચોથા વિભાગનું ચોથું પ્રકરણ નામે ‘વસ્તુ-તેજયુગમાં સાહિત્ય પ્રવૃત્તિ' તે છપાતું હતું ત્યારે એક વાનગી તરીકે જૈનયુગના ભાદ્રપદથી કાર્દક ૧૯૮૫-૮૬ ના અંકમાં પૃ. ૮૨ થી ૯૫ માં પણ તેના તંત્રી તરીકે મેં નિવેદિત કર્યું હતું કે જે પરથી તેના વાચકોને તે ઇતિહાસ કેવી શૈલી પર લખાય છે તે જાણવાનું મળી આવે. આ પ્રકરણ વાંચી કૌમુદી પત્રના વિદ્વાન્ તંત્રીશ્રી વિજયરાય ધ્રુવે તેના માર્ચ ૧૯૩૦ના પૃ. ૧૯૭ પર પોતાની ૨૧-૨-૩૦ ની ‘ડાયરીમાંથી’ એ મથાળા નીચે જણાવ્યું હતું કે: ‘છ અઠવાડિયાં પર આવેલ આ અંક (‘જૈનયુગ' ભાદરવાથી કાર્તક) આજેજ કૈકે નિવૃત્તિથી જોઈ શકયો. તેનાં સવાસોથી પણ વધુ પાનાંમાં મોટે ભાગે તે જૈનોપયોગી કે પ્રાચીન સાહિત્યના અભ્યાસીઓને ઉપયોગી વિદ્વત્તા ભરચક ભરી છે. મિત્રદાવે મારૂં પહેલું ધ્યાન તો ગુજરાતના ગણતર તરૂણ વિદ્વાનોમાંના એક ચીમનલાલ જે. શાહના ઉત્તર હિંદમાંના જૈનધર્મ વિશેના એમના નિબંધની અનુક્રમણિકાએ ખેંચ્યું. આટલા પરથી જ લેખકની મહેનત ને ઝીણવટ એટલી બધી દેખાય છે કે આખું પુસ્તક પ્રગટ થયે એ વિષયના વાડ્મયમાં કીમતી ઉમેરો થવાનો જ. આ જ કથન તંત્રી રચિત જૈનસાહિત્યનો ઇતિહાસ'માંથી વસ્તુપાળ તેજપાળના યુગની સાહિત્યપ્રવૃત્તિનું પ્રકરણ પ્રસ્તુત અંકમાં છપાયું છે, તેને વિશે કરી શકાય. શો જીવનપર્યંત કર્યાજ કરેલો સાહિત્ય-સંચય ! મોહનભાઈ સામે કોઇપણ વાજબી ફરિયાદ હોય તો એ જ હોઈ શકે કે પોતાનાં સાધનશક્તિનો લાભ આજ પહેલાં જાજ પ્રમાણમાં તેઓ આપતા હતા; હવે વધુ આપે છે, પણ હજી પૂરતા પ્રમાણમાં કદાચ નહીં. વસ્તુપાળ તત્કાલીન આંતરપ્રાંતીય પ્રતિષ્ઠા વાળા કવિ અને વિદ્યાપોષક હતા, તેમણે રૂા. ૧૮ હજા૨ (જો એ વાતમાં ખાસ અત્યુક્તિ ન હોય તો) માત્ર લાયબ્રેરીઓ પાછળ જ ખર્ચેલા, તેથી એઓ તો સંવત તેરમા સૈકાના કાર્નેજી જેવા; આ બધું મને તો આ લેખે જ પહેલીવાર શીખવ્યું. ૧૮. હવે આ સમગ્ર ઇતિહાસ બહાર પડે છે, તો તેના અધ્યયનથી ઘણી વાતો નવી અને તે પહેલીવારની માલૂમ પડશે. તેની ટુંક સિલસિલાબંધ તપાસ (survey) જાદી આપવા અને તેમાં જે જે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy