SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૩ પુસ્તકો મુદ્રિત થઈ ગયાં છે તે સર્વેની વિષય-માહિતી, તેમજ ટીકાત્મક ચર્ચા કરી મૂકવા સંકલ્પ હતો પણ તે પાર પડી શકયો નથી. તેમ કરતાં હજુ કેટલાયે વર્ષો વીતી જાય અને કદાચ મનની મનમાં સમાય, તે ભયથી જેટલું બની શકે તેટલું, સંગ્રહ કરી એક “સંગ્રહ-ગ્રંથ' તરીકે યા કૃતિઓ કર્તા વગેરેના સમયબદ્ધ અનુક્રમમાં તેના કોશ” તરીકે હાલ આપી પ્રકટ કરવું તે વાત મુખ્યપણે લક્ષમાં રાખી સાથે સાથે બની શકે તેટલી વિષયમાહિતી ને ચર્ચા પણ ટુંકમાં લખી નાંખી આ ઇતિહાસ પ્રકટ કરી નાંખેલ છે. તે લખતાંછપાતાં ચાર વર્ષ વીતી ગયાં. એની પાછળ દિનરાત શ્રમ લેવામાં મેં કચાશ રાખી નથી. સમય લઈ પોતાને ખર્ચ જજુદે જુદે સ્થળે જઈ પુસ્તકભંડારો જોઈ તપાસી આવવા, તેમાંથી મળેલાં તેમજ અન્ય પ્રાપ્તવ્ય સાધનોને પ્રાપ્ત કરી સંગ્રહ કરવો, તેમાંથી નોંધો-ટાંચણો કરી લેવાં, તે પરથી પ્રમાણો આપી પ્રકરણો લખવાં, છાપવા મોકલવાં, તેનાં મુફોનું શોધન કરવું, તેને પાછાં મંગાવી સુધારવાં-પ્રેષવાં, જેની વિસ્તૃત અનુક્રમણિકા કરવી વગેરે બધુંય એકલે પડે કોઇની પણ સહાય વગર-એક ‘મુફ-રીડર” જેવાની પણ મદદ વગર કરીને આ પુસ્તક મેં ગુજરાતને સાદર ધર્યું છે. ૧૯. જે સ્થળના જૈન પુસ્તક ભંડારો હું સં. ૧૯૮૬ સુધીમાં જાતે જઈ તપાસી આવ્યો તેનો ઉલ્લેખ મેં મારા જૈનગૂર્જર કવિઓના પ્રથમ અને બીજા ભાગનાં નિવેદનમાં કર્યો છે. આ જોવામાં પહેલેથી મારી દૃષ્ટિ દેશી ભાષા-કવિઓ પ્રત્યે હતી. સંસ્કૃત આદિમાં ગ્રંથ રચનારની થોડી પ્રશસ્તિઓ પહેલાં લખી રાખી હતી તે મેં શ્રી જિનવિજયને આપી દીધી હતી. મને એ સ્વએ પણ ન હતું કે મારે આવો ઈતિહાસ લખવાનું અતિ શ્રમસાધ્ય કાર્ય કરવું પડશે; સં. ૧૯૮૫ માના મે માસની છૂટીમાં ખેડાના ભંડાર જોવા હું ગયો ત્યારથી બધી ભાષામાં રચાયેલાં હસ્તલિખિત પુસ્તકોની પ્રશસ્તિઓ લેવીતપાસવી મેં શરૂ કરી. પછી સં. ૧૯૮૭ના આશોમાં મહુવામાં મારા મુરબ્બી મિત્ર રા. ફુલચંદ ખુશાલચંદ શાહને ત્યાં રહી ત્યાંના શ્રી યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમના હસ્તકનો મુનિ ગુલાબનો તથા ત્યાંના વૃદ્ધ મુનિશ્રી તિલકવિજયનો એમ બે પુસ્તકસંગ્રહ તપાસ્યા. તે વખતે ત્યાં શ્રી વિજય મોહનસૂરિને વિનંતિ કરતાં તેમના વડોદરાના ‘શ્રી મુક્તિ કમલ જૈન મોહન જ્ઞાનમંદિર’ની ટીપ જોવા મળી. ને પછી સં. ૧૯૮૮ના માગશર-માહમાં તે ટીપમાંની ગૂજરાતી ભાષાની બધી અને બીજી ભાષાની થોડી જોવા માગેલી હસ્તપ્રતો મુંબઈ મારે ખર્ચ મોકલવાની વ્યવસ્થા તેમના લખાણથી શેઠ પાનાચંદ ધારશી અને રા. લાલચંદ નંદલાલ શાહ દ્વારા થઈ ને તેનો લાભ મેં લીધો. આ દરમ્યાન મુંબાઈના શ્રી મહાવીર સ્વામીના દહેરાસર, પાયધુનીમાંનો જિનદત્તસૂરિ ભંડાર પણ મેં જોઈ લીધો. આ રીતે ગ્રંથો તપાસવામાં નિમિત્તભૂત થનાર સર્વેનો ઉપકાર હું સ્વીકારું છું. ૨૦. મારા મુરબ્બી મિત્ર શ્રીયુત કેશવલાલ પ્રેમચંદ મોદી B.A.LL.B. વકીલ, અમદાવાદ-તેમણે અમદાવાદના અનેક જૈન ભંડારોની તપાસ લેવામાં, મને બીજી રીતે પ્રેરણા કરવામાં (દા.ત. ફૉર્બસ ગૂજરાતી સભાએ “જૈન અને બૌદ્ધ મતનો સંક્ષિપ્ત ઇતિહાસ તેના સિદ્ધાંતો અને વૈદિક મત સાથે તેની તુલના” પર નિબંધ માટે મને રૂ. ૫૦૦ નું પારિતોષિક આપવાનું સન ૧૯૧૪માં ઠરાવેલું હતું તે લખવામાં મને પ્રેરણા કરનાર તેઓ હતા), સાહિત્ય સામગ્રીની સહાય આપવામાં અને અનેક રીતે મારી સાહિત્ય સેવામાં રસ લેવામાં જે શ્રમ, પ્રીતિ અને સહકાર દાખવ્યાં છે તે માટે તેમનો હું ઋણી છું. તેમનો સ્વર્ગવાસ સને ૧૯૩૨ના જાનમાં થતાં આખા જૈન સાહિત્યજગત્માં ખોટ પડી છે. કારણ કે જૈન સાહિત્ય સંબંધી પશ્ચિમાત્ય સ્કોલરો સાથે અખંડ પત્ર વ્યવહાર કરનાર, તેમને હસ્તલિખિત પુસ્તકો પૂરાં પાડનાર, અપ્રકટ ગ્રન્થોને પ્રકટ કરાવવામાં ભારે જહેમત લેનાર, ગમે તે ભંડારમાંથી કે સાધુ પાસેથી Jain Education International For Private & Pessonal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy