SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન. भवबीजांकुरजनना-रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णु र्वा हरो जिनो वा नमस्तस्मै ॥ - ભવરૂપ વૃક્ષના બીજાંકુર એવા રાગાદિક જેના ક્ષય પામ્યા હોય તે ગમે તો બ્રહ્મા હોય, ગમે તો વિષ્ણુ હોય, ગમે તો મહાદેવ હોય કે ગમે તો જિન હોય-તેને મારો નમસ્કાર છે. - હેમાચાર્યકૃત મહાદેવસ્તોત્ર. આપણે નિશ્ચય કરીએ કે સત્યની આરાધના છોડવાના નથી. સત્ય માટે દુનિયામાં સાચી અહિંસા એજ ધર્મ છે. અહિંસા તે પ્રેમનો સાગર છે. તેનું માપ જગતમાં કોઈ કાઢી શક્યું જ નથી. એ પ્રેમસાગરથી આપણે ઊભરાઈ જઈએ તો આપણામાં એવી ઉદારતા આવે કે તેમાં આખા જગતને આપણે સંકેલી શકીએ છીએ. એ કઠિન વસ્તુ છે ખરી, છતાં સાધ્ય છે. તેથી આપણે શરૂઆતથી પ્રાર્થનામાં સાંભળ્યું કે શંકર હો કે વિષ્ણુ, બ્રહ્મા હો કે ઈન્દ્ર, બુદ્ધ હો કે સિદ્ધ, મારું માથું તેને જ નમે જે રાગદ્વેષરહિત છે, જેણે કામો જીતેલા છે, જે અહિંસાની-મેમની મૂર્તિ છે. ૧. આ ઇતિહાસની ઉત્પત્તિનો ઇતિહાસ એ છે કે:- ગૂજરાતની અસ્મિતા માટે ગૌરવ ધરાવનાર અને તેની પ્રતિષ્ઠા વધે તેમ કરવા મથનાર સિદ્ધહસ્ત લેખક-નવલકથાકાર શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશી M. A. LL.B. ઍડવોકેટે સાહિત્ય-સંસદ સ્થાપી. તે દ્વારા ગુજરાત' નામનું સચિત્ર માસિક કાઢ્યું. તેમણે મને સને ૧૯૨૨ના ઓકટોબરમાં અંગ્રેજીમાં પત્રદ્વારા જણાવ્યું કે :• 'We have decided to start a work on a history of literature and a Gujarati dictionary. As a personal friend I have already guaranteed your co-operation and we are going to burden you with the whole load of old Jain literature in which you are the best available authoriry. I think we cannot give you any well-known author but we will have to give you the whole host of obscure Jain authors and you will have to do your utmost in producing the work on a line which will justify the existence of our 'Sahitya Sansad.' It is a tremendous task and to carry it out through within the short time i.e. before March 1923 is well-nigh impossible but if the Sansad wants to justify the role which it has proposed to play there is no other alternative but to accomplish the impossibility. - “અમોએ સાહિત્યના ઈતિહાસ પર એક ગ્રંથ અને ગૂજરાતી શબ્દકોષ કાઢવા નિર્ણય કર્યો છે. એક અંગત મિત્ર તરીકે મેં તમારા સહકારની જામીનગીરી કયારની આપી છે અને અમો જૂનું જૈન સાહિત્ય કે જેમાં તમે, જેટલા હસ્તગત છે તેમાં, શ્રેષ્ઠ પ્રમાણભૂત છો, તેનો સર્વ ભાર તમોપર લાદવાના છીએ. હું ધારું છું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy