SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ મંડલીક નવઘણનો પિતા થાય તે સોરઠી તવારીખ પ્રમાણે સં. ૧૨૭૦ માં અને અન્ય પ્રમાણે સં. ૧૩૧૬ માં ગાદીપર બેઠો) આ લેખમાં છેલ્લા માંડલિક રાજાનું વર્ણન છે ને શાણરાજનું વર્ણન છે કે જેણે વિમલનાથ પ્રાસાદ ગિરનારમાં સં. ૧૫૯૮ માં કરાવી રત્નસિંહસૂરિ પાસે પ્રતિષ્ઠિત કરાવ્યો (પારા ૭૧૯) તેથી તે સાલનો લેખ છે એમ સ્પષ્ટ થાય છે. આ શાણરાજના પૂર્વજહરપતિશાહે સં. ૧૪૪૯માં નેમિપ્રસાદનો ઉદ્ધાર કર્યો. (જૈ.ગુ. કવિઓ ભા-૨, પૃ. ૭૩૯). હાલ તે મોટા ચોકમાં છે. આસપાસ લગભગ ૭૦ નાની દેરીઓ છે. આના મંડપની અંદર દિવાલમાં ત્રણ મર્ણિ એક સાથે મૂકેલી મેં જોઈ છે. નાની છે તે સં. ૧૨૭૫ માં બનાવેલી શ્રી કુંજરા પદ્રિીય (?) ગચ્છના શાંતિસૂરિની છે, બીજી બે મોટી મોટી મૂર્તિ છે તે શ્રી હેમચન્દ્રસૂરિની અને શ્રી કુમારપાલદેવની છે કે જે તરફ કોઈનું લક્ષ ગયું નથી. એક થાંભલા પર સં. ૧૧૧૩ ના જેઠ ૧૪ દિને નેમીશ્વરજિનાલય કરાવ્યું ને બીજા થાંભલા પર સં. ૧૧૩૫ માં પ્રતિષ્ઠા કરાવી, ને ત્રીજામાં સં. ૧૩૩૪ માં દેવાલય સમરાવ્યું એમ લેખ છે. સંગ્રામ સોનીની ટુંક અને વસ્તુપાલ તેજપાલની ટુંક સંબંધી જુદાં ચિત્રો છે ને તેમનો પરિચિય અલગ કરાવ્યો છે. તદુપરાંત મેરકવશીની ટુંક, કુમારપાલની ટુંક અને સંપ્રતિરાજાની ટુંક છે. આ પૈકી ઘણી ટુંકો કેશવજી નાયકે સમરાવી. સં. ૧૯૩૨ નો તે બાબતનો લેખ છે. (પારા ૯૯૨). ઉપર ચડતાં અંબાજીની ટુંક આવે છે. આબૂપરના વિમલસહિ, લૂણિગવસતિ આદિ મંદિરો પૈકી વિમલસહીનું જૂદું ચિત્ર ને જૂદો પરિચય આપેલ છે. લૂણિગવસહિ તે વસ્તુપાલના ભાઈ તેજપાલે કરાવેલું મંદિર છે ને તે વિમલવસતિના ઉત્તરપૂર્વના ખૂણા પર આવેલું છે અને તે પશ્ચિમાભિમુખ છે, તેના પ્લાનની વ્યવસ્થા વિમલવસહ જેવીજ છે પણ પૂર્વતરફ ઓશરીમાં દહેરીઓને બદલે સ્થાપનારના કુટુંબનો વરઘોડો બતાવ્યો છે અને આ ભાગ મુખ્ય મંદિરથી જુદો કરવા, વચ્ચે કોતરકામવાળી ભીંત છે. આ કોતરકામ નાના નાના ચોરસનું કરેલું છે. આખું મકાન ૧૫૫'૮૯૨” વાળા લંબચોરસમાં હોઈ વિમલવસહિ કરતાં જરા મોટું છે. તેના મંડપના થાંભલાઓ વધારે ઉંચા છે અને તે આઠ જુદી જુદી જાતના છે, જ્યારે વિમલવસતિમાં એક જાતનો છે. મંડપ પરનો ઘુમટ ઉંચકવામાં આવ્યો છે, પણ તેનું અંદરનું નકશીકામ પહેલાના કરતાં ચઢીયાતું છે. ઘુમટના બીજા થરથી ૧૬ બેઠક પર ૧૬ વિદ્યાદેવીની જુદી જુદી સ્થિતિમાં પૂતળીઓ કરી છે. આ ઘમટની બરોબર મધ્યમાં ઉપરથી એક લોલક કર્યું છે. જે બહુજ સરસ ગણાય તે બહુજ કોમળ છે. ગુલાબના મોટા ફુલને તેની દાંડલીથી ચતું પકડીએ ને જે આકાર થાય તે આકાર આનો છે. આલોલકના પ્રમાણમાં ઇગ્લાંડના ૭માં હેન્રીના વેસ્ટ મિનિસ્ટરમાંનાં લોકો પ્રમાણ વિનાનાં અને ભારે લાગે છે. આ લોલકની સુંદરતા અને સુકુમારતાનો ખ્યાલ માત્ર નજરે જોયાથી જ આવે. (પારા ૫૨૬). ૭-૯-૩૩ મો. દ. દેશાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy