SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ તેમનામાં દેવળ બાંધી મૂર્તિ બેસાડવી એ એક બહુ જ પુણ્ય કાર્ય ગણાય છે અને તેઓ તેને એક ફરજ સમજે છે. વળી દેવળ બાંધવાથી મોક્ષ મળે છે. (તીર્થકર ગોત્ર બંધાય છે) તેવી માન્યતાથી વ્યક્તિપરત્વે દેવળો થઈ તેઓ કદમાં નાનાં નાનાં પણ સમૂહમાં બંધાય છે અને દરેક વ્યકિત પોતાના બંધાવેલા દેવળને નાનું હોય છતાં કારીગીરીથી ભરપૂર કરી દેવા ઉત્સુક હોય છે. આથી તેનામાં જે ભવ્યતા-grandeur આવવી જોઈએ તે નથી આવતી. વળી આવો દેવળનો સમૂહ પર્વતો પર એકાંત જગાએ હોય છે, તે પરથી તેઓ એકાંત સ્થળ વધારે પસંદ કરતા હોવા જોઇએ. શત્રુંજય, ગિરનાર, તળાજા, આબુ પર્વત, તારંગા વગેરે સ્થળોએ તેઓએ એવી સારી જગા પસંદ કરી છે કે જયાં ચોમાસાનું પાણી ન ભરાય. એનાં બાંધકામ એવાં તો મજબૂત કર્યા છે કે કુદરતની અડચણોની સામે તેઓ ઘણાં વર્ષોથી ટક્કર મારી રહ્યાં છે.' જૈન દેહરાની રચનામાં - પ્લાનમાં પદ્માસનસ્થ તીર્થકરોની મૂર્તિવાળું ‘વિમાન' હોય છે, જેના પર પિરામિડના આકારનું શિખર ચઢાવવામાં આવે છે. આગળના ભાગમાં થાંભલાવાળો મંડપ હોય છે અને તેના પર આડા ળો ઘુમટ ચઢાવાય છે. આ ઘુમટ ચોરસપર અષ્ટકોણમાં મુકાયેલા પહેલા થરપરથી ગોળાકારમાં થતાં થતાં મથાળે મધ્યમાં ભેગો થાય છે, જ્યાંથી એક લોલક કરી નાંખવામાં આવે છે. આ ઘુમટને ટેકવનારા થાંભલા ઉપરાંત ચોકડી આકારના થાંભલા વધારાના મૂકીને મંડપ મોટો કરે છે. આટલું મુખ્ય દહેરૂં. ક્યાંક કયાંક મુખ્ય દહેરાની આસપાસ નાની નાની દહેરીઓ (દેવકુલિકાઓ) હોય છે. આવાં દહેરાંઓ ગિરનાર અને આબુપર છે. મંડપ પરના શિખરમાં માળ બનાવવામાં આવે છે-તે ત્રિકોણાકારમાં ઉભો થાય છે, બાજાઓ જરાક ગોળ હોય છે. તેમાં પણ આડા થરો મૂકેલા છે. બહારની રેષા અંદરની રેષા સાથે સમાન્તરજ લેવામાં આવે છે. મંડપપરનાં ઘુમટો ભાગ્યે જ ૩૦ ફૂટથી વધારે વ્યાસના હોય છે. આ શિખરો અને ઘુમટો આડા થરોનાં હોઈ કોઈપણ જાતના આઘાત તેના પાયાની બહાર પડતા નથી. તેથી તે ઘણાં વરસો લગી ટકી રહે તેવાં હોય છે. મંડપના થાંભલાઓ ઘ લિાઓ ઘણા જુદી જુદી જાતના હોવા છતાં દરેક સારા આકારના હોય છે. તેના પરનું શરૂ ચાર ર બાજા ટેકાવાળું (bracketted) હોઇ ઉપર આવતા પાટડાનો ભાર સારી રીતે ઝીલી શકે તેવું હોય છે નકશીકામમાં જૈન દહેરાંઓ સૌથી ચઢે તેવાં છે. ભૌમિતિક આકારો, વેલ, પૂતળાં વગેરે આ પદ્ધતિમાં ઘણાં જોવામાં આવે છે. આપણામાં સ્વતંત્ર પૂતળાં-કામ ભાગ્યે જ જોવામાં આવે છે. મૂર્તિઓની પછવાડે કાંઇક ઓઠીંગણટેકણ જેવું દરેકમાં જોવામાં આવે છે. અસલની મૂર્તિઓમાં જે ગાંભીર્યભાવ આપણને પ્રતીત થાય છે. તે હવેની પ્રતિમા પર નથી આવતો અને તેટલે અંશે હવેની તે કળા અધોગતિ પામેલી છે. વળી આ તીર્થકરોને ઓળખવાને માટે ચિન્ડોલાંછનો પણ નિશ્ચિત કરેલાં છે. હાથી, ઘોડા, વરઘોડા વગેરે આ પદ્ધતિમાં ઘણું બતાવવામાં આવ્યું છે. ઉપરની ખાસીયતો (peculiarities) જરા અપવાદરૂપ પણ નવીનતાવાળાં શત્રુંજય પરનાં જૈન મંદિરો છે. ત્યાંનાં કેટલાંક દહેરાં (સન) ૧૧ મા સૈકા જેટલાં જૂનાં છે. ૧૪-૧૫ સૈકામાં મુસલમાનોના ઝપાટામાં જો આ ન આવ્યાં હોત તો આપણને તેમાં ઘણું જોવાનું મળી શકત, તો પણ ૧૬ સૈકાના છેલ્લા અડધમાં જૈન લોકોએ ત્યાંનાં કેટલાંક દહેરાંઓ ફરીવાર ચણાવ્યાં; ત્યારથી મંદિરો થવા લાગ્યાં તે ઠેઠ અત્યાર સુધી થયાં. તેમાં પણ ૭૦ વરસોમાં પુર જોસમાં બંધાયાં છે, પણ આ પછવાડે બંધાવેલાં માંથી મૂર્તિકામના કેટલાક અવયવો બહુ સારા નથી થયા. (પાઠક-સુરત ગુ. સા. ૫ રીપોર્ટ) ગિરનાર દરિયાની સપાટીથી લગભગ ત્રણ હજાર ફૂટ ઉંચો છે. ત્યાં જૈનોનાં દહેરાંમાં નેમિનાથજીની ટૂંક પહેલાં આવે છે. તેના જીર્ણશીર્ણ કાષ્ઠમય દહેરાનો ઉદ્ધાર સજ્જનમંત્રીએ કર્યો સં. ૧૧૮૫ (પારા ૩૦૬). ત્યાં એક નષ્ઠ સંવતૂવાળો લેખ છે કે જે Antiquities of Kathiawar પૃ. ૧૫૯માં છપાયો છે. તે લેખ મેં યાત્રાએ જતાં મહેનત કરી ઉતારી લીધો છે. તેમાં જણા वंशेऽस्मिन् यदुनामकाबरपते रभ्युग्रशौर्यावले रासीद्राजकुलं गुणौघविपुलं श्रीयादवख्यातिमत् ॥ अत्राभून्नृप मंडलीनतपदः श्रीमंडलीक: क्रमात् प्रासादं गुरु हेमपत्रततिभि र्योचीकरन्नेमिनः ॥ ९ ॥ એટલે કે યદુવંશમાં મંડલીક નામનો રાજા થયો. તેણે નેમિનાથનો પ્રાસાદ તેમના પતરાંઓથી બંધાવ્યો. (આ ય છે છે . કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy