SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના એક પ્રતિનિધિ તરીકે જનાર જૈન ગ્રેજ્યુએટ વીરચંદભાઈનું જીવન પણ ટૂંકમાં છતાં અન્ય કરતાં વિશેષ પ્રમાણમાં આપવામાં આવ્યું છે, કે જેથી તેનું અનુકરણ હાલના જૈન ગ્રેજ્યુએટો પોતપોતાની રીતે યથામતિ જરૂર કરે. આત્મારામજીના શિષ્ય-પ્રેરિત તરીકે તેમના ચિત્ર પાછળ જ વીરચંદભાઇનું ચિત્ર મૂકેલ છે. પર. દાનવીર શેઠ પ્રેમચંદ રાયચંદ ૫૩. મુંબઈ યુનિવર્સિટીને પ્રેમચંદ શેઠની બક્ષીસ રાજબાઈ ટાવર. -પ્રેમચંદશેઠની વિખ્યાતી હિન્દ તેમજ હિન્દ બહાર ઘણી છે. કીર્તિના લોભ વગર અઠંગ વેપાર ખેલી મેળવેલાં નાણાની કેળવણી માટે તેમજ બીજી અનેક ઉપયોગી સખાવતોમાં સવ્યય કરેલ છે અને કોઇપણ સરકારી ‘ટાઈટલ'-પદવીની ભૂખ રાખી નથી. તેમની સખાવતોમાં કેટલીક તો વ્યાપક-સાર્વજનિક હતી. આવી સખાવતો પૈકી એક રાજબાઇ ટાવર છે કે જેમાં રાજબાઇ તે પોતાના માતુશ્રીનું નામ છે. હાલ કેટલાક રાજાબાઈ નામ કહે છે તે ભૂલ છે. શેઠ ને તેમની સખાવતો સંબંધી પારા ૧૦૧૯-૨૦માં જણાવી દીધું છે. ૫૪ અધ્યાત્મી ફિલસુફ રાયચંદ કવિ ૫૫ મહાત્મા મોહનદાસ ગાંધી –રાયચંદભાઈ “કવિ' તરીકે ઓળખાતા કારણ કે અતિશય નાનપણથી કવિતા રચતા. પણ પછી કવિતા કરવાનું મૂકી દઈ અધ્યાત્મ અને ફિલસુફીમાં ઉંડા ઉતરી અનેક આત્માઓના ઉપકારક થયા તે પૈકી એક મહાત્મા મોહનદાસ ગાંધી છે કે જેમની ખ્યાતિ આખા જગતુમાં અત્યારે તેમના વિદ્યમાનપણામાં જ થઈ ગઈ છે. ગાંધીજીએ જે રાયચંદ ભાઇના સંબંધમાં લખ્યું છે, કહ્યું છે તે ટૂંકાવી આ ગ્રંથમાં મૂકયું છે. મારો પોતાનો એક પણ શબ્દ જ્યારે બીજાના સંબંધમાં બનતાં સુધી નથી લખ્યો ત્યારે રાયચંદભાઈ સંબંધી તો ખાસ બિલકુલ નથી લખ્યો. આથી બંનેનાં ચિત્રો એકની પાછળ બીજાં એમ મૂકેલાં છે. પ૬ રાય બદ્રીદાસે કરાવેલ જૈનમંદિર, કલકત્તા. -કાલાનુક્રમે છેલ્લામાં છેલ્લું સં. ૧૯૦૩માં પૂરું થયેલ અમદાવાદનું પ્રસિદ્ધ હઠ્ઠીસિંહનું મંદિર છે કે જેનું ચિત્ર તથા તેનો પરિચય આમાં કરાવેલ છે. ત્યારપછી થયેલાં નવાં મંદિરોમાં કલકત્તાનું રાય બદ્રીદાસ મુકીને કરાવેલું મંદિર સુપ્રસિદ્ધ છે કે જે કલકત્તામાં એક જોવાલાયક ચીજ ગણાય છે. આ રાય બદ્રીદાસ શ્રી જૈન છે. કોન્ફરન્સ (પારા ૧૦૫૮)ની બીજી મુંબઈની સ્મરણીય બેઠકના પ્રમુખ હતા. ૫૭. “જૈન”ના આધતંત્રી સ્વ૦ ભગુભાઈ ફતેચંદ કારભારી –સગત ભગુભાઈના સાક્ષાત્ પરિચયમાં હું આવેલ છું. ને તેમની અનેક હકીક્તોની મને માહિતી છે તે અત્રે મૂકી શકાઈ નથી. સ્થાનાભાવે જાહેર સેવા માટે તેમણે જે ભોગ આપ્યો ને “જૈન” નામનું પ્રથમ અઠવાડિક પત્ર કાઢી એક મોટું વિચારવાહન પૂરું પાડવામાં પહેલ કરી તેનું માત્ર દિગ્દર્શન પારા ૧૦૫૭ માં કરાવ્યું છે. તેમનું ખરું અને વિસ્તૃત જીવનચરિત્ર લખવાની જરૂર છે. ૫૮ ગિરનાર પરનાં જૈન મંદિરોનું વિહંગાવલોકન ૫૯ આબુપરનાં જૈન મંદિરો–વિમલવસતિ વગેરેનું વિહંગાવલોકન. –શત્રુંજય, ગિરનાર અને આબૂ એ શ્વેતામ્બર જૈનોનાં ગુજરાતમાં પ્રસિદ્ધ મહાતીર્થો છે. શત્રુંજય પરનાં મુખ્ય આદિનાથ મંદિર અને અન્ય જૈનમંદિરોનું વિહંગાવલોકન આપણે સપરિચય કરી ગયા છીએ. રા. પાઠક લખે છે કે ઘણેભાગે જૈનલોકો વેપારી જ હોય છે. ગુજરાતમાં તેમની સંખ્યા ઘણી છે અને તેથી કરીને ગુજરાતના સ્થાપત્યપર તેમની સ્થાપત્ય શૈલીની અસર બહુ થઈ છે. દક્ષિણ અને ઉત્તરના હિંદના ચાલતા સ્થાપત્યમાં તેઓએ કેટલોક સુધારો કર્યો છે અને પછી તો તેમના બહોળા ફેલાવાથી તે કાયમ થઈ ગૂજરાતમાં હિંદ મિશ્રિત પદ્ધતિ સ્થપાઈ. આબૂપરનાં અને ગિરનાર પરનાં તેમનાં દેવળો પર નજર કરીશું તો તે આપણને લાંબા અનુભવ પછીનાં અને નાના નાના અવયવોથી પૂર્ણ થયેલાં માલુમ પડશે. આટલી કક્ષાએ પહોંચ્યા પછી તે પદ્ધતિ વધારે કોતરકામવાળી થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy