SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૫ ૪૬ હઠીસિંહનું દેહેરું-અમદાવાદ સં. ૧૯૦૩ પારા ૯૯૧ -શેઠ હઠીસિંહની છબીની પાછળ તેમના દેહેરાનો આ બ્લોક મૂકયો છે તે જે પુસ્તકનો ઉલ્લેખ સાદડીનું જૈન મંદિર એ નામના ચિત્રનો પરિચય આપતાં કરેલ છે તેમાંથી એટલે સન ૧૮૬૬માં એટલે લગભગ તે બંધાયા પછી વીશેક વર્ષે લીધેલો તેમાં પ્રસિદ્ધ થયો છે તે પરથી લીધેલ છે. આ આવૃત્તિમાં નવો ફોટો મુક્યો છે.} તેમાં જેઈમ્સ ફર્ગ્યુસન લખે છે કે - “જે મંદિર શેઠ હઠીસિંહે લગભગ વીસ વર્ષ પહેલાં કર્યું હતું તે ધર્મનાથ નામના તીર્થકરનું છે, તેનો નકશો-પ્લાન આબુ પર્વત પરના ઓછામાં ઓછા ૧૧ સૈકા જેટલા જાનાં મંદિરોમાં ગ્રહણ કરેલી ગોઠવણો પર લીધેલો છે કે જે ગોઠવણો હજુ સુધી ચાલી આવેલી છે. આ બધાં દેવાલયોની રચના મુખ્યપણે એવી હોય છે કે નીચે ચોરસના પાયાવાળું વિમાન હોય છે. અને તેમાં મૂલનાયકની મૂર્તિ બેસાડવામાં આવે છે. કોઈ વખત આવાં ત્રણ વિમાન હોય છે. જેમ આ હઠીસિંહના દેહેરામાં છે તેમ, ને કોઈ વખત ચાર જેમ સાદડીના જૈન મંદિરમાં છે તેમ હોય છે. તેના પર ખાસ વિશિષ્ટ પ્રકારનું શિખર' કરવામાં આવે છે કે જેમાં જૈનોએ છેલ્લાં આઠ શતકો દરમ્યાન ભાગ્યે જ ફેરફાર કરેલ છે. આની પાસે આગળના ભાગમાં એક કે એકથી વધારે મંડપો હોય છે. આ દેહેરામાં મુખ્ય મંડપને બે માળ છે અને તેની આગળ પાછો એક ખુલ્લો મંડપ છે કે જે પર ઘુમટ ૧૨ સ્તંભોના ટેકાવાળો છે. આટલું તો દરેક દેહરાસરને હોય જ. પણ આ દહેરામાં જેમ આબુ, સાદડી અને જ્યાં જયાં દેહરાસરને પૂર્ણ થઈ જાય ત્યાં આખા મંદિરની આસપાસ નાની દહેરીઓની હાર હોય છે કે જે ૨૪ પૈકી અમુક અમુક તીર્થકરની મૂર્તિ હોય છે, અને કોઈ દાખલામાં એકમાં ચોવીસેની હોય છે. આબૂ પર દરેક દહેરી શ્વેત આરસમાં bas-reliefs એટલે બહાર થોડુંક ઉપસી આવેલા કોતરકામ-પ્રતિચ્છાયાથી વિભૂષિત હોય છે, કે જેમાં તીર્થકરના જીવનપ્રસંગો ચિન્નેલ હોય છે, અને સાંપ્રત કાલમાં ઓછામાં ઓછું એટલું તો સામાન્ય રીતે હોય છે કે આની દેહેરીઓ પર શિખરો હંમેશ જેવાં બંધાવવામાં આવે છે. આથી બહારના વંડાને એક જાતની ભવ્યતા આવે છે અને સાથે અર્થનો ભાવ આવે છે કે જે ભાગ્યે જ બીજી જાતના શિલ્પકામમાં જોવામાં આવશે અને આખી ગોઠવણી મુખ્ય લક્ષણો સુધી પ્રસન્નતા આપે છે અને વિવિધ ભાગોની ગૌણતામાં મહાનું કૌશલ્ય દેખાડે છે. મંદિરના મુખડાના આ વંડાના મુખ્ય અગ્રભાગની વચમાં બહારનો દરવાજો છે.” આ મંદિર સંબંધી પ્રતિષ્ઠા લેખમાં જણાવ્યું છે કે “તે હઠિસિંહ શેઠે બંધાવ્યું. તે બાવન જિનાલયવાળું છે. ળ ને ત્રણ શિખર છે, બે રંગમંડપો છે. એવા એ મનહર મંદિરની અંદર શાંતિસાગર સૂરિના હાથે પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરાવી. હઠિસિંહ શેઠ સ્વર્ગસ્થ થયા ત્યારે તેમની સ્ત્રી હરકુંઅરે આ મંદિર વગેરેનું બાકીનું સઘળું કામ પૂરું કરાવી તેનો પ્રતિષ્ઠા-ઉત્સવ ઘણા ઠાઠમાઠ અને ખર્ચથી ઉજવ્યો હતો. તેણી જોકે સ્ત્રી હતી પરંતુ પુરૂષો પણ ન કરી શકે એવાં તેણીએ કામ કર્યા હતાં. આની પ્રશસ્તિ સલાટ રહેમાનના પુત્ર ઇસફે કોતરી હતી. આ દહેરાનો સલાટ મુસલમાન હતો એ બિના આથી સ્પષ્ટ થાય છે. (જુઓ જિ૦ ૨, નં. ૫૪૬) ૪૭ સં. ૧૯૦૩ના હઠીસિંહના દહેરાનો બહાર નો દેખાવ. અમદાવાદ. ૪૮ હઠીસિંહના મંદિરનું દ્વાર. ૪૯ તે મંદિરનો અંદરનો ભાગ. આ ત્રણે ચિત્રો ઉપર પરિચય જે હઠિસિંહનાદહેરાનો આપ્યો છે તેને લગતાં છે એટલે વિશેષ કહેવાની જરૂર નથી. ૫૦ શ્રી આત્મારામજી-(વિજયાનંદ સૂરિ). ૫૧ વીરચંદ રાઘવજી ગાંધી B.A. પારા ૧૦૧૪-૧૮ -આ આચાર્યનો ઉપકાર ગુજરાતના અને ખાસ કરી પંજાબના જૈન છે. મૂ. સમાજ પર અમાપ છે. તેઓ હમણાં થોડાં વર્ષો પહેલા થઈ ગયા તેથી તેમનું જીવનવૃત્તાંત વિશેષ મળી આવે છે, અને તેનો સાર જરા કંઈક વિશેષ એક અર્ધા પ્રકરણ જેટલા પ્રમાણમાં આ ગ્રંથમાં જાણી જોઈને આપેલ છે. જુઓ વિભાગ ૭ પ્રક. ૭ પારા ૧૦૦૪ થી ૧૦૧૩ ઉપર્યુક્ત શ્રી આત્મારામજીની પ્રેરણાથી તેમનું સ્થાન યથાશક્તિ લેવા માટે શિકાગોની વિશ્વ ધર્મપરિષહ્માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy