SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ૪૩ શત્રુંજય પરનાં જૈન મંદિરો ૪૪ શત્રુંજય પર શેઠ મોતીશાની ટૂંક -શત્રુંજય પરનાં મંદિરનું આ ચિત્ર હમણાં લીધેલું છે. જ્યારે સન ૧૮૬૬માં લીધેલું ચિત્ર ‘શત્રુંજય પરનાં જૈન મંદિરોનું વિહંગાવલોકન'એ નામથી અગાઉ અપાઇ ગયું છે; તેના પરિચયમાં જણાવેલી મુખ્ય મંદિર સિવાયની આઠ ટૂંકો છે તે આ પ્રમાણે (૧) ચોમુખજીની—તે બે વિભાગમાં છે—બહારનાને ‘ખરતર વસતિ’ અને અંદરનાને ‘ચોમુખ-વસહિ’ કહે છે. આ પર્વતના સૌથી ઉંચા ભાગ પર છે. ચોમુખ એટલે ચતુર્મુખ-ચારે બાજુ મૂર્ત્તિવાળો ચાર દ્વારવાળો પ્રાસાદ, તેમાં આદિનાથની ચાર મૂર્તિ છે. અમદાવાદના સોમજી પુત્ર રૂપજીએ સં. ૧૬૭૫માં તે વસહી બંધાવી (પારા. ૮૪૬) ‘ખરતરવસહી’ સંબંધી મારી ઐતિહાસિક નોંધ માટે જાઓ જૈનયુગ પુ. ૪ પૃ. ૫૨૩ (૨) છીપાવસહીની છીપા એટલે ભાવસાર લોકોએ બંધાવેલી-તેમાં ૩ મોટાં મંદિર ને ૪ નાની દહેરી છે. સં. ૧૭૯૧ (પારા ૯૮૫) (૩) સાકરચંદ પ્રેમચંદની-તેમાં ત્રણ મોટાં દહેરાં ને બાકીની નાની નાની દહેરીઓ છે. સં. ૧૮૯૩ (પારા ૯૯૧) (૪) ઉજમબાઇની-નંદીશ્વર દ્વીપની. ઉજમબાઇ તે અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇની ફઇ. ભૂતલ ઉપર નાનાં નાનાં ૫૭ પર્વત-શિખર સંગેમરમરનાં છે ને તે દરેક પર ચોમુખ પ્રતિમા મૂકી છે. આનાં શિખરોની ચોતરફ સુંદર કારીગરીવાળી જાળી લગાવી છે. (પારા ૯૮૬) આ સં. ૧૮૯૬માં બની. (૫) હેમાભાઇની-અમદાવાદના નગરશેઠ હેમાભાઇએ સં. ૧૮૮૨માં કરાવેલ ચાર મંદિર ને ૪૩ દહેરીઓ (પારા ૯૮૬), (૬) પ્રેમાભાઇ મોદીની-તે પણ અમદાવાદના વાસી અને મહા ધનિક હતા. તેમણે છ મંદિર ને ૫૧ દહેરીઓ બનાવી. (૭) બાલાભાઇની-નાનાં મોટાં અનેક મંદિર સં. ૧૮૯૩ (પારા ૯૯૧) (૮) મોતીશાહ શેઠની ટુંક કે જે માટે નીચે તથા પારા ૯૯૧માં જાઓ. દરેક સંબંધી વિશેષ જાણવાના ઉત્સુકે શ્રી જિનવિજય સંપાદિત શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધમાં તેમનો ઉપોદ્ઘાત જોવો. મોતીશા મૂળ સુરતના ઓસવાલ, પછી તેમણે મુંબઇ રહી એક જબરા વ્યાપારી તરીકે ઘણું ધન મેળવ્યું. તેમણે તેનો વ્યય અનેક સખાવતોમાં ને શત્રુંજય પર પોતાની ટુંક બાંધવામાં કર્યો, જ્યારે તેમના ભાગીઆ અને મિત્ર અમદાવાદના હઠીસિંહ કેસરીસિંહે ત્યાં એક મોટું બાવન જિનાલય બાંધ્યું. શત્રુંજયનાં બે શિખરો હતાં કે જે જૈન મંદિરોથી વિભૂષિત હતાં તેની વચ્ચે મોટી ખાઇ હતી તેને કુંતાસરની ખાડ કહેવામાં આવતી. મોતીશાહે તેમના ઉક્ત મિત્ર હઠીસિંહને કહ્યું કે આ ખાડ ખટકે છે તો તે પૂરી તે પર ટૂંક બનાવું એમ દિલમાં થાય છે. હઠીસિંહે કહ્યું ‘મોટા રાજા અને મંત્રીઓ પૂર્વે તે કાર્ય ન કરી શકયા તો તમારૂં શું ગજું ?” મોતીશાહે હસી જણાવ્યું ‘ધર્મ પ્રભાવથી તે ખાડને હું પૂરી શકું.’ ત્યારથી ખાડ પૂરવાનું કામ ચાલુ થયું. તે પૂરૂં કરી તે પર લાખો રૂ. લગાવી બહુ ભવ્ય અને સાક્ષાત્ દેવવિમાન જેવું મંદિર કરાવ્યું. તે મંદિરની ચારે બાજુ શેઠ હઠીસિંહ, દીવાન અમરચંદ દમણી, મામા પ્રતાપમલ્લ આદિ પ્રસિદ્ધ ધનિકોએ પોતપોતાનાં મંદિર બંધાવ્યાં, ને તે બધાં આસપાસ કોટ કરાવ્યો. મંદિરોનું કાર્ય પૂરૂં થવા આવ્યું હતું ત્યાં મોતીશાનો દેહાન્ત થયો એટલે તેમના પુત્રખીમચંદે સંઘ કાઢી યાત્રા કરી તેમાં પ્રતિષ્ઠા સં. ૧૮૯૩માં કરાવી. સંઘ મોટો હતો, બાવન ગામના સંઘ જનો આવ્યા હતા. કહેવાય છે કે આ ટુંકમાં એક કરોડથી અધિક ખર્ચ થયો. લગભગ ૧૬ મંદિર ને સવાસો દહેરીઓ આ ટુંકમાં થઇ. જાઓ પારા ૯૯૧. ૪૫ શેઠ હઠીસિંહ કેસરીસિંહ-અમદાવાદ સ્વ. સં. ૧૯૦૧ (પારા ૯૯૧) –આ ઓસવાલ શેઠનું મંદિર અમદાવાદમાં પ્રસિદ્ધ છે કે જેના ફોટાઓ આમાં આપેલ છે. તેમનો પહેરવેશ બતાવે છે કે કેવી પાઘડી બાંધવામાં આવતી, વળી કડિયું લાંબી બાંયનું અને કેડ સુધીનું વચમાં કસવાળું પહેરવામાં આવતું. ઉપર શાલ ઓઢવામાં આવતી. તેમના સંબંધી પૂરો ઇતિહાસ મેળવવાના જિજ્ઞાસુએ વીરવિજય નિર્વાણરાસ (જૈન ઐ. ગૂર્જરકાવ્યસંચય પૃ. ૯૮), વીરવિજય કૃત હઠીસિંહની અંજન શલાકાનાં ઢાળીયાં-૬ ઢાળમાં સં. ૧૯૦૩ જોવાં. તેમની પત્ની હરકુંઅર શેઠાણી બહુ નામી અને બુદ્ધિશાળી હતા. શેઠાણીએ મંદિર-પ્રતિષ્ઠા કરાવી સિદ્ધાચલ ગિરનાર સંઘ કાઢી અનેક સુકૃત્યો કરી ભારે નામ કાઢ્યું હતું. હઠીસિંહ શેઠની ઓળખાણ તેમના ઉક્ત મંદિરના પ્રતિષ્ઠાલેખમાં આપેલ છે કે ઓસવાલ નિહાલચંદ પુત્ર ખુશાલચંદને માણકી ભાર્યાથી થયેલ કેશરીસિંહના બાઈસુરજથી થયેલ પુત્ર હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy