________________
૫૫૪
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એટલા બ્રાહ્મણ સાહિત્યમાંથી મળવા મુશ્કેલ થશે. તદુપરાંત આપણા લોકસાહિત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ જૈન સાહિત્યનો અભ્યાસ બહુ મદદગાર થઈ પડે એમ છે. વસ્તુતઃ ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જૈન ઐતિહાસિક ગ્રંથો પરથી સ્વર્ગસ્થ ફોર્બસે રચ્યો હતો; અને ગુજરાતના ઇતિહાસનો સુવર્ણ યુગ સોલંકી વંશ વિષે મહત્વની અને પ્રમાણભૂત માહિતી આજે માત્ર જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે.
આ વિષય પર ખાસ ભાર મુકવાનું કારણ એટલું છે કે આપણે જૈનસાહિત્ય બરોબર વાંચવું વિચારવું ઘટે છે.
આગાઉ તે માટે પુરતી સગવડ ન હતી; છતાં છેલ્લી વીસીમાં એ દિશામાં ઘણું પ્રારંભિક કાર્ય થયું છે. અને કેટલાક કિંમતી પુસ્તકો પ્રસિદ્ધિ પામ્યા છે. શ્રી યુત મોહનલાલ દલીચંદ દેસાઈએ તૈયાર કરેલી જૈન કવિઓની સૂચીઓ ભા.૧ અને ૨ હમણાં બહાર પડ્યાં છે તે જોતાં જનસાહિત્ય કેટલું બધું ખંડાયેલું અને વિસ્તૃત છે, એનો સહજ ખ્યાલ આવે છે; અને સુપ્રસિદ્ધ ઓફેટના કેટલોગની પેઠે જૈનસાહિત્યના અભ્યાસ માટે આ સૂચીઓ ગૂજરાતી સાહિત્યના પ્રેમીને કાયમ ઉપયોગની થઇ પડશે એ નિઃસંદેહ છે અને તેનાં કિંમતીપણા વિષે એ પુરતું પ્રમાણપત્ર છે. પ્રસ્તુત સૂચીની પ્રસ્તાવના રૂપે જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ તેઓ લખી રહ્યા છે. તેની આપણે આતુરતાપૂરર્વક રાહ જોઇશું. આવું ભગીરથ અને મુશ્કેલ કાર્ય અનેક પ્રકારના શ્રમ સેવીને પૂરું કરવા બદલ અમે શ્રીયુત ભાઈ મોહનલાલને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. એ યાદીઓ તૈયાર કરીને એકલા જૈનસમાજની નહિ પણ વાસ્તવિક રીતે ગુજરાતી સાહિત્યની અપૂર્વ સેવા એમણે કરી છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org