SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૩ ૫૯૪માં આપવામાં આવેલ છે કે જે સમાલોચક મહાશયની દૃષ્ટિ બહાર રહી ગયેલ છે. ખોજ પૂર્ણ દૃષ્ટિ ડાલી હૈ દ્વિતીય ભાગ મેં આપને ૧૯ વીં શતાબ્દી કે કવિયોં ઔર ઉન કી રચનાઓ કા પરિજ્ઞાન કરાયા હ આપકે ઇસ પ્રશસ્ય કાર્ય સે જૈન સાહિત્ય કી શ્રોતા સુરક્ષિત એવું પરિવર્ધિત હુઈ હૈ તથા સાથ હી ગુજરાતી સાહિત્ય કો ભી અચ્છા પ્રકાશ મિલા હૈ ! આપકી યહ સાહિત્ય સેવા વિશેષ સરાહનીય હૈ હમ આપકી ઇસી ગ્રંથ કે તૃતીય ભાગ કો લિખકર અન્ય મુનિવરો વ વિદ્વાનોં કી કૃતિયોં કો પ્રકાશિત કરને કા સદિચ્છા કા સાદર સ્વાગત કરતે હૈ ! આશા હૈ કિ આપ ઉક્ત ગ્રંથ કે સીધ પ્રકાશિત કર ઉત્કષ્ઠિત સાહિત્યસેવિયોં કી આનંદવૃત્તિ કરેંગે ! ઉકત ગ્રંથ કો નમૂના સ્વરૂપ રખતે હુએ હમ અપને હિન્દી વ સંસ્કૃત ભાષા વિદ્વાનોં સે ભી ઈસ પ્રકાર સે ઉક્ત ભાષાઓ કે કવિયો વ ઉનકી કૃતિયોં કે પરિચય સ્વરૂપ ગ્રંથ લિખને કી સાગ્રહ પ્રાર્થના કરતે હૈ ! ૨૦. રા. ચુનીલાલ વર્ધમાન શાહનો “સને ૧૯૩૦ તથા ૧૯૩૧ના ગુજરાતી સાહિત્ય ઉપર દૃષ્ટિપાત” એ નામનો નિબંધ અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ ૧૦-૪-૩૫ને રોજ પ્રકટ કર્યો છે તેમાં પૃ. ૧૧ પર જણાવેલું છે કે - જૈનોનું જુનું કવિતાસાહિત્ય સંશોધન અને પ્રકાશનમાં આગળ ગતિ કર્યું જાય છે, પરન્તુ તેમાં ભાષા કે અભ્યાસની દૃષ્ટિ કરતાં વિશેષ તો સાંપ્રદાયિક દૃષ્ટિ હોય છે. અભ્યાસકોને જૈન કવિતાસાહિત્ય તરફ અંગુલીનિર્દેશ કરે તે પ્રકારનો સ્તુત્ય પ્રયાસ “જૈન ગુર્જર કવિઓ” ના બે ભાગોમાં આપણે જોઈએ છીએ. આ બેઉ ભાગોમાં વિક્રમની ૧૩મી સદીથી ૧૮મી સદી સુધીના જૈન કવિઓની કૃતિઓની-તેમાંની વાનગી (?) સહિત-વિસ્તૃત સૂચી આપે છે. લગભગ ૫૦૦ જૈન કવિઓની અને તેમની કૃતિઓની માહિતીનો આ ભંડાર છે. તત્સમયનાં જૈન અને જૈનેતર લેખકોની ગદ્યપદ્યની ભાષામાં જે અંતર દેખાય છે તે અંતરનું સ્વરૂપ અને તેનાં કારણો નિશ્ચિત કરવામાં જૈન સાહિત્ય પક્ષે આ ગ્રંથ અને શ્રી. જિનવિજયજીએ સંપાદિત કરેલો “પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભમાં મદદગાર થાય તેમ છે. તેમાં જૈન મુનિઓએ જૂની ગુજરાતીમાં લખેલી ગદ્યકથાઓ તથા ઈતર વિષયો સંગ્રહેલા છે.” ૨૧ બુદ્ધિપ્રાકશ ૧૯૩૨ના ડીસેંબર માસના અંકમાં જૈન ગુર્જર કવિઓના બંને ભાગ માટે પ્રાકશે છે કે: ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીને જૈન સાહિત્ય અવગણવું પરવડે એમ નથી; અને જેટલો એના અભ્યાસ પ્રતિ પ્રમાદ સેવાય છે એટલો તે ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસ અને અભિવૃદ્ધિમાં અંતરાયરૂપ થાય છે. અમારા સમજવા પ્રમાણે ગુજરાતી ભાષાનું પ્રાથમિક સાહિત્ય જૈન ગ્રંથોમાંથી મુખ્યત્વે મળી આવે છે; અને તેનું પૂર્વરૂપ અપભ્રંશ એના ગ્રંથો જેટલા જૈન સાહિત્યમામંથી આજે ઉપલબ્ધ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy