SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૧ આટલી ટીકા કર્યા છતાં, ૧૮૦ જૈન કવિઓને પીછાનીને ૪00 કૃતિઓ સંશોધીને આ લગભગ ૬૦૦ પાનનું પુસ્તક યોજવા માટે અમે ભાઈ મોહનલાલની સંશોધકવૃત્તિને ધન્યવાદ આપીએ છીએ. ૧૭. કૌમુદીના વિદ્વાન તંત્રીશ્રી વિજયરાય ૧૯૩૧ સપ્ટેમ્બર માસના અંકમાં (પૃ. ૨૬૭) જણાવે જૈન કવિઓ વિશેના આ બીજા ભાગમાં સંગ્રાહકે દીર્ધાદ્યોગ અને પરિશ્રમ પૂર્વક ૧૮ મી સદીના ૧૭પ થી ૨૦૦-૨૨૫ કવિઓનાં નામ, સાલ, કૃતિ નામ તથા કૃતિના આદિઅંત વિશેની સવિસ્તર માહિતી ગુજરાતમાંના મુખ્ય જૈન ભંડારોમાંની હાથમતોને આધારે એકત્રિત કરીને આપણા મધ્યકાલીન ભાષા સાહિત્યના અભ્યાસકો પર મહદુપકાર કર્યો છે. આ ગ્રંથમાં ત્રણ (કવિ, કૃતિ ને સાલની) અકારાદિ અનુક્રમણીઓ છે, તે આવા (અનુક્રમણી જેવા) નાના દેખાતા વિષયમાં પણ આપણા શાસ્ત્રીય લેખકોની વધતી જતી કર્તવ્યનિષ્ઠાનાં સુચિન્હો છે. ૧૮. શિક્ષણ અને સાહિત્ય-‘નવજીવન’ નામના પ્રસિદ્ધ સાપ્તાહિક સાથે પ્રકટ સાથે પ્રકટ થતી “શિક્ષણ અને સાહિત્ય' નામની પૂર્તિ તા. ૧૩ મી સપ્ટેમ્બર, ૧૯૩૧ના અંકમાં “નવું વાચન' એ મથાળા નીચે પૃ. ૨૪ પર વ્યક્ત કરે છે કે - વિક્રમની તેરમીથી સત્તરમી સદીના જૈન ગૂર્જર કવિઓની કૃતિઓના સંગ્રહગ્રંથનો આ અઢારમી સદીની કૃતિઓવાળો બીજો ભાગ છે. આ સંગ્રહને માટે છૂટીછવાઈ પડેલી પોથીઓની શોધ પાછળ ને તેના સંક્લન પાછળ જે દીર્ધ અને સતત પરિશ્રમ પ્રયોજકે પોતાના વ્યવસાયી જીવનની સાથેસાથે કર્યો છે તે ધન્યવાદને પાત્ર છે. આમાં સંગ્રહીત કૃતિઓમાં કાવ્યગુણ ભલે ઝાઝો ન હોય, પણ ગુજરાતી ભાષાના ઘડતરનો ઇતિહાસ અને તેમાં જૈન સંપ્રદાયનો ફાળો જાણવામાં એની મદદ જરૂર થશે. મૂળ કૃતિઓને આધુનિક રૂપ ન આપતાં જેવી ને તેવી છાપી છે એ સારું કર્યું છે. જોડણી, પદચ્છેદ, અને પાઠોની કેટલીક ખાસ અશુદ્ધિઓ અવશ્ય સુધારવા જેવી છે. હરિભદ્ર અને ઉમા સ્વાતિ વિષે જે નવી અને વધારે પ્રમાણભૂત હકીકતો શોધાઈ છે તેનો પ્રયોજકે ઉપયોગ કરવો જોઇતો હતો. સ્વાતિને બલિસ્સહના શિષ્ય જણાવ્યા છે, તે વિષે વિદ્યાપીઠ પ્રસિદ્ધ કરેલા “તત્ત્વાર્થ સૂત્ર'માં આપેલા પરિચયનો ઉપયોગ જરૂર થઈ શકત. “તત્ત્વાર્થની પ્રશસ્તિમાં ઉમાસ્વાતિએ પોતાના ગુરુનું નામ ઘોષનન્દી શ્રમણ, પ્રગુરુનું નામ શિવશ્રી, તેમના વિદ્યાગુરુનું મૂલવાચક નામ ‘દ્રવ્ય પ્રકાશ ભાષા' છે. તેમાં “ભાષા' એ શબ્દ જ સામાન્યત હિંદી ભાષા જણાવવા માટે પૂરતો છે. તે ઉદા૦માં પહેલો દુહો છે અને બીજો આખા એક કવિતનો અર્ધો ભાગ છે. બીજું ઉદાહગરણ તે આગમસાર નામની ગદ્યકૃતિનું તેના લેખકે (લહિયાએ) મૂકેલું છેલ્લું પદ્ય કર્તા કે લેખકની, સ્થળ, રચનાસમય વગેરે હકીકત પૂરી પાડતા ઐતિહાસિક ભાગ તરીકે છેલ્લી પ્રશસ્તિ રૂપે છે. ભાષા પરથી તો ઝટ સમજી શકાય તેમ છે કે તે ગુજરાતી ભાષા નથી. પણ મારવાડી મિશ્રિત હિંદી ભાષા છે. ગુજરાતી ભાષાનો ઇતિહાસ રચવામાં આવાં હિંદીભાષાનાં પદ્ય વિભક્તિ આદિના પ્રત્યયો તેમજ બીજી અનેક બાબતોમાં અરસપરસ ભાષાની તુલના કરવામાં જરૂર સહાયભૂત થાય. તંત્રીજીની આટલી ટીકાથી એક વાત મને જરૂરની સમજાઈ કે હિંદી કૃતિઓ આવે ત્યાં “હિંદી' એમ લખી દેવું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy