SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૯ ઉપરનો-એ બંને પર તેમણે જે લખ્યું છે, પણ એ કે ગુજરાતી નથી અને વિશાલ આવી ભાષા હોય એ કોઈ માની શકે નહીં. અઢારમી સદી સુધી આવી ભાષા ચાલુ રહે, તેનું એક જ કારણ હોઈ શકે. સંપ્રદાયને લગતી કથાઓ, વિચારો, સિદ્ધાંતો લખતાં ને ફેલાવતા સંપ્રદાયની પરિભાષા વપરાય; ને તેને લીધે પરિભાષા સાથે પ્રાચીન સમયમાં જેવા શબ્દપ્રયોગો થયા હોય, તેજ ઉતારવાનું મુનિઓને સુઝે-અરે સુઝે નહીં, પણ લગભગ કંઠસ્થ હોય તેથી તેજ એની મેળે લખાઈ જાય. આવા જૈન સાહિત્ય પરથી પ્રાચીન ગુજરાતીની ઇમારત રચનારા કેવી ગંભીર ભૂલો કરે છે, તે સહેજે સમજી શકાશે આ અને તે ઉપરનો-એ બંને પારામાં જે વાત સાહિત્યના તંત્રી શ્રી લખે છે તે પોતાની અમુક માન્યતાને અનુલક્ષીને છે. પહેલા ભાગનું અવલોકન લેતાં તેમણે જે લખ્યું તે આ બીજા ભાગને અવલોકતાં તાજાં કર્યું છે તે માટે અત્યાર સુધી કંઈ પણ રદિયો આપવાનું મેં જરૂરી નથી ધાર્યું તેનું કારણ એ કે ગૂજરાતીના ઘડતરમાં જૈનોએ આપેલ ફાળા સંબંધી ત્રીજા ભાગની પ્રસ્તાવનામાં લખવા ધાર્યું છે, તેમાં તે યથાપ્રસંગે વિશેષ સ્પષ્ટતાથી અને વિશાલતાથી આપવામાં આવશે, છતાં અત્રે ટુંકમાં નિવેદન કરવાનું કે તંત્રી શ્રી રા. કાંટાવાલાએ મારૂં માનવા તરીકે જે લખેલ છે તે તો મારા ને તેમના મિત્ર સાક્ષર શ્રી અંબાલાલ જાનીનું માનવું છે. જાનીજીએ જ ત્રણ ભ્રમો ગણાવ્યા તેજ અક્ષરશઃ નોંધ્યા છે તે પૈકી ‘ત્રીજો ભ્રમ એવો છે કે જૈનો અને બ્રાહ્મણોનાં સાહિત્ય જુદાં જુદાં ખીલ્યાં હતાં' એમ કહી તે જાની મહાશય સાથે સાથે જણાવે છે કે-“પરંતુ સાહિત્યનો ઈતિહાસ લખાયા છતાં વિદ્વાનોએ તેમાં સાવધાની નહિ રાખવાની એ ભ્રમો થવા પામ્યા છે'-આ તેમનું અવતરણ જૈન ગૂર્જર કવિઓના પ્રથમ ભાગમાં જૂની ગૂજરાતીના ઇતિહાસના નિબંધમાં પૃ. ૩૨૦ પારા ૩૩૦ માં સ્પષ્ટ રીતે મૂકેલ છે : આમ છતાં “સાહિત્યકારે તેનું મારા પર આરોપણ કર્યું છે તે યોગ્ય નથી. હું તો એમ કહું છું કે તે બંને સાહિત્યો જુદાં જુદાં ખીલ્યાં હતાં, પણ જાદી જૂદી ભાષામાં નહિ બંનેની ભાષા સામાન્ય રીતે એક જ ચાલુ લોકભાષાની ગુજરાતી હતી.' આ વિધાનને આ બીજા ભાગથી જબરો ફટકો પડતો નથી, છતાં ‘પડશે' એમ કહી તેના સમર્થનમાં તંત્રીશ્રીએ જે ઉદાહરણ ટાંકેલ છે તે યોગ્ય લીધું નથી તેમજ તે પણ શુદ્ધ રીતે મૂકી શકયા નથી (તેમાં કદાચ પ્રેસદોષ પણ હોય). શુદ્ધ રૂપ આ પ્રમાણે છેઃનિધિ બાણ રિષિ શશિ (૧૭૫૯) વછરઈ X X X X ગાઉ મુનિ જસવાસ શ્રી ગચ્છ પરતરપતિ જય૩ X X શ્રી શાંતિ હરષ વાચક તણ૩, કહઇ X X આ ટાંકવાનું કારણ એમ અનુમનાય છે કે “વછરઈ, ‘ગાયલ', ‘તઉણ’, ‘કહઈ એને બદલે વછરેં, ગાયો, જયો, તણો, કહે-એમ જ જોઈએ એમ તેમનું માનવું છે. પણ નમ્રતાપૂર્વક કહીએ તો તંત્રીશ્રીને ઘણી હસ્તપ્રતોનો વિશાલ પરિચય હોય એમ લાગતું નથી. તે સૈકાની બ્રાહ્મણ કવિની પ્રતો મેળવી તેઓ જોશો તો તેમાં પણ બંને જાતનાં રૂપો મળી આવશે અને એક જ જાતની જોડણી નહોતી એમ પ્રતીત થશે. જૈન કવિઓની કૃતિઓની પ્રતોમાં પણ એક જ લેખક કે કર્તા જાદે જાદે સ્થળે એક જ કૃતિમાં લખતા. જે ઉદાહરણ લીધું તે રા. નરસિંહભાઈની પેઠે રચના સંવત્ દાખવતું લીધું વળી જે કવિનું ઉદાહરણ ટાંકયું છે તેજ જિનહર્ષની અભયકુમાર રાસ નામની કૃતિ લ્યો (પૃ. ૧૦૮), તેમાં ઈ, અને ઉના અંતવાળા પ્રયોગો પ્રાયઃ નથી દા.ત. રાજ કરે રાજા તીહરે, શ્રેણીક ગુણની શ્રેણ નિરમલ સમકત જેહનોરે, ચૂકવી નહિ કેણ ભગતિ કરે ભગવંતની રે, પૂજા કરે ત્રિકાલ. વીર વચન શ્રવણે સુણે રે, મિથ્યા મનથી ટાલ. મંત્રી સરસેહરો રે નામે અભયકુમાર પ્રથમ પૂત્ર રાજા તર્પોરે બુધી તણો ભંડાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy