SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ જળ છાંટે નવ જાગે જોદ્ધો, તાપણાં કીધાં ચોફેર, રૂદે ઉપર શીલાપડ મુકયાં, કાનમાં ફુંકે મદન ભેર.+ ભાઈ મોહનલાલે પુષ્કળ પ્રવાસો કરીને, જ્યાં ત્યાંના જૈન ભંડારો ઉકેલીને, આ સંગ્રહ કર્યો છે. પુસ્તકને અંત ૪ અનુક્રમણિકા અને ૫ પરિશિષ્ટ મુકીને વાચકને બહુ જ સરળતા કરી આપી છે. એમણે લીધેલા આ શ્રમ માટે ગુજરાતે એમનો ઉપકાર જરૂર માનવો ઘટે છે. ૧૬. સાહિત્ય ૧૯૩૧ ના અગસ્ટ માસના અંકમાં પૃ. ૫૬૬-૭ પર વિદ્વાન્ તંત્રી રા. મગન હ. કાંટાવાળા પ્રકટ કરે છે કેઃ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આમાં વિક્રમ સકા અઢારમામાં જે જૈન કવિઓ થઈ ગયા તેમની કૃતિઓ અને જીવન વિષે સંપૂર્ણ પણ ટૂંકામાં માહિતી આપી છે, તે સાથે સાથે એ કૃતિઓમાંથી જરૂર પૂરતા ઉતારા આપ્યા છે. ભાઇ મોહનલાલની સંશોધક વૃત્તિ સહેજે જણાઇ આવે છે. તેમની ઐતિહાસિક પદ્ધતિ ચાલુ રહી છે, અને તેમણે લીધેલી તકલીફ વખાણવી જોઇએ. પરંતુ એથી આગળ અમે જઈ શકતા નથી. પહેલા ભાગ વિષે જરા વિસ્તારથી અવલોકન કરતાં અમે સંપ્રદાયી સાહિત્ય વિષે ઉલ્લેખ કરેલો હતો. તે વખતે અમે લખ્યું હતું, કે ‘“ભાઈ મોહનલાલ માને છે કે જૈનો અને બ્રાહ્મણોનાં સાહિત્ય જાદાં જાદાં ખીલ્યા નહોતાં. આને માટે કશો આધાર તેઓ આપી શકયા નથી.” પ્રસ્તુત બીજા ભાગમાંથી એમના એ વિધાનને જબરો ફટકો પડશે. જૈન સાહિત્ય સામાન્ય ગુજરાતી સાહિત્યથી તદ્દન નિરાળું હતું. એમ આ ભાગથી સાબિત થશે. વિક્રમનું અઢારમું સૈકું એટલે આપણી છેક નજીકનો કાળ. બસોં વર્ષપરની કૃતિઓ અણીશુદ્ધ જોવાને મળે છે. એ કૃતિઓની ભાષા અને આ સંગ્રહની ભાષામાં આસ્માન જમીનનો ફેર છે. અઢારમી સદીમાં નિધિબાળ રિષિ શશિ વછરઇ X X X X ગાયઉ મુનિ જસવાસ શ્રી ગચ્છષ૨ તરપતિ જપઉ X X શ્રી શાંતિ હરખે વાચક તણઉ કહઇ X ષ (પ્રસ્તુત સંગ્રહ પાન ૧૧૩) + જૈન અને બ્રાહ્મણ કવિઓ વચ્ચે જે ભેદ રા. નરસિંહભાઈએ કાઢયો છે તેને સંપૂર્ણ રીતે સંમતિ આપી શકાતી નથી. તે ભેદના ઉદાહરણ તરીકે તેમણે યશોવિજય કૃત જંબૂરાસની અને પ્રેમાનંદ કૃત રણયજ્ઞની બે બે પંક્તિઓ લીધી છે. તેમાંથી પોતાના મતની પુષ્ટિ થતી નથી. એકે રચના સંવત્ (સં. ૧૭૩૯) બતાવવા સંસ્કૃત પ્રાકૃત લેખકો પોતાની કૃતિઓમાં જે પ્રથા સાંકેતિક શબ્દોની રાખતા તે પ્રમાણે વામ બાજાથી આંક ગણવાની રીતે રાખી છે કે જે ગુજરાતી ભાષામાં જૈન લેખકોએ સામાન્યઃ રાખી છે અને તેના તે સિવાયના બીજા શબ્દોમાં અપભ્રંશ ભાષા સાથે વળગવાપણું શું છે તે સમજી શકાતું નથી, બીજાની રચના સંવતની પંક્તિઓ ન લેતાં બીજી પંક્તિઓ લીધે છે તેમાંના બધા શબ્દો ચાલુ ગૂજરાતી છે ને તેમાં અપભ્રંશની લેશ માત્ર છાંટ છે કે નથી એ પણ જોવાનું રહે છે. અપભ્રંશ ગૂજરાતીની જનની છે, અને તે પરથી આવેલા અનેક શબ્દો ગૂજરાતીમાં પ્રચલિત થતા જતા, તે પૈકી કોઈ કોઈ છોડી પણ દેવાતા એમ દરેક ભાષાની ઉત્ક્રાંતિ થતાં બનતું આવ્યું છે. આ સંબંધી વિશેષ પ્રકાશ યથાપ્રસંગે પાડવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy