SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૭ આ બુક ઘણા વર્ષોના પ્રયાસને પરિણામે બહાર પાડવામાં આવી છે. લેખકના પ્રયાસનું માપ કરી શકાય તેમ નથી. પેલા ભાગની પૂર્તિમાં કરેલો આ બીજો ભાગ વિશેષ ઉપયોગી થયો છે. આ બુકનું વિશેષ વર્ણન આપવા માટે વિશેષ સ્થળ ને અવકાશની આવશ્યકતા છે. પ્રસંગોપાત આ બુક વિષે વિશેષ લખવા ઇચ્છા વર્તે છે. દરેક જૈન બંધુઓએ અને સંસ્થાઓએ આ બુક રાખવા લાયક છે. પ્રયાસના અને બુકના પ્રમાણમાં કિંમત વધારે નથી. ૧૪. આત્માનંદ પ્રકાશ-પુ. ૨૯-૧ સં. ૧૯૮૭ ના શ્રાવણના અંકમાં પૃ. ૨૮ માં કહે છે કે - આ બીજા ભાગમાં વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની કૃતિઓ સહિત વિસ્તૃત સૂચિ આપવામાં આવેલ છે. ભાઈ મોહનલાલ જૈન સાહિત્ય ઇતિહાસના ખરેખરા અભ્યાસી અને સંશોધક છે. જૈન વસ્તીવાળા, જૈન ભંડારોવાળા શહેરોમાં જઈ ખંતપૂર્વક કરેલ શોધ અને પ્રયત્નનું ફળ આ ગ્રંથનું પ્રકાશન તે છે, કે જે તેમના નિવેદનમાં વાંચવાથી જણાય છે. આ ગ્રંથમાં કવિઓની અનુક્રમણિકા અને છેવટે રદ્યકૃતિઓની નોંધ કરી ચાર અનુક્રમણિકા આપેલ છે. જેથી કોઇ પણ હકીકત મેળવતાં વાચકને સરલતા થાય છે. તે પછી પાંચ પરિશિષ્ટો જૈનકથા નામકોષ, જૈન ગચ્છોની ગુપટ્ટાવલીઓ ત્રીજામાં અંચલ ગચ્છની પટ્ટાવલી, ચોથા રાજાવલી અને છેલ્લે પ્રથમ ગ્રંથના અભિપ્રાયો છે. ચાર પચીશીમાં આખા શતકના જૈન કવિઓની કૃતિની વહેંચણી કરવામાં આવે છે, જેથી સંકલનાપૂર્વક યથાયોગ્ય આ ગ્રંથની રચના વિદ્વતાપૂર્ણ બંધુ મોહનલાલે કરી છે. આ ગ્રંથ પ્રકટ થવાથી શ્રી જૈન કોન્ફરન્સ સાહિત્ય માટે જે પ્રયાસો કરે છે. તેમાં આ ગ્રંથ તેની વૃદ્ધિ કરે છે; એટલું જ નહિ પરંતુ ગુજરાતના સર્વમાન્ય ઇતિહાસના લેખકને ઉપયોગી વસ્તુ થઈ પડી છે. જૈન અને જનેતર ઈતિહાસપ્રિય વાચકોએ આ ગ્રંથનો લાભ લેવા જેવું છે. ૧૫. પાટીદાર શ્રાવણ ૧૯૮૭ ના અંકમાં પૃ. ૪૭૧-૨ પર તેના વિદ્વાન તંત્રી શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ‘ગ્રંથપરિચય'માં પ્રકાશે છે કે આ ગ્રંથના પ્રથમ ભાગનો પરિચય આ માસિકના ૧૯૮૪ના પોષ માસના અંકમાં સવિસ્તર આપ્યો છે. આ બીજા ભાગ વિષે એથી વધારે કંઈ ખાસ કહેવા જેવું નથી. આ ભાગમાં વિક્રમના અઢારમા શતકના ગુજરાતી ભાષાના જૈન કવિઓની કવિતાઓ આપી છે. જૈન કવિઓની ખાસ વિશેષતા એ છે કે તેઓ અપભ્રંશ ભાષાને વળગી રહ્યા છે; બ્રાહ્મણ કવિઓ ચાલુ ગુજરાતીમાં લખતા થાય છે, છતાંયે જૈન કવિઓ અપભ્રંશ ભાષાને વળગી રહ્યા છે. એ એમની વિશેષતા આ ગ્રંથમાં પણ સ્પષ્ટ થાય છે. સં. ૧૭૩૯ માં યશોવિજયજીએ “જંબૂરાસની આમ સમાપ્તિ કરી છેઃ નંદ તત્ત્વ મુનિ ઉડુપતિ સંખ્યા વરસ તણી એ ધારો જી, ખંભનયરમાંહિ રહિએ ચોમાસું રાસ રચ્યો છે સારો જી; એ જ અરસામાં બ્રાહ્મણ કવિ પ્રેમાનંદે “રણયજ્ઞમાં આમ લખ્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy