SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જતી સતી ગુરુ શાનિનો, અનુપમ જ્ઞાનવિલાસ, અચળ કર્યો ઇતિહાસથી, એ નહિ અલ્પ પ્રયાસ. ગુજરાતી સાહિત્યમાં, જૈન કવિ વ૨ વીર, શુદ્ધ સ્વરૂપે દાખવ્યા, મોહન મતિ ગંભીર. શ્વેતાંબર મંડળ મલી, તેનો કર્યો પ્રકાશ, કહાન અભિવંદન કરે, ઇશ્વર પૂરે આશ. Jain Education International ૨ તથાસ્તુ. ૧૧. ‘સૌરાષ્ટ્ર’ અગષ્ટ ૧૫ : ૧૯૩૧ ના અંકમાં પૃ. ૮૦૫ પર ‘સંશોધન’ ના મથાળા નીચે પરિચય કરાવે છે કેઃ ૧૩. જૈન ધર્મપ્રકાશ પુ. ૪૭-૫ સં. ૧૯૮૭ ના શ્રાવણના પૃ. ૧૮૧-૨ આપતાં લખે છે કે ૩ ગુજરાતી ભાષાનું ઝરણ નરસિંહ મહેતાથી યે આગળ, તેરમી સદીથી વહેતું થયું છે અને એ બસો વર્ષનો પ્રવાહ બાંધવામાં જૈન સાધુઓના એક મોટા જાથનો અવિરત ઉદ્યમ ઉત્તરોત્તર ચાલુ રહ્યો હતો, એ વસ્તુસ્થિતિ તરફ આપણી પ્રથમ આંખ ઉઘાડનાર ગ્રંથ જૈન ગૂર્જર કવિઓ ભા. ૧ છે. એની અંદર એ જૈન સાધુઓની રચેલી પ્રચૂર કાવ્યસામગ્રી સંધરનાર શ્રી મોહનલાલ દેસાઇને મોટો જશ મળેલો છે. સાંપ્રદાયિકતાની સૂત્ર વગર સમસ્ત ગુજરાતે, સાહિત્યની વિમલ દૃષ્ટિએ શ્રી દેસાઇના એ પ્રયત્નને વધાવેલ છે. શ્રી દેસાઇએ પણ પોતાની આ ફતેહને સાંપ્રદાયિક શેખીની વૃત્તિથી રૂંધાવા દીધા વગર, શુદ્ધ સંશોધન બુદ્ધિથી પોતાનું કામ ચાલુ રાખીને આ ચાર વર્ષના ગાળામાં સ્થળે સ્થળે ભ્રમણ કરી, ખોળી ખોળી ૫૯૦ પાનાંની નવી સામગ્રી રજૂ કરી છે. તેમાં (૧) અઢા૨મી સદીમાંના લગભગ ૧૮૦ જૈન કવિઓ અને તેમની ચારસો જેટલી કૃતિઓની નોંધ કરી છે. (૨) કવિઓની અનુક્રમણિકા આપી છે. (૩) અઢારમા સૈકાની ગદ્યકૃતિઓની નોંધ કરી છે. (૪) પાંચ પરિશિષ્ટો આપેલાં છે તેમાં પણ કોઇ કવિ અથવા એની કૃતિનો કાલનિર્ણય ક૨વામાં સહાયભૂત થનારી હકીકતો છે. ગુર્જર ભાષા અને સાહિત્યના પ્રાચીન ઇતિહાસ ૫૨ અજવાળું પાડવામાં આ સંગ્રહ કેટલે અંશે ઉપકારક થાય, તે તપાસી જોવા અમે સંશોધનક્ષેત્રના ખાસ અભ્યાસીઓને ભલામણ કરીએ છીએ. કાવ્યદૃષ્ટિએ કદાચ કસોટીએ ચડાવી શકાય તેવી સામગ્રી આમાં ઓછી હશે, પણ ભાષાઘડતરની દૃષ્ટિને ઠીક સામગ્રી મળી રહેશે એમ અમે માનીએ છીએ. For Private & Personal Use Only ૩ ૧૨. પ્રસ્થાનના વિદ્વાન્ તંત્રીશ્રી રામનારાયણ પાઠક સં. ૧૯૮૭ ના શ્રાવણ માસના અંકમાં પોતાનો ટુંક અભિપ્રાય પ્રકટ કરે છે કે : પહેલા ભાગ જેટલો જ આ ભાગ પણ ઉપયોગી છે. આમાં ૧૮મા શતકના કવિઓનાં કાવ્યોનાં આદિ અંતમાં પ્રતીકો છે. છેવાડે આપેલી સૂચીઓથી પુસ્તક વધારે ઉપયોગી બન્યું છે. આ ઉદ્યોગી સંપાદકને ગ્રંથ માટે ધન્યવાદ ઘટે છે. પુસ્તકોની પહોંચ www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy