________________
પારા ૧૧૯૪ થી ૧૧૯૫ અજૈન વિદ્વાનોના અભિપ્રાયો
૫૪૧ બંનેની સંસ્કૃતિનું સ્થાન છે-જૈન અને જૈનેતર, બ્રાહ્મણ અને બ્રાહ્મણોત્તર-એ બંનેના સાહિત્ય અને ધર્મચિંતનના ફાળાને જુદા-એકબીજાથી તદન નોખા રાખી શકાશે નહિ; એટલું જ નહિ, પરંતુ પૂર્વે પણ પશ્ચિમની અને પશ્ચિમે પૂર્વની સંસ્કૃતિને આદર આપી સારાં તત્ત્વો જ્યાં જ્યાં જણાય ત્યાં ત્યાંથી લઈને તેમને અપનાવવાં પડશે-આમે જ કરવાં પડશે-મિલાવી લેવાં પડશે. આના જ્વલંત દૃષ્ટાંત રૂપે કવિસમ્રાટ ડો. રવીન્દ્રનાથે “વિશ્વભારતી' નામની મહાસંસ્થા પોતાના શાંતિનિકેતનમાં સ્થાપી છે. આજનો યુગ કોમકોમનું, પ્રજાપ્રજાનું સંગઠન માગે છે-સર્વની સંસ્કૃતિનો સહકાર ઇચ્છે છે. તો તે પ્રત્યે આ પશ્ચિમ ભારતના-ગુજરાતના શ્વેતામ્બર જૈન સાહિત્યનો ઈતિહાસ પણ યત્કિંચિત્ દિશા બતાવશે અને જૈન સંસ્કૃતિ પ્રત્યે આદર કેળવવામાં તે નિમિત્તભૂત થશે એવી સંપૂર્ણ આશા છે. જ્ઞાન અને શક્તિથી દેશનું પુનરુત્થાન છે તો તે બંને આપણને પ્રાપ્ત થાય તે માટે સહુ પ્રાર્થના કરીએ કે - सह वीर्यं करवामहै । तेजस्विनोऽप्यधीतमस्तु मा विद्विषामहै
मा विद्विषामहै
मा विद्विषामहै ॥ शान्तिरस्तु पुष्टिरस्तु आत्मकलासमृद्धिरस्तु ॥ सर्वे मेधाविनः सन्तु सर्वे सन्तु निरामयाः ।
आत्मज्योति श्च पश्यन्तु मा कश्चित्तम आप्नुयात् ॥ અને એ પ્રાર્થના સિદ્ધ થતાં કવિ ન્હાનાલાલના શબ્દોમાં આપણે ભારતમાં યશોગાન ગાઇશું કે
જીવન સાફલ્યવન્તી સૃજનહતુસિદ્ધિવન્તી; વિરાટને કિરીટ તિલકટીલડી સમ હો ! ઇતિહાસની અનસ્ત પરમ પૂર્ણિમા અમ હો ! મનુષ્યકુલની પ્રફુલ્લ નિત્યવસન્ત હો !
અમ ભારતભૂમિ હો ! ભાખો એ કલ્યાણ મંત્ર, ભાગ્યજનની હો ! ગાઓ એ મહાકથા મનુષ્યમોહિની, અહો ભારતકુલ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org