SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ એમણે ઉત્તમ ગ્રંથો રચ્યા છે, ગુજરાતના ઇતિહાસને લગતી નાનાવિધની માહિતી ચરિત્ર રૂપે, કથા રૂપે, કાવ્ય રૂપે, ગ્રંથોની સમાપ્તિની નોંધ રૂપે, મૂર્તિઓની સ્થાપનાના લેખ રૂપે, મંદિરોના શિલાલેખ રૂપે, ચિત્રોરૂપે એમણે સાચવી રાખી છે. ગુજરાતની એમણે ઘણી ઘણી સેવા કરી છે. અફસોસ છે કે વેદધર્મીઓ હજા જોઇએ તેટલા પ્રમાણમાં એ સેવાનું મહત્ત્વ સમજતા નથી. પહેલી જૈન સાહિત્ય પરિષદ મળી તેના પ્રમુખપદે મહામહોપાધ્યાય સતીશચંદ્ર વિદ્યાભૂષણ-એક બંગાળી વેદધર્મી વિદ્વાન બિરાજ્યા હતા. ગુજરાતી વેદધર્મી કે જૈન વિદ્વાન નહીં. પણ ગુજરાતના વેદધર્મીઓ કાંઇક અતડા છે અને જ્ઞાનના જ્ઞાન ખાતર અનુરાગી નથી. જૈનોની જ ઉપેક્ષા કરે છે એમ નથી-પારસીઓ, મુસલમાનોની પણ ઉપેક્ષા કરે છે. કોઇ ગુજરાતી વેદધર્મી અવસ્તા પહેલવીમાં પ્રવીણ છે ? સંસ્કૃતમાં ઘણા પારસીઓ પ્રવીણ છે. ઈરાની સંસ્કૃતિનો જ્ઞાતા કોઈ ગુજરાતી હિંદુ છે ? અરબી સાહિત્યનો વિદ્વાન કોઇ ગુજરાતી હિંદુ છે ? નથી. જ્ઞાનની તૃષ્ણા નથી. તૃષ્ણા હોય તો તેની પરિતૃપ્તિ માટે સાધનો, અનુકૂળતા નથી.’૫૭૭ ૧૧૯૪. શ્રીયુત કૃષ્ણલાલભાઇ સં. ૧૯૮૧માં જણાવે છે કે ‘જાના ગુજરાતી સાહિત્યના બંધારણ તથા તેના વિકાસમાં બ્રાહ્મણ, વાણીઆ, શ્રાવક અને જૈન સાધુઓએ મુખ્ય ભાગ લીધો છે, એટલે કે જૈનેતર તેમજ જૈન એ બંને કોમોએ સાહિત્યને ખીલવવામાં મદદ કરી છે. એ બેમાંથી એક જ કોમે એવો દાવો કરવો કે એ સાહિત્ય અમારા વડે જ જીતવું રહ્યું છે તે કેવળ પ્રમાદ છે. જાના ગુજરાતી (કે અન્ય ભાષાનાં) સાહિત્યનો સીલસીલાબંધ, સંબદ્ધ (connected) ઇતિહાસ લખવો હોય તો જૈનોથી જૈનેતરની કૃતિ તરફ અને જૈનેતરથી જૈનોની કૃતિ તરફ દુર્લક્ષ થઈ શકે નહીં. અમુક વિષયો સંબંધે બંને કોમોએ એક જ નદીના મૂળમાંથી પાણી લીધેલું: એટલે કે સંસ્કૃત ગ્રંથ પર આધાર રાખેલો; અમુક બાબતમાં વિચારની પરસ્પર આપલે થયેલી (they acted and reacted on each other)- એટલે ખરા ઇતિહાસની રચનામાં તો એ બંને કોમની કૃતિની આલોચના થવી જોઇએ. ખરું જોતાં તો વખત એવો આવી લાગ્યો છે કે જુના ગુજરાતી (કે અન્ય ભાષાના) સાહિત્યનું ખરું ભાન કરાવવા માટે સાહિત્યમાં રસ લેતા અભ્યાસીને જેટલું જૈનેતર વર્ગના આચાર, વિચાર અને ધર્મનું જ્ઞાન હોવું જોઇએ તેટલું જ જૈનોના આચાર, વિચાર અને ધર્મનું હોવું જોઇએ. એ પરિચય આવશ્યક છે, એ ન હોય તો દૃષ્ટિબિંદુ ખોટું રહેવાનું (the perspective would be false) અને સાહિત્યના ચિત્રપર પડતું તેજ (light), અથવા તેને ઢાંકતી, ઝાંખું દેખાડતી તેજહીનતા (shade) બરાબર સમજાવાનાં નહીં. ઢાલની એક બાજા અત્યાર સુધી જોવામાં આવતી; હવે બે બાજ જોવી પડે છે ને પડશે. (આનંદકાવ્ય મહોદધિ મૌ. ૭માનો ઉપોદ્ઘાત. તા. ૨૪-૧૦-૧૯૨૫.) ૧૧૯૫. કોઇપણ દેશ બીજા દેશની સંસ્કારિતા કે સંસ્કૃતિને તિલાંજલિ આપે તો તે પોતાના આત્મહિતને-પ્રગતિને અટકાવે છે. પૂર્વની સંસ્કૃતિમાં પણ બ્રાહ્મણ સંપ્રદાય અને શ્રમણ સંપ્રદાય-એ ૫૭૭. ‘જૈન સંસ્કૃતિ’ ૫૨ લેખ તા. ૩-૭-૧૯૧૫ જૈન શ્વે. કૉ. હેરેલ્ડનો જૈન ઇતિહાસ સાહિત્ય અંક વીરાત્ ૨૪૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy