SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૮૯ થી ૧૧૯૩ પ્રાકૃતભાષાનું અધ્યયન ૫૩૯ હતી, તેને બદલે હવે એનો એક જીવંત અને વિકારી ભાષા તરીકે અભ્યાસ થવો ઘટે કારણ કે આ અપભ્રંશ સંબંધે ‘જૈન ગૂર્જર કવિઓ' નામના પુસ્તકના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં આ લેખકથી બન્યું તેટલું વક્તવ્ય પ્રકટ થયું છે, તે પરથી એ જીવંત અને કાળક્રમે બદલાતી ભાષા સિદ્ધ થઈ છે અને તેનું સાહિત્ય પણ ઠીક પ્રમાણમાં ઉપલબ્ધ છે એ જણાયું છે. તો જેટલું અપભ્રંશ સાહિત્ય ઉપલબ્ધ છે એટલું પ્રકાશમાં મૂકી—તેનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ. ૧૧૯૧. (૮) દેશી ભાષામાં-ગૂજરાતી ભાષામાં પણ શ્રી નરસિંહ મહેતાના કાળ પહેલાની કાવ્યકૃતિઓ અને ગદ્યકૃતિઓ જૈનોની રચેલી મળી આવે છે તે સર્વ પ્રસિદ્ધ કરવી અતિ આવશ્યક છે, કારણ કે તેથી તે ભાષાનાં મૂળ વિક્રમ તેરમાંથી આપણને મળી આવે છે. એ વાત સ્પષ્ટ થવા ઉપરાંત ત્યારથી રચાયેલી કૃતિઓ પ્રસિદ્ધ થતાં ભાષાના ક્રમવાર વિકાસ અને વિસ્તાર પર સારો પ્રકાશ પડશે. તે ઉપરાંત લોકકથા પરની કાવ્યકૃતિઓ શામળ ભટ કરતાં ઘણા પૂર્વના જૈન કવિઓએ કરી છે તે પ્રકટ થતાં તેનું સાહિત્ય ભાષાદૃષ્ટિએ તેમજ વાર્તાનિરૂપણની દૃષ્ટિએ આદરણીય થશે. ૧૧૯૨. (૯) દેશી ભાષામાં ઉપરનું સાહિત્ય ભાષાના ઇતિહાસ માટે ઉપયોગી છે, તે ઉપરાંત સંસ્કૃત અને દેશી ભાષામાં ઐતિહાસિક પ્રબંધો આદિ સાહિત્ય છે તે ગુજરાતના ઇતિહાસ પર સારો પ્રકાશ નાંખે છે, તેથી તે સાહિત્યનું પ્રસિદ્ધિકરણ અતિ આવશ્યક છે. ૧૧૯૩. ગુજરાતનું ગૌરવ કેમ વધે તે વિષેનું સદૈવ ચિંતન કરનાર સ્વ. રણજિતરામભાઇએ સં. ૧૯૭૧માં જણાવ્યું હતું કે ‘ગુજરાતની મુખ્યત્વે વસ્તી હિંદુઓની છે, ગુજરાતની સંસ્કૃતિ ઘડનાર પણ તેઓજ છે. હિંદુઓની બે વિભાગ છે : વેદધર્મી અને જૈન. ગુજરાતી સંસ્કૃતિના પોષણ અર્થે થયેલાં વેદધર્મીઓનાં કૃત્યો વિશે લખવાનું મોકુફ રાખી જૈનીઓનાં કૃત્યો તરફ અંગુલિનિર્દેશ કરીશું. જૈન ધર્મનો જન્મ ગુજરાતમાં થયો નથી છતાં ગુજરાત અને ગુજરાતના પાડોશી પ્રદેશો-રાજસ્થાન અને માળવામાં એ ધર્મના શ્રાવકોની મહોટી વસ્તી છે. શત્રુંજય અને ગિરનાર જેવાં એમનાં મહોટાં તીર્થો ગુજરાતમાં છે. સિદ્ધરાજ, કુમારપાળ અને વસ્તુપાળ તેજપાળે જૈન સાહિત્ય અને લલિત કળાઓ (સ્થાપત્ય, મૂર્ત્તિવિધાન, ચિત્રવિદ્યા)ને ઉત્તેજન, પોષણ અને આશ્રય આપ્યાં હતાં. સોલંકીઓની સત્તા દરમ્યાન એમણે રાજકારભાર ચલાવ્યા હતા અને રણક્ષેત્રમાં વિજય મેળવ્યા હતા. પૂર્વે વેપાર ખેડતા અને આજે પણ ખેડે છે. વેપારથી મળતી લક્ષ્મી મંદિરો બાંધવામાં, મૂર્તિઓની સ્થાપના કરવામાં, ગ્રંથભંડાર સ્થાપવામાં, ગ્રંથોની નકલો કરાવી પ્રચાર કરવામાં–વગેરેમાં વપરાતી. સર્વ ધર્મનું રહસ્ય જાણવા અકબર બાદશાહને જિજ્ઞાસા થઇ ત્યારે જૈન ધર્મનો પ્રબોધ કરવા હીરવિજયસૂરિ ગુજરાતમાંથી જ ગયા હતા. જ્યાં જ્યાં જૈનોની વસ્તિ હશે ત્યાં ત્યાં સાધુઓ અને સાધ્વીઓને રહેવા અપાસરા હોય છે. આવાં સ્થળોમાં તેઓ ચાતુર્માસ ગાળે છે અને ઉપદેશ આપી શ્રાવકોનાં જ્ઞાન અને ધર્મની જ્યોત સળગતી રાખે છે. ગુજરાતના સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી અને હિન્દી સાહિત્યના અનેક ગ્રંથો જૈનોએ લખ્યા છે એ બુહલ, ભાંડારકર (પિતા અને પુત્ર), પીટર્સન, કીલ્હોર્ન, કાથવટે, દલાલ, વેબર, જેકોબી આદિના રીપોર્ટો, ગ્રંથો પરથી સુપ્રસિદ્ધ છે. સાહિત્યનાં અંગો-કાવ્ય, કથા, નાટક-એમણે ખીલવ્યાં છે. વ્યાકરણના ગ્રંથો લખ્યા છે. જૈન તત્ત્વચિંતન અને ન્યાય તથા યોગ વિશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy