SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સૌ સમજી લે તો જગત્માં સાચો પ્રેમ, શાંતિ અને અભેદનીતિ પ્રવર્તે અને એ સમજવાથી જ જૈનો શ્રી મહાવીર પ્રભુના સાચા અનુયાયીઓ થવાને અધિકા૨ી બને. ભગવાન મહાવીરનો કલ્યાણકારક સંદેશ જો જગતમાં ફેલાવવો હોય તો સૌથી પહેલાં જૈન સમાજના વિખરાયેલા તંતુઓને એકઠા કરવા જોઇએ અને બધા સંપ્રદાયોને એક સૂત્રથી બાંધી માંહોમાંહેના ભેદભાવ અને પક્ષપાતનો નાશ કરવો જોઇએ. એ કરવા માટે અનાવશ્યક રૂઢીઓ પર ભાર ન મૂકતાં જૈન તત્ત્વજ્ઞાનને જ ધર્મના આધારરૂપ સમજવામાં આવે, તો જ સાંપ્રદાયિકતાની સંકુચિત દૃષ્ટિનો આપોઆપ લોપ થશે, અને તેથી આજે જૈન સમાજની જે શક્તિ વિખરાયેલી અને વહેંચાયેલી છે તે સંગઠિત થશે. એ સંગઠન સમગ્ર જૈન જાતિ માટે કલ્યાણકર નિવડશે. જ્યારે જૈન સમાજ પ્રત્યેક ધર્મ અને સંપ્રદાય તરફ આવી અનેકાંત દૃષ્ટિથી જોતાં શીખશે ત્યારે તેનામાંથી સાંપ્રદાયિકતા પાળતા છતાં સાંપ્રદાયિકતાનું દ્રઢ મમત્વ છૂટશે અને તેવા ઉદારચરિત જૈનો સમસ્ત ભારતના એકત્રીકરણ અને સંગઠનમાં સક્રિય ભાગ લેશે. ૧૧૮૯. (૭) ભાષા સંબંધે અને વિશિષ્ટ રીતે પ્રાકૃત ભાષા માટે જૈનોચાર્યોએ ઘણું કર્યું છે. તેથી તત્સંબંધી સર્વ પુસ્તકો પ્રકટ કરવાં આવશ્યક છે. પ્રાકૃત ભાષાના ઉદ્ધાર (revival)ની અતિ જરૂર છે કારણ કે તે જૈનોની શાસ્ત્રભાષા છે. તેથી તે સંબંધે તેની ઉત્પત્તિ, આગમોની ભાષા-તેની સાથે પ્રાકૃતનો સંબંધ, આગમો પછીના પ્રાકૃત ગ્રંથોની ભાષા, પછી સંસ્કૃત ટીકાઓ અને ગ્રંથોનો ઉદ્ભવ-તેનાં કારણ વગેરે સંબંધી શોધખોળ થતાં ઘણો પ્રકાશ પાડી શકાશે. એટલું જ નહિ પણ પ્રાકૃત ભાષાનો ઉદ્ધાર તે દ્વારા થઇ શકશે. આ ઉદ્ધાર કરવામાં-તેનો શાસ્ત્રીય અભ્યાસ કરવામાં પહેલાં જે મુશ્કેલીઓ હતી તે હવે તેના શબ્દાર્થ કોષ, વ્યાકરણ વ્યવસ્થિત આકારમાં પ્રસિદ્ધ થયેલ હોવાથી ઘણે અંશે દૂર થઈ છે. શ્રી અભિધાન રાજેન્દ્રે તો મોટાં મોટાં સાત પુસ્તકમાં આગમાદિના પ્રાકૃત શબ્દો લઈ તે પર જુદા જુદા ગ્રંથોમાં જે વક્તવ્ય હોય તે ટાંકી એક વિશ્વકોષ (encyclopoedia) જેવી સામગ્રી પૂરી પાડી છે; પંડિત બહેચરદાસે પ્રાત માર્ગોપદેશિકા, પાઇઅલચ્છીનામમાલા પ્રાકૃત વ્યાકરણ, પ્રાત પાઠાવલી {પ્રાકૃત વિજ્ઞાન પાઠમાળા આ. વિજયકસ્તુરસૂરિ મ.સા.} દ્વારા આદિ શાસ્ત્રીય પદ્ધતિથી સંપાદિત કરેલાં તે પ્રકટ થયેલ છે; પંડિત હરગોવિન્દદાસે પ્રાકૃત ભાષાના પ્રકટ અને અપ્રકટ ગ્રંથોના પ્રાકૃત શબ્દો લઇ તેના સંસ્કૃત શબ્દો સહિત હિંદી ભાષામાં અર્થો મૂકી પોતાની વિજયપ્રશસ્તિરૂપે એક બૃહત્ પ્રાકૃત કોશ નામે પાઇઅસદ મહષ્ણવો (પ્રાકૃત શબ્દ મહાર્ણવ) બહાર પાડ્યો છે અને શતાવધાની મુનિશ્રી રત્નચંદ્રજીએ આગમના પ્રાકૃત શબ્દોના અર્થવાળો કોષ સંગ્રહેલો પ્રકટ થયો છે, આ ઉપરાંત ચંડકૃત પ્રાકૃત વ્યાકરણ વરરૂચિ કૃત પ્રાકૃત પ્રકાશ, પ્રાકૃત ભાષાના પાણિની હેમાચાર્યના સિદ્ધહેમનો અષ્ટમ અધ્યાય, માર્કંડેય કૃત પ્રાકૃત સર્વસ્વ અને લક્ષ્મીધરકૃત ષડ્વાષાચંદ્રિકા એ પ્રાચીન વ્યાકરણો પ્રસિદ્ધ થયાં છે, અને પં. ધનપાલકૃત ઉક્ત પાઈઅ-લચ્છીનામમાલા અને હેમાચાર્યમૃત દેશી નામમાલા એ કોષ ઉપલબ્ધ છે. આ સર્વ સામગ્રીથી અપ્રકટ પ્રાકૃત ગ્રંથો પ્રકાશમાં આવતાં તેનો અભ્યાસ વિશેષ સારી રીતે થઇ શકશે. ૧૧૯૦. પ્રાકૃત ભાષામાં પણ અપભ્રંશ કે જે હાલની દેશી ભાષાઓની જનની છે અને જેનું વ્યાકરણ શ્રી હેમચંદ્રસૂરિએ ઘડી આપ્યું છે તે અત્યાર સુધી એક સ્થિર અને અધિકારી ભાષા મનાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy