SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૮૦ થી ૧૧૮૮ વિદ્યાપીઠો ૫૩૭ ૧૧૮૪. (૨) એવું કેંદ્રસ્થ જૈન પુસ્તકાલય સ્થાપવું કે જેમાં પૂર્વાચાર્યોનાં અપ્રસિદ્ધ હસ્તલિખિત ગ્રંથોને સુંદર અને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવે ને તેનો ઉપયોગ દરેક જૈન કે જૈનેતર વિદ્વાન લઈ શકે એવી ગોઠવણ રાખવી; તેમજ અત્યાર સુધી પ્રસિદ્ધ થયેલ તમામ જૈન પુસ્તકોના સંગ્રહવાળી લાયબ્રેરી મુખ્ય મુખ્ય શહેરોમાં સ્થાપિત કરવી. ૧૧૮૫. (૩) જુદીજુદી વિદ્યાપીઠો (યુનિવર્સિટી) અને વિદ્યાલયો (કૉલેજો)માં જૈન “ચેર' (વ્યાસપીઠ) સ્થાપી જૈન સાહિત્યમાં નિષ્ણાત અધ્યાપકો-“પ્રોફેસરોને રોકવા. ૧૧૮૬. (૪) પ્રાચીન સાહિત્યની પ્રેરણા ઝીલી, પચાવી તેના રસમાંથી નવું સાહિત્ય સર્જવાની જરૂર છે. અત્યારે કેટલાંક એવાં પુસ્તકો બહાર પડે છે કે જે વસ્તુતઃ ઉપકારક હોતા નથી–પ્રસિદ્ધી ખાતર પ્રસિદ્ધ થાય છે અને સારાં પુસ્તકોના પ્રકાશને ગુંગળાવી મારે છે તેથી તે દિશા ઉપર અંકુશ મૂકાઈ સંગીન અર્વાચીન પુસ્તકો રચાવીને બહાર પાડવાં જોઈએ. ૧૧૮૭. (૫) જૈન તત્ત્વજ્ઞાનને વહેવારૂ રીતે જીવનમાં ઉતારીને જીવન જીવવાની દિશા બતાવનારા સાહિત્યની આજે જૈન સમાજને મોટી જરૂર છે. “જેમ સાહિત્યમાં માત્ર જાના સાહિત્યના પાનથી સંતુષ્ટ થવાનું નથી, પણ નવું સાહિત્ય રચવાનું છે, તેજ રીતે તત્ત્વજ્ઞાનમાં પણ આપણે આગળ પ્રગતિ કરવાની છે. આપણા પ્રાચીન પૂર્વજોએ જેમ ઇતિહાસ તેમ તત્ત્વજ્ઞાન સાહિત્ય સાથે ગૂંચ્યું હતું, પરંતુ એ કાર્ય મહાન કવિઓ જ કરી શકે. આપણે તો, એ જ કાર્યની સામગ્રી તરીકે, તત્ત્વજ્ઞાનને એક સ્વતંત્ર શાખા રૂપે કેળવી પોષી સંવર્ધી શકીએ. તત્ત્વજ્ઞાન એ સંસારને વિલોકવાની એક દૃષ્ટિ છે, અને તે જેમ જ્ઞાનીને સિદ્ધ છે તેમ આપણા સહુને સાધ્ય છે અને આવશ્યક છે. તત્ત્વજ્ઞાન એ જ્ઞાનની અન્ય શાખાઓની સમાન કક્ષાનું એક શાસ્ત્ર છે એ સમઝણ પણ ભૂલ ભરેલી છે. જ્ઞાનની સર્વ શાખામાં તત્ત્વજ્ઞાન પ્રવેશ કરે છે, કારણ કે એ સર્વના મૂળ રૂપે એનું સ્થાન છે. તેથી જીવ જગત અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાનની એક સ્વતંત્ર શાખારૂપે ચિત્તનઃ-એટલામાંજ તત્ત્વજ્ઞાન સમાપ્ત થતું નથી. ઇતિહાસ અને વિજ્ઞાનનાં મૂળ શોધવા તથા એનો અર્થ કરવામાં પણ તત્ત્વજ્ઞાન પ્રવર્તે છે. આ દષ્ટિએ મનુષ્યનું બંધારણ, એનો આ પરિદૃશ્યમાન વિશ્વ સાથે સંબંધ, એની સ્વાભાવિક પ્રવૃત્તિ નિવૃત્તિની ભાવનાઓ-ઈત્યાદિ સર્વ વિચાર તત્ત્વજ્ઞાનના પેટામાં પડે છે. એ વિચારનું બહોળું પણ સુચિન્તિત સાહિત્ય ઉત્પન્ન કરવાની જરૂર છે. એ જ ભવિષ્યના કાવ્યસાહિત્યમાં ઉચ્ચતા અને ગંભીરતા, એ સાહિત્યના પ્રાણ રૂપે પ્રેરી શકશે, અને એ વિના આપણું સાહિત્ય રંગબેરંગી પરપોટા જેવું જ રહેશે.” (આનંદશંકરભાઈ) ૧૧૮૮. (૨) જૈન તત્ત્વજ્ઞાનમાં કર્મવાદ, અનેકાંત ફિલસૂફી, નયવાદ, સામ્યવાદ, અહિંસાદિ વ્રતો, ગુણસ્થાનક્રમ, યોગ, મતિજ્ઞાનાદિના સૂક્ષ્મ ભેદો, પ્રમાણમીમાંસા આદિ અનેક વિશિષ્ટ તત્ત્વોનો સમાવેશ થાય છે તો તે દરેક પર સ્વતંત્ર વિચારકોએ તે તે પરના મિશ્ર પ્રાચીન ગ્રંથોમાંથી તારવી ઊહાપોહ અને પરિશીલન-પૂર્વક નિબંધો, લેખો, પુસ્તકો અલગ અલગ રચવાં ઘટે. જૈનધર્મની અનેકાંતસ્યાદ્વાદની ફિલોસોફીની અર્થ એ છે કે એક વસ્તુને અનેક દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. જો એ વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy