SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રહી ગયું છે. પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં જૈનોએ મદદ કરી છે, પણ ત્યાંના અભ્યાસીઓ બધા બ્રાહ્મણ હોઈ તેમને બ્રાહ્મણ તત્ત્વજ્ઞાન તરફ પક્ષપાત હોય અને તે જ દિશાનું કામ વેગથી ચાલે એ સ્વાભાવિક છે. પણ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં તેવું નથી. x તેમાં જૈન અને ઇતર પુસ્તકોનો સારો સંગ્રહ છે. એ કેન્દ્ર જૈન અભ્યાસ માટે સ્વાભાવિક રીતે અનુકૂળ છે. તેના વિદ્વાનોના હાથમાં પોતપોતાનું કામ પૂરતું હશે તો પણ તેમની સલાહથી જૈન તત્ત્વજ્ઞાન માટે એક વ્યાસપીઠ ઉભું કરવું એ જૈન ધનિક વર્ગ ધારે તો સહેલ છે. ૧૧૮૦. આ (અને આવાં) વ્યાસપીઠ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ જિજ્ઞાસુઓને જૈન તત્ત્વજ્ઞાન પશ્ચિમની શાસ્ત્રીય પદ્ધતિથી મળી શકશે. તેના અધ્યાપક દ્વારા પુસ્તકોનું આધુનિક રીતે સંશોધન કરાવી પ્રસિદ્ધ કરાવી શકાશે. જેથી આખા જૈનસમાજને નવીનરૂપે પોતાનું તત્ત્વજ્ઞાન મળી શકશે. પશ્ચિમના બુદ્ધિપ્રકાશથી અને વ્યવહારથી દૂર રહેલા સાધુ-આચાર્ય વર્ગને પણ નવી દૃષ્ટિએ જૈન તત્ત્વજ્ઞાન જોવાનો પ્રસંગ મળશે અને તેમના દ્વારા તે તત્ત્વજ્ઞાન અજ્ઞાનવર્ગમાં પણ વધારે સુગ્રાહ્ય રૂપમાં પ્રસરશે. વ્યાસપીઠ સાથે વિદ્યાર્થીઓને માટે છાત્રવૃત્તિની ગોઠવણ થશે તો જૈનદર્શનના અભ્યાસને વળી ઓર જ ઉત્સાહ મળશે. ટુંકમાં જૈન તત્ત્વજ્ઞાન માત્ર “વખાણ” કે પોથીમાં નહીં પડી રહેતાં જમાનાને અનુકૂળ અવતાર પામશે અને બુદ્ધિની વેગીલી પ્રગતિમાં પોતાનું સ્વાભાવિક સ્થાન પામશે. જૈન ધર્માભિમાની ધનિકો આનો વિચાર અત્યારે નહિ કરે તો પછી કયારે કરશે ?'૫૭૬ ૧૧૮૧. આ પ્રમાણે સાહિત્યનાં અન્ય અંગો સંબંધી કરવાનું રહે છે તે સમજી લેવાનું છે. ઉપર જણાવ્યા પ્રમાણેની લોકનિયત સંસ્થાઓ જ્યાં સ્થાપિત ન હોય અને નવી ઉપાડી શકાય તેવી સ્થિતિ ન હોય ત્યાં સરકારી યુનિવર્સિટીના આશ્રય નીચેની સંસ્થામાં એટલે એની મોટી કોલેજોમાં જ્ઞાનપીઠ (chair)ની યોજના કરી શિક્ષણપ્રબંધ કરવો ઘટે. ૧૧૮૨. હવે શું કરવા યોગ્ય છે તે સંબંધી નીચેના પારાઓમાં ટુંકમાં કેટલીક સૂચનાઓ કરવામાં આવે છે તે પ્રત્યે જૈનસંઘ ખાસ લક્ષ રાખી કાર્ય કરશે તો જૈન સમાજને અને તે દ્વારા સમસ્ત ભારતની જનતાને લાભદાયક થશે. ૧૧૮૩. (૧) જૈન સાહિત્યનો પ્રાચીન વારસો મૂલ્યવાન છે. તેનો ઉદ્ધાર કરવામાં નિયમિત વ્યવસ્થા કરવી :-(ક) પ્રત્યેક પ્રાચીન ગ્રંથના ઓછા વધતા ગુણ મૂકીને વધારે આવશ્યક ગ્રંથોને પહેલાં હાથ ધરવા (૨) એક જ પ્રકારના દૃષ્ટિબિંદુથી જુદા જુદા આચાર્યોએ લખેલા જુદા જુદા ગ્રંથ રચેલા હોય તેમાં કોઈમાં અભ્યાસ માટેની વિશેષ ઉપયોગીતા ન હોય છતાં પ્રાચીનતા જ તેની વિશિષ્ટતા હોય; કોઈ કથાવાર્તાના ગ્રંથો એવા હોય કે તે અપ્રસિદ્ધ છતાં તેના પ્રસિદ્ધ કરવાથી કશો નવો અને વિશિષ્ટ હેતુ સરતો ન હોય, તો તેવા માટે દ્રવ્ય, સમય અને શક્તિનો વ્યય ન કરવો; પરંતુ જેના સંસ્કરણની આવશ્યકતા સિદ્ધ થાય તે પ્રકટ કરવા. (ગ) જુદી જુદી વિદ્યાપીઠો (યુનિવર્સિટીઓ)ના અભ્યાસક્રમમાં દાખલ થયેલાને તથા તેવા અભ્યાસક્રમમાં ખાસ સ્થાન લે એવા વિશિષ્ટ અને ઉપયોગી ગ્રંથોને પ્રધાનપદ આપવું. ૫૭૬. ‘જ્ઞાનદાનનો ઉત્તમ પ્રકાર' એ લેખ-મ0 “જૈન”નો રીપ્યમહોત્સવ અંક સં. ૧૯૮૬ પૃ. ૧૪૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy