SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૭૩ થી ૧૧૭૯ વિદ્વાનોના વિચારો ૫૩૫ તેની ફિલસૂફીનું સ્ફોટન વગે૨ે આ પરદેશીય વિદ્વાનો કરતાં વધારે સારૂં કરી શકે. હિંદની વિદ્વત્તામાં જૈનોનો ફાળો ઓછો છે, તેમ મેં ઉપર લખ્યું ત્યારે ઘણા જૈનભાઇઓને માઠું લાગ્યું હશે, પણ હું માનું છું કે એ ખરા કે ખોટા આક્ષેપમાંથી બચવું હોય તો ખરો ઉપાય એ છે કે હિન્દના જ બુદ્ધિશાળી, વિશાળ અને આધુનિક દૃષ્ટિવાળા વિદ્વાનો આગળ પોતાની ફિલસુફીનું સ્ફોટન કરાવવું. એમ નહિ થાય તો, હવે એટલો બુદ્ધિનો જમાનો આવ્યો છે કે નવીન બુદ્ધિશાળી શિક્ષિતોમાંથી તો જૈન ધર્મ નવા અનુયાયીઓ નહીં મેળવી શકે; પણ જૈન ધર્મના અનુયાયીઓમાંથી પણ જાવાન પ્રગતિશાળી વર્ગ અપસરતો જશે. (હમણાં સુધી) જૈન જીવાનો પોતે કેટલા ધર્મમાં શિથિલ થતા જાય છે તેનો કોઈએ વિચાર કર્યો ? અને અહીં હું માત્ર બાહ્ય ક્રિયાની વાત નથી કરતો, માત્ર બાહ્યક્રિયાને હું ધર્મ ગણતો નથી, પણ તત્ત્વજ્ઞાનના ખરા પિપાસુઓને ચાલુ ધર્મજ્ઞાનમાંથી તૃષા નહિ છીપતી હોવાથી તેઓ ધર્મપરાસ્મુખ થશે જ અને થાય છે એ મારૂં કહેવું છે. એથી ઉલટું જો જૈનધર્મ પોતાના જ્ઞાનને શુદ્ધ સ્વરૂપમાં બહાર મૂકે, તો હવે પ્રજા અહિંસાની દિશા તરફ વળી છે, ત્યારે જૈન સિદ્ધાન્તનો સર્વત્ર સ્વીકારાવાની આ અનન્ય તક છે. ૧૧૭૬. ‘મુંબઈ યુનિવર્સિટીની ઉચ્ચ પરીક્ષામાં જૈન પુસ્તકો નીમાયાં છે, પણ તેમાં શું વળ્યું ? x x પણ આ ગ્રંથોને શીખવનાર ક્યાં છે ? જૈન સાધુઓમાંથી પણ આના કેટલા ખરા અભ્યાસી નીકળે ? અને તેઓ પણ આધુનિક દૃષ્ટિએ આ ગ્રંથો શીખવી તો નજ શકે. X આનો ખરો ઉપાય શિક્ષણનો પ્રબંધ કરવો એ છે. એ કામ સાધુઓ ઉ૫૨ છોડી શકશે નહિ. તેમને આધુનિક દૃષ્ટિ નથી, આધુનિક દૃષ્ટિ હોય તો પણ એ સંસ્થા લોકનિયત નથી. હવે આપણે આપણાં ધ્યેયો લોકનિયત સંસ્થા દ્વારા જ સાધવાં જોઈએ. એવી સંસ્થાઓ જ જમાનાની જરૂરિયાત પ્રમાણે ફેરવી શકાશે. × જ્યાં એવી સંસ્થાઓ હોય ત્યાં તેનો લાભ લેવો જોઇએ અને જ્યાં ન હોય ત્યાં નવી કરવી જોઈએ. ૧૧૭૭. ‘જ્ઞાનપ્રચાર પ્રાન્ત ભાષામાં જ કરવો જોઇએ. ત્યારે જ જ્ઞાન સમાજના દૂરદૂરના ક્યારા સુધી પહોંચે. અંગ્રેજ મારફત કરેલા વિચારો કે મેળવેલું જ્ઞાન સમાજમાં પ્રસરી શકતું નથી. અને ધર્મનું જ્ઞાન, કાંઇ અમુક થોડી સંખ્યા માટે જ નથી, પણ દરેક માણસ માટે છે. અંગ્રેજી ભાષાના નડતરને લીધે જ આપણા શિક્ષિતોની અસર જોઇએ તેટલી પ્રસરતી નથી. શ્રમણધર્મોનું તો એ વિશેષ લક્ષણ છે કે તેણે હમેશાં પ્રાકૃત એટલે બોલાતી ભાષામાં જ ઉપદેશ આપ્યો છે. ૧૧૭૮. ‘આ રીતે પ્રાંત ભાષાઓ જોતાં મારવાડ-રાજપૂતાના માટે એક કેન્દ્ર ત્યાંના જ જૈનોએ રચવું જોઇએ અને તે દ્વારા અધ્યયન-અધ્યાપન અને પ્રકાશનની વ્યવસ્થા કરવી જોઇએ. તેવું જ બીજાં કેન્દ્ર દક્ષિણ માટે પૂના અને મદ્રાસ માટે અડીયાર કે એવું કોઈ કરવું જોઈએ. પંજાબ માટે પણ એક ભિન્ન કેન્દ્ર જોઈએ. ગુજરાત માટે એ રીતે ગુજરાતના કેન્દ્રરૂપ અમદાવાદમાં એની વ્યવસ્થા થવી જોઈએ. X ૧૧૭૯. ‘ગૂજરાત આ બાબતમાં પહેલ કરી શકે એમ હું માનું છું. ગુજરાતનાં કળા-કૌશલ્યમાં અને સમાજની ઉન્નતિમાં જૈનોનો ફાળો નાનોસૂનો નથી. જૈનોનું પ્રાચીન તત્ત્વજ્ઞાન તેમાં પાછળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy