SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મેળવવાનો પુરુષાર્થ કરી આપકર્મી બની આપણે આપણા વારસો માટે ભવ્ય વારસો મૂકી જઇએ એ ઉત્કૃષ્ટ છે. નહિ તો ભૂતકાળની બડાઇ મારી ફુલણસી બનવાનો મહાદોષ વહોરી લેવાશે. x આપણો ઇતિહાસ ગૌરવવાળો છે. પરન્તુ આપણે આપણા પ્રાચીન વારસા ઉપર જ ઝુઝીશું તો હારીશું. આપણા પૂર્વજો જેવા હતા તેવા આપણે થઇને બતાવવું જોઇએ. આપણા ઋષિમુનિઓએ આપણા ધર્મને બચાવવા સારૂ પોતાનાં અંગે અંગના ટુકડા થવા દીધેલા છે. ટૉડ કહે છે કે યુરોપમાં તો એક થર્મોપિલી છે, પરંતુ હિંદમાં તો ફળિયે ફળિયે થર્મોપિલી જોવામાં આવે છે.' આ પ્રાચીન વીરતા શાન્ત અને અહિંસામય માર્ગે જગવીએ તો આપણા પૂર્વજોના આપણે સંતાન છીએ તે સિદ્ધ થશે. ૧૧૭૩. મારા કૉલેજના સમયથી મિત્ર સાક્ષ૨શ્રી રામનારાયણ પાઠક લખે છે કે:- ‘હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં જૈનો દાનવીરતા માટે સુપ્રસિદ્ધ છે. જૈનધર્મમાં દાનના અનેક પ્રકારમાં જ્ઞાનદાન પણ સ્વીકાર્યું છે, તેથી જોકે (હાલના) જૈન ગૃહસ્થોએ ગૂજરાત-હિંદની વિદ્વત્તામાં ઘણો ઓછો ફાળો આપ્યો છે, છતાં સાહિત્યના સંરક્ષણ અને વિસ્તારને માટે અનન્ય સેવા કરી છે. જૈનોના જ્ઞાનદાનથી જ ગૂજરાતી (તેમજ સંસ્કૃત પ્રાકૃત અને અન્ય) ભાષાના અનેક દુર્લભ ગ્રંથો તેમના ભંડારોમાં સંઘરાયા છે અને નકલો થઈ થઈને દૂર દૂરના પ્રદેશોમાં ગયા છે, પણ જમાનો બદલાતાં જ્ઞાનદાનનો પ્રકાર પણ બદલાવો જોઈએ. ભંડારોમાં દાબડામાં ઉધેઈ ખાઇ જાય, કાગળો એની મેળે નાશ પામે ત્યાં સુધી પુસ્તકો કોઈને બતાવવાં જ નહિ એ હવે પુસ્તક-સંરક્ષણની સાચી રીત નથી. અંગ્રેજ અમલદારો ગ્રંથ માગીને લઈ જતા અને પછી પાછા આપતા જ નહિ. એથી બ્હીને હવે આપણા વિદ્વાનોને પણ ન આપવા એ યોગ્ય નથી, ગ્રંથોને છપાવવા એ પણ એક જ્ઞાન-સંરક્ષણનો પ્રકાર છે એટલું સમજતાં પણ જૈનોને ઘણો સમય લાગ્યો હતો. પણ દુનિયાનો વેગ અને હિંદનો પ્રગતિનો વેગ હવે ઘણો વધ્યો છે. તેમાં જૈનો પણ આગળ વધશે તો જ તેઓ જ્ઞાનને માટે જે ચીવટ રાખે છે તેના પ્રમાણમાં કંઈ પણ ફળ જોઇ શકશે. ૧૧૭૪. ‘અત્યારે ઘણા જૈનો પોતાના ધર્મનાં પુસ્તકો છપાય તેટલાથી જ સંતોષ માનીને બેસી રહે છે. પ્રસિદ્ધ થતાં ઘણાં ધર્મ પુસ્તકો તો સાહિત્યમાં ખપવાને પણ યોગ્ય હોતાં નથી, પણ માત્ર ધર્મ થશે તેમ માનીને શ્રદ્ધાલુ જૈનો તે છપાવે છે અને તેમની શ્રદ્ધાના પ્રેરક સાધુ-આચાર્યો તે શ્રદ્ધાને કોઈ વધારે સારે રસ્તે દોરતા નથી. અત્યારે જમાનો બુદ્ધિનો છે. શ્રદ્ધાનું પણ જો બુદ્ધિથી પરિશોધન થશે તો જ તે ટકી શકશે. ૧૧૭૫. ‘અત્યારના જમાના પ્રમાણે જૈનોએ જ્ઞાનને માટે, જૈન ધર્મના જે તત્ત્વજ્ઞાનના ગ્રંથો હોય તેનું તત્ત્વજ્ઞાન નવીન રીતે વિકાસ પામે અને દુનિયાના તત્ત્વજ્ઞાનમાં અગ્રસ્થાન લે તે માટે સતત પ્રયત્ન કરવો જોઇએ. આ દિશા જૈનોથી અજ્ઞાત નથી. જર્મનીના પ્રો યાકોબી વગેરેએ જૈનધર્મનાં પુસ્તકો આધુનિક દૃષ્ટિએ સંસ્કરણો કરી બહાર મૂકયાં છે. પણ એ કામ માત્ર જર્મનો જ કે અંગ્રેજો જ કરી શકે એમ કાંઇ નથી. ગૂજરાત પુરાતત્ત્વ મંદિરે સમ્મતિતનું (જૈન પંડિતો-સુખલાલ અને બહેચરદાસના હાથે) સંપાદન હાલમાં જ કર્યું છે જે પશ્ચિમના ઉત્તમોત્તમ પંડિતોની પણ પ્રશંસા પામ્યું છે. જૈનો અને જૈનેતર વિદ્વાનો એવા ઘણા નીકળે કે જેઓ જૈન તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું સંસ્કરણ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy