SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૬૮ થી ૧૧૭૨ સાક્ષરોના અભિપ્રાય ૫૩૩ કરતા અટકી જઈ સુધરી જશે. સાહિત્યની ખીલવણી આપોઆપ થશે. પ્રાચીન સાહિત્ય જૈનો પાસે એટલું બધું છે કે તેનો ઉદ્ધાર કરવા પ્રત્યે બધો પુરુષાર્થ સેવવામાં આવે, તો તેમાંથી ખરા સાહિત્યમાં ખપવાને યોગ્ય અને સર્વ લોકને ઉપયોગી પુસ્તકો પ્રકટ થશે. ૧૧૭૦. અત્યારે મહાત્મા ગાંધીજીએ અહિંસાનો મહાન સિદ્ધાન્ત કે જેના પર મુખ્યપણે જૈન ધર્મ રચાયો છે; તેની ઘોષણા અને તેનો અમલ વ્યક્તિગત તથા સામાજિક બાબતોમાં જ નહિ પણ રાજકીય બાબતમાં પણ સામુદાયિકપણે કરીને આખા વિશ્વમાં તે સિદ્ધાંતને તેમણે વ્યાપક કરી દીધો છે તેથી જૈન ધર્મમાં શ્રદ્ધાથી ટ્યુત થતા શિક્ષિત જનો પણ તે ધર્મમાં વધુ સ્થિર બન્યા છે અને જૈન આગેવાનો અને ધર્મોપદેશકો ચેતીને ખરા જ્ઞાનદાનનો-જ્ઞાનવિસ્તારનો ઉપાય લેશે તો જૈન ધર્મમાંથી કોઈપણ અનુયાયી અપસરશે નહિ અને અન્ય બુદ્ધિશાળીને પોતાના ધર્મ પ્રત્યે આકર્ષી શકશે. જૈન ધે. કોન્ફરન્સના પ્રયત્નોને પરિણામે મુંબઇની તેમજ બીજી યુનિવર્સિટીની ઉચ્ચ પરીક્ષામાં જૈન પુસ્તકો નિયત થયા છે અને કાશીની હિન્દુ યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય માટે એક જ્ઞાનપીઠ (Chair) ની તેમજ કવિ સમ્રાટ રવીન્દ્રનાથ સ્થાપિત વિશ્વભારતી-શાંતિનિકેતનમાં પણ સિંઘી જૈન જ્ઞાનપીઠ (Chair) ની યોજના પણ થઈ છે, ને તેથી ઘણો લાભ થશે. પણ તેટલું પૂરતું નથી. માત્ર આશાવાદ રાખી વર્તમાન સ્થિતિ ધ્યાનમાં લઈ સમયાનુકૂળ પ્રવૃત્તિ નહિ થાય તો જે છે તે ખોઈ બેસવાનો સંભવ પણ છે. ૧૧૭૧. જૈન ધર્મ આજે ભારતના જૈનેતરોની અને પાશ્ચાત્ય દેશોની પ્રજા વચ્ચે માનવંત સ્થાન ધરાવતો હોય તો તે તેનાં મૂલ્યવાન પ્રાચીન સાહિત્યથી અને તેનાં જીવંત તીર્થોની ભાવનામયતા તથા કળા-ભંડારથી. આ બેઉ વારસા જો જૈનો પાસે ન હોત તો ૩૩ કરોડની ભારતની પ્રજા સમક્ષ આશરે પંદર લાખની જૈન વસ્તી અને જૈન સંસ્કૃતિનો કોઈપણ ભાવ પણ ન પૂછત ! જે વારસાથી આપણે ઊજળા છીએ તે વારસો જાળવી રાખવાથી જ આપણે તેની તરફની ફરજમાંથી મુક્ત થતા નથી, પરંતુ તે વારસાનો ઉપયોગ આપણે એવી રીતે કરવો જોઇએ કે જેથી વારસો જીવંત રહે અને અનેક મનુષ્યોના આકર્ષણ તથા ઉદ્ધારનું સાધન બને. ૧૧૭૨. કોઈ પ્રજા પોતાની ભૂતકાળની શોભાને યાદ કરીને આગળ વધી શકતી નથી. ભૂતકાળની શોભા જો યાદ કરીએ તો તે એટલા જ અર્થે કરવી જોઇએ કે જેથી આપણે એ શોભામાં વધારો કરી શકીએ. આજે રામાયણ આદિ મહાકાવ્યના લખનાર ક્યાં છે ? આજે પ્રાચીન સમયની નીતિ કયાં છે ? તે વેળાની કાર્યદક્ષતા ક્યાં છે? કર્તવ્યપરાયણતા કયાં છે ? જો પ્રાચીન સમયમાં જે વિભૂતિઓ આપણામાં હતી એમ આપણે માનીએ તો તે જ વિભૂતિઓ ફરી પાછી બતાવવાની આપણી શક્તિ હોવી જોઈએ. આપણે બહાદુર પ્રજાના વારસ છીયે, પણ એ વારસાને શોભાવવાની આપણામાં અત્યારે તાકાત નથી એ પણ કબૂલ કરીએ તો આપણો કશોયે શુક્રવાર વાળવાના નથી. તેજસ્વી ભૂતકાળ જોઈ વર્તમાન તેજોહીન દશામાં જડતા અને પ્રમાદ રાખી સબડ્યા કરીએ તો પછી તેવો તેજસ્વી ભૂતકાળ ન હોત તો સારું થાત એવી કલ્પના કેટલાયને થાય છે. બાપકર્મી વારસોની પેઠે ગઈ ગુજરી સંભારી તેનાં ગુણગાન ગાયાં કરીએ તેની સાથે ચાલુ અધમ સ્થિતિમાંથી મુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy