SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ pessimist નિરાશાવાદી (લો. મા. તિલકના ધ્વન્યર્થ પ્રમાણે દુર્મુખેલ થયેલ) પણ કહેશે; કેમ કે આ વાતની યથાર્થતા તો કાળે કરીને જ દેખાય તેમ છે. આથી આખી જૈન સૃષ્ટિને એક તામ્રપત્ર આપું છું-* જૈન પ્રજાએ પચીશ, પચાશ અને બહુ તો સો વર્ષ સુધીમાં દેશના રાષ્ટ્રીય સમૂહમાં ભળી જવું જોઇશે; અને તે રાષ્ટ્રીય સમૂહના માનેલા સ્વીકારેલા ધર્મ (religion)નો આદર કરવો પડશે-અથવા તેની છાયામાં રહેવું પડશે; અને અનેક તાપૂર્વક શોધેલ જૈન વિજ્ઞાનો માત્ર પ્રાચીન શોધખોળના વિષય (antiquarian subjects) તરીકે જોવામાં આવશે, જો કોઈ અસાધારણ આકસ્મિક પરિવર્તનો નહીં આવે અને આ ચાલુ રીત્યા પ્રવૃત્તિઓ રહેશે તો આ જ છેવટની દશા છે.'૫૭૫ ૧૧૬૮. આ વિચાર ખાસ ધ્યાનમાં લેવા જેવો છે-નાખી દેવા જેવો નથી. આના જેવો વિચાર કીર્તિવિજયકૃત વિચારરત્નાકર પૃ. ૫૯ માં જોવામાં આવે છે. જિનપ્રતિમાનિષેધક એમ કહે છે કે કેટલાક કાળ સુધી ખરા સાધુઓ થયા નહિ અને જે થયા તે સાધ્વાભાસ થયા કે જેઓ સ્વમતિથી કલ્પેલ જિનાલય અને જિનપ્રતિમા પાસે અર્પાયેલ ધાન્યાદિ પર ઉપજીવિકા કરતા હતા. વીરાત્ બે હજાર વર્ષે (સં. ૧૫૩૦ માં) અમે જિનશાસનનો ઉદ્ધાર કરવા અર્થે સુવિહિત-સાચ્ચા સાધુઓ ઉત્પન્ન થયા.” આના ઉત્તરમાં તે ગ્રંથકાર કહે છે કે “આ પ્રલાપ છે, ભૂતગ્રસ્ત ગાલિપ્રદાન છે ! કારણ કે | સિદ્ધાંતમાં કહ્યું છે કે એકવીશ હજાર વર્ષ સુધી શ્રીમદ્ વર્તમાન-મહાવીર સ્વામિનું તીર્થ-સાધુસાધ્વી શ્રાવક શ્રાવિકા રૂપ તીર્થ અવ્યવચ્છિન્ન રહેશે. જુઓ ભગવતીસૂત્રનું ૨૦ મું શતક ૮ મો ઉદેશ - શ્રી મહાવીર ભ. ગૌતમ ગણધરને કહે છે “ોયHI ગંદી વીવે મારદે વાતે મH Tીતે ઓષિ વીસ વાસસહસ્સારું તિલ્થ અણુસજ્ઞિરૂડું ” આવો જવાબ હમણાં પણ આગમના જાણનાર આપણા સાધુઓ આપે છે અને આપશે. હું પણ આપવા જઉં, પણ તે કોઈપણ વિચારક અથવા અત્યારના સ્વતંત્રતાના યુગમાં ઉછરનારા એવું કથન એટલા જ પ્રમાણથી કદાચ ન સ્વીકારે અને જૈનેતર તો ન જ સ્વીકારે, તો તેમને માટે નીચેનો ઉત્તર છે. ૧૧૬૯. જૈનો કરતાં જૈનેતરો-બ્રાહ્મણધર્મોની સંખ્યા અનેકગણી છે. પૂર્વકાલથી બ્રાહ્મણોનો વિદ્યાવ્યાસંગ સતત ચાલ્યો આવે છે. છતાં ઉક્ત મહાશયે ગણાવેલા સમર્થ વિચારકો પૈકી બે બ્રાહ્મણો છે ને બીજા બ્રાહ્મણેતરો જ છે. તે સિવાય અનેક છે અને તે સર્વના વિચારોનો લાભ લેવો જોઇએ. તેઓની જાતિની આવડી મોટી જનસંખ્યાના પ્રમાણમાં બહુ થોડાઓ ઉદ્ભવ્યા છે કે જે સમર્થ વિચારકની કોટિમાં આવે. તેના કારણમાં પણ ઉંડાણથી જોતાં દેશની પરાધીનતા નજરે તરે છે. જ્યારે દરેક હિંદીને પોતાની શક્તિ, બુદ્ધિ અને કલાકુશલતાને ખીલવવા ને બહાર પાડવા કાર્યક્ષેત્ર તેમજ દરેક જાતની સગવડતા-તક અને ઉત્તેજના મળે એવી સ્વાધીનતા દેશ પ્રાપ્ત કરશે ત્યારે દરેક કોમ દરેક ધર્મ અને દરેક જાતિમાંથી મહાન્ નર અને નારીઓ પાકશે અને તે દરેકમાં રહેલ મતિમાનું સ્ત્રીપુરુષ પોતાની કોમ, જાતિ અને ધર્મના ઉજ્વળ ભાવિનો વિચાર કરતા થઈ જશે–ઝઘડા અને ક્લેશમાં રાચતા હાલના ગણાતા નાયકો કાંતો નાબૂદ થશે અને કાંતો શાનમાં સમજી જઈ ફ્લેશ ૫૭૫. “મારૂં તામ્રપત્ર’ એ નામનો લેખ-જૈન છે. કૉ. હેરેલ્ડ સને ૧૯૧૭ સપ્ટે-નવે.નો અંક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy