SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૬૩ થી ૧૧૬૭ ગુજરાતમાં જૈનોનો પ્રભાવ વખત જતાં એ સ્થિતિમાં પલટો આવ્યો અને શ્રી મહેતાના ઉપરના કથન પ્રમાણે ધર્મ-અર્થ-કામના ઉલટા ગણેશ મંડાયા. એ અવળી પ્રવૃત્તિનાં દુષ્પરિણામ આજે પણ આપણે ભોગવીએ છીએ. આપણા કોમીય વિગ્રહો અને સ્વાર્થમાંથી જન્મતા ક્લેશ-વિખવાદમાં પણ એની જ કાજળઘેરી છાયા આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ; પરંતુ એ અંધારી રાતનો પણ એક વખતે અંત આવવો જોઇએ અને આશાવાદીઓ એમ શ્રદ્ધાપૂર્વક માને છે કે જ્યારે આ દેશના ધર્મોપદેશકો પોતાની શિથિલતાઓને તિલાંજલી આપી, ક્ષુદ્ર રાગદ્વેષોથી પોતાની જાતને યથાશક્તિ નિર્મળ બનાવી પુનઃ ભારતવર્ષની પ્રાચીન ધર્મભાવનાનો ઘોષ વર્તમાન સ્થિતિ સંજોગ અને ભવિષ્ય પર સુદૂર દૃષ્ટિ રાખી જગવશે ત્યારે અહિંસા, પ્રેમ અને ચારિત્રશુદ્ધિની અમીધાર પાછી આ પ્રદેશ ઉપર ઉતરશે અને એ નવયુગમાં જૈન દર્શનની મહત્તા તથા પવિત્રતાનાં મૂલ્ય વિશેષ અને વિશેષ અંકાશે.” ૫૭૪ ૧૧૬૬. સ્વ. મનસુખલાલ ૨વજીને સં. ૧૯૭૩ માં એમ લાગ્યું હતું કે “જે સંતોએ જગન્ના કલ્યાણાર્થે કોઇ મહદ્ભૂત ‘વિજ્ઞાન’ શોધી કાઢ્યું હતું તે સંતોના અનુયાયીઓમાંથી તે વિજ્ઞાનની ભાવિ સ્થિતિ કેવી રહેશે; અથવા ભવિષ્યમાં તે વિજ્ઞાનના ભક્તો રહેશે કે નહિં તે સંબંધીનો કોઈ લાંબી નજરે વિચાર-મૂલ વિચાર-original idea કરી શકતા દેખાતા નથી. x x જૈન સંપ્રદાયની સ્થિતિ સંયોગોના આકસ્મિક પરિવર્તનોના કારણ સિવાય, બીજી કોઇ રીતે બહુ લાંબો કાળ ટકી શકે નહીં. x જૈન સમાજે વહેલા મોડા હિંદના થતા જતા ‘રાષ્ટ્રીય ધર્મ’ - વેદાન્તમાં-ભળી જવાનો જરૂર સંભવ છે, કારણ કે તેનું સંખ્યાબળ ઘણું વધારે છે; વિદ્યા તેના ઘરની છે. તે વિદ્યા તેણે આ છેલ્લા ૬૦ વર્ષમાં બહુ ખીલવી છે, અને તેને પરિણામે જ વિશ્વવ્યાપક ભાવના ઉત્પન્ન કરનારૂં ‘સમાજશાસ્ત્ર’- sociology વેદાન્તના આધ્યાત્મિક સિદ્ધાંતોમાં ઘટાવી શકે એવા સ૨ રવીન્દ્રનાથ ઠકકુ૨-ટાગોર, કે વેદાન્તની ભાવનાઓ ચારિત્રમાં ઘટાવી શકે એવા રામતીર્થ, કે તે અધ્યાત્મમાં ‘ર્મયોગ' ઘટાવી શકે એવા અરવિન્દ ઘોષ અથવા કર્મયોગ ને તત્ત્વજ્ઞાનના ચામત્કારિક સિદ્ધિ કરી આપે એવા બુદ્ધિસામર્થ્યના ધારક લો૦ તિલક, કે દંતકથા શાસ્ત્ર ૫૨ રચાયેલા સાહિત્યમાંથી દૃઢ ‘ઇતિહાસ’ ઉપજાવી શકે તેવા બંકિમ બાબુ જેવા સંતાનો વેદાન્ત સંપ્રદાય ઉપજાવી શકે છે. રાષ્ટ્રીય દૃષ્ટિએ આ વાત જોકે ગૌરવવાળી હોવાનું હું માનું છું, પણ જ્યારે પૃથની દૃષ્ટિએ ગણના થવી જોઇએ ત્યારે તે થવાનો મને સંભવ જણાતો નથી—અને સંભવ ન હોવાનું કારણ જૈન સાહિત્યની ખીલવણી ૬૦ વર્ષમાં ન થઈ તે છે. આથી જૈન સંપ્રદાયનું ભાવિ નિર્બળ મને ભાસ્યા કરે છે; અને એથી જ હું તેને માટે એમ કહું છું કે જૈનના સંતાનો વહેલા મોડા વેદાન્તના વિચાર-વિશ્વમાં ભળી જશે અને તેમ થતાં જૈનનું વ્યક્તિત્વ નહીં રહે. ૫૩૧ ૧૧૬૭. ‘અત્યારે ચોમેર નજર કરતાં જૈનમાં મને એક પણ વ્યક્તિ એવી જણાતી નથી કે જેને સત્યરીત્યા ‘મૂળ વિચારક' Original thinker વિશેષણ મળી શકે. જો આવા વિચારકો તેમાં હોત તો ૧૦૦ વર્ષ સુધીમાં જૈનનું અસ્તિત્વ–સ્થિતિ કેવી નિર્બળ થવા યોગ્ય છે એનો અવશ્ય વિચાર કરી શકત. મારી આ વાત અત્યારે ગળે નહીં ઊતરે કેમ કે તે તો અનુભવનો વિષય છે. કેટલાક મને ૫૭૪. રા. સુશીલનો ‘ગુજરાતમાં જૈન પ્રતાપ’ એ નામનો અગ્રલેખ ‘જૈન’ કા૦ ૧૦ ૧૩ સં. ૧૯૮૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy