SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ આપણી અંદરના કુસંપ-કલેશે, મિથ્યાભિમાને અને વિલાસલાલસાએ આપણને ભીરૂ જેવા બનાવી મૂક્યા હોય એ વધુ સંભવિત લાગે છે. ૧૧૬૩. આર્ય તત્ત્વજ્ઞાનના અભ્યાસી શ્રી નર્મદાશંકર મહેતા કહે છે કે ‘આ જમાનામાં હિંદુમુસલમાન વચ્ચેના ઝઘડાઓ જોઈ સામાન્ય જનો ધર્મની વાત સાંભળતાં ભડકે છે. હિન્દુસ્થાનનું સ્વરાજ્ય ધર્મની ભાંજગડોમાં ગયું છે, અને ધર્મના પ્રશ્નોને દૂર રાખવામાં આવે તો આપણા સ્વરાજ્યના પ્રશ્નોનો સત્વર ઉકેલ થઇ શકે તેમ છે. આ આક્ષેપ પ્રથમ દર્શને સામાન્ય મનુષ્યોને બલવાન લાગશે. પરંતુ વિચાર કરતાં સમજાશે કે ભારતવર્ષની ધર્મભાવના આવા ઝઘડા કરાવનારી નથી. ભારતવર્ષની ધર્મભાવનાએ હિન્દુઓના હિન્દુધર્મનાં, બૌદ્ધોના બૌદ્ધ ધર્મનાં અને જૈનોના આર્હત ધર્મનાં મૂર્ત રૂપો ઘડયાં છે, અને ત્રણે ધર્મના પ્રર્વત્તકોએ તેને આ લોક અને પરલોકના હિતને અર્થે, વ્યક્તિની અને સમાજની યોગ્ય ધારણા અથવા વ્યવસ્થા કરવાને અર્થે, પ્રબોધ્યો છે. ઝઘડાઓનાં મૂલ કારણ ખરી રીતે અર્થવાસના ને કામવાસનાને અનિયંત્રિત વહેવા દેવામાં સમાયેલ છે. ધર્મભાવનાને વશ નહિ વર્તનારી ધનની અને વિષયભોગની લોલુપતા એજ કલેશનું અને ઝઘડાનું કારણ છે. જે ભારતવર્ષમાં ધર્મ પહેલો, અર્થ બીજો અને કામ ત્રીજો એવી ત્રિવર્ગની વ્યવસ્થા મહર્ષિઓએ સમજાવી છે, તે ભારતવર્ષમાં હાલ આપણે અર્થ પહેલો, કામ બીજો અને ધર્મ ત્રીજો એવી અવળી પુરુષાર્થની પદ્ધતિ રચી બેઠા છીએ. ગમે તે રીતે ધનવાન થવું છે. પાપપુણ્યનો બીલકુલ વિચાર કરવો નથી. તેવા ધન વડે અર્થ પુરુષાર્થ સાધી ગમે ત્યાંના ગમે તેવા ભોગ્ય પદાર્થો ભોગવવા છે, અને આ પ્રમાણે ધનમદ અને કામમદથી ઉન્મત્ત થવું છે, અને કોમીય ઝઘડાનું પાપ બિચારા ધર્મને માથે નાખવું છે !''૫૭૩ ગૂજરાત પરની મધ્યકાલીન જૈન સત્તાને–જૈનાચાર્યોને વગોવનારાઓને પણ આ જ જવાબ સમયોચિત થઇ પડશે. જે અહિંસા અને ચારિત્રશુદ્ધિ જૈનધર્મના રહસ્યરૂપ છે તે પણ વસ્તુતઃ ભારતવર્ષની સ્વાભાવિક ધર્મભાવનાની જ પોષક હોઇ તેની અવમાનના એક રીતે પોતાની જ ધર્મભાવનાની અવમાનના છે. ૧૧૬૪. આજે પણ ગૂજરાતની જનતા અંહિસા, સહિષ્ણુતા અને બંધુભાવના જે સંસ્કારોને દીપાવે છે તે જૈનધર્મ અને જૈનનીતિના અવશેષો છે એમ કહીએ તો ખોટું નથી. એક માત્ર સંપ્રદાયમોહની ખાતર અન્ય સંપ્રદાયોને ઉતારી પાડવા અથવા તો અંધશ્રદ્ધાની દૃષ્ટિએ અન્ય સૌને તુચ્છવત્ લેખવા એ એક જાદી વાત છે, પણ તેને યથાર્થ દર્શનના નામથી ન ઓળખી શકાય. કોઇપણ તટસ્થ વિચારક ગૂજરાતના જાદા જૂદા મત-પંથો અને તેમના પ્રવર્તકોના જીવનનું પૃથક્કરણ કરે તો ઓછા યા વધતા અંશે જૈન સંસ્કારિતાનો પ્રતાપ તે જરૂર જોઇ શકે તેમ છે. ૧૧૬૫. જેમણે કેવળ કરૂણાવશ બની સ્પષ્ટપણે ધર્મનાં રહસ્યો સંસારીઓ આગળ પ્રકટ કર્યા, લોકાપવાદથી નિર્ભય રહી જેમણે શ્રીમંતો અને ગરીબો, વિદ્વાનો અને પ્રાકૃત જનોને વસ્તુસ્વરૂપ બતાવી આપ્યું, તેમના પ્રતાપે જ વ્હેમ અને અજ્ઞાનમાંથી જનતાએ છુટકારાનો છેલ્લો દમ ખેંચ્યો. ૫૭૩. ‘ગુજરાતમાં ધાર્મિક અને તત્ત્વજ્ઞાનના સાહિત્યની પરિસ્થિતિ એ ૫૨ સં. ૧૯૮૪ની નડિયાદ ગૂ. સાહિત્ય પરિષના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy