SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૫૮ થી ૧૧૬૨-ક શ્વેતાબરોની સાહિત્યરચના ૫૨૯ ધર્મોપદેશક અને ‘કળિકાળસર્વજ્ઞ' ને જન્મ આપ્યો છે. એકલા હેમચંદ્રાચાર્યનું દૃષ્ટાંત સામાન્યતઃ જ્યાં ત્યાં અપાય છે, તો કહેવાનું કે હેમાચાર્યના પ્રતાપથી જ ગુજરાતમાંનો જૈન પ્રતાપ સમાપ્ત થઈ જતો નથી, તેમ તેનાં મૂળ એટલા ઊંડાં છે કે સપાટી ઉપર તરતી આંખો તેને સ્હેજે જોઈ પણ ન શકે. ચંદ્ર જ્યારે પોતાની સંપૂર્ણ કળાએ પ્રકાશતો હોય ત્યારે તારાનું તેજ ઘડીભર ફીક્કું દેખાય, તેમ એક સમર્થ પુરુષની છાયામાં બીજા તેજસ્વી પુરુષો દબાઈ જાય એ કુદરતી છે. પરંતુ ઇતિહાસનો શોધક તો ભૂતકાળની ઊંડી ગુફાઓમાં નજર નાખી જ્ઞાત-અજ્ઞાત શસાનદીપકોને શોધી લે છે. આ કારણે ઇતિહાસમાં રસ લેતા એક અભ્યાસી તરીકે આ ઇતિહાસ લખાયો છે તે પરથી જણાશે કે ગૂજરાતની ભૂમિ પર એવા અસંખ્ય શાસનપ્રભાવકોએ પોતપોતાના પ્રભાવ ાદી જુદી દિશામાં વિસ્તાર્યા છે અને ગૂજરાતના કાવ્યસાહિત્ય, કળાવૈભવ અને તત્ત્વજ્ઞાનના પ્રદેશોને સુવર્ણરંગે રંગ્યા છે. તેમણે ધાર્મિક વાતાવરણ ઉત્પન્ન કરવામાં મોટો ફાળો આપ્યો છે એટલું જ નહિ પણ ગૂજરાતની ભાષા, ગૂજરાતનું સાહિત્ય, ગૂજરાતનું સ્થાપત્ય અને ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગ ઉપર પણ મુખ્યત્વે જૈનધર્મની જ આરપાર અસર દેખાઈ આવે છે. ૧૧૬૨ક. સાહિત્ય જેમ જીવનને ઘડે છે તેમ જીવનમાંથી જ સાહિત્ય રસ મેળવે છે તે સૂત્ર સર્વમાન્ય છે. ગૂજરાતની આજની અહિંસાપ્રિયતા, ઉદારતા અને સહિષ્ણુતા કોઇ એક અંશે શું જૈન શાસને ઉપજાવેલા વાતાવરણને આભારી નથી ? આ પ્રેરકબળ અતિ મૂલ્યવાન છે. પ્રભાવશાળી ચરિત્રોની ગણના તો સંખ્યાથી નક્કી કરી શકાય, પણ વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ, છતાં અત્યંત પ્રેરણાભર્યા બળનો આંક કાઢવો એ જરા દુર્ઘટ છે. વેધક દૃષ્ટિ જ એ વ્યાપકતા જોઈ શકે છે. ભૂતકાળમાં જેમ જૈનાચાર્યોએ અને જૈન મંત્રીઓએ ગૂજરાતનું વાતાવરણ ઘડ્યું છે તેમ વર્તમાન કાળમાં પણ જૈન તપસ્વીઓ અને આગેવાનો પોતપોતાની ક્ષેત્રમર્યાદામાં એ વાતાવરણની વિશિષ્ટતા જાળવવા મથી રહ્યા છે. કેટલીકવાર આ પ્રભાવવંતા વાતાવરણને અયથાર્થ રૂપમાં ચિતરવામાં આવે છે અને ગૂજરાતમાં જૈનોએ જે અહિંસક અસર પાડી હતી તેને લીધે જ પરાધીનતા વહેલી આવવા પામી એવો આક્ષેપ મૂકવામાં આવે છે. તેના એક દૃષ્ટાંત તરીકે એમ કોઇ કહે છે કે ‘શ્રીહેમચંદ્રાચાર્યની રાજનીતિને પરિણામે કુમારપાળ અહિંસાધર્મનો આટલો એકનિષ્ઠ ઉપાસક ન થયો હોત તો ગૂજરાતે હિંદના ઇતિહાસમાં એ વખતે કંઈક જુદો જ રંગ બતાવ્યો હોત.' આ ભ્રમણા છે. ઇતિહાસ એ વાતની સાક્ષી નથી પૂરતું, કુમારપાળ લડવૈયો હતો તેમજ ત્યારપછી વસ્તુપાળ તેજપાળ પણ લડવૈયા હતા. અહિંસાને એક પ્રકારની નબળાઈ માની લેવાથી આવી ભ્રમણાના ભોગ થવાય છે. દાંભિક અહિંસાને તો દેશવટો જ દેવો જોઇએ, તેની જરાપણ તરફદારી કરવી એ સ્વત્વ ગુમાવવા જેવું છે; એટલે કે જ્યાં ભય, કાયરતા અને સ્વાર્થ ધરબી ધરબીને ભર્યાં હોય અને ઉપર જતાં આ બધાંને દયા કે અહિંસાના આવરણ વડે છૂપાવવામાં આવે એ કોઇકાળે વાસ્તવિક અહિંસા ન હોઈ શકે. અહિંસાના ઉપાસકો પણ વખત આવ્યે યુદ્ધ કરી શકે છે એનાં ઉદાહરણો ઇતિહાસમાં જોઇએ તેટલાં મળી આવે છે. તાત્પર્ય કે ગૂજરાતને કે ભારત વર્ષને જૈનોની અહિંસાએ નબળું બનાવ્યું એ આક્ષેપ અર્થ વગરનો છે. અહિંસાના ઉપદેશે કે સિદ્ધાંતના ઝગડાએ આપણને દુર્બળ બનાવ્યા હોય તે કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy