SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કાશ્મીરના વિદ્વાનો વળી તંત્ર શૈવ અને પાશુપત દર્શન વિષે અનુપમ સાહિત્ય નિર્માણ કરી કાવ્ય અને અલંકારના પ્રદેશમાં અદ્ભુત પ્રતિભાદર્શક કૃતિઓ સરજી શારદાને પ્રસન્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના સુપુત્રો પણ લગભગ સાહિત્ય અને કળાની પ્રાચીન બધી શાખાઓમાં ગૌરવ પ્રાપ્ત કરે તેવી કૃતિઓ બનાવી વાદેવીની અભ્યર્ચના કરતા દેખાય છે. ૧૧૫૮. સાહિત્યના સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયમાં બૌદ્ધે શું ફાળો આપ્યો તેનો વિશિષ્ટ પરિચય અમને નથી. પરંતુ શ્રમણ સંપ્રદાયમાં જૈને અને તેમાં પણ શ્વેતાંબર જૈને કેટલો ભાગ આપ્યો છે તેનો અત્ર યથાશક્તિ ટુંકમાં પરિચય કરાવ્યો છે અને તે શ્વેતામ્બર જૈનોએ આપેલો બધો ફાળો ગૂજરાતે આપેલો ફાળો જ છે અને તેમાં જ ગૂજરાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને ઉદારત્વ છે. ૧૧૫૯. જ્યારે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાનો જ મુખ્ય ભાગે પોતાની પ્રતિભા અને વિદ્યાવ્યાસંગનું અદ્ભુત નિદર્શન દાર્શનિક અને તાર્કિક ગ્રંથો મારફત કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના જૈન શ્રમણો જ દાર્શનિક અને તાર્કિક પ્રદેશમાં પોતાની ગંભીર વિચારણાનું પ્રદર્શન કરાવે છે. ૧૧૬૦. ગુજરાતમાં બૌદ્ધ વિદ્વાનને હાથે રચાયેલી કોઇ કૃતિ વિષે આજે સ્પષ્ટ પ્રમાણ નથી. બ્રાહ્મણ વિદ્વાનને હાથે દર્શન કે ન્યાયના વિષયમાં કાંઈપણ મહત્ત્વપૂર્ણ લખાયું હોય એવી માહિતી અદ્યાપિ નથી જ મળી. દર્શન અને તર્કના પ્રદેશમાં સ્વૈરવિહાર કરનાર આચાર્યો સિદ્ધસેન, મલ્લવાદી, સિંહક્ષમાશ્રમણ, જિનભદ્ર, હરિભદ્ર, શાંત્યાચાર્ય, અભયદેવ, મલયગિરિ, હેમચંદ્ર, ચંદ્રપ્રભ, નરચંદ્ર, જિનેશ્વર, મુનિચંદ્ર, વાદિદેવસૂરિ, ગુણરત્ન, મલ્લિષેણ, રાજશેખર અને છેલ્લા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી-એ બધા જૈન શ્રમણો જ છે અને તેમાં કેટલાયે તો એવા છે કે જેની એકની કૃતિઓની સંખ્યા ક્ષેમેન્દ્રની કૃતિઓની સંખ્યા કરતાં બમણી કે ચારગણી સુધ્ધાં છે.’૫૭૨ ૧૧૬૧. ગૂજરાત મૂળથી જ એકલું વ્યાપારપ્રધાન નથી. આજની પરિસ્થિતિ પરથી કેટલાકે માની લીધું છે કે ગૂજરાત માત્ર પૈસો પેદા કરવાની જ કળા જાણે છે; ગૂજરાતીઓમાં ધર્મજ્ઞાન અને તત્ત્વજ્ઞાનનું સામર્થ્ય નથી. આ આક્ષેપ કેટલો ખોટો છે એ વિવિધ ધર્મોના આચાર્યોએ સમગ્ર દેશના ધાર્મિક ઇતિહાસમાં કેટલો મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમાં ઉતરતાં જણાશે. જે ભૂમિની અંદર રહેલા ધનભંડાર ઉપર આપણે રોજ ફરતા હોઇએ તે ભંડારનું આપણને અહોનિશ ધ્યાન ન રહે એ સ્વાભાવિક છે. પણ એટલા જ ઉપરથી જો કોઈ એમ કહે કે ગૂજરાત ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં બીજા પ્રાંતો કરતાં શુષ્ક છે તો વેદધર્મ, બૌદ્ધધર્મ, જૈનધર્મ અને તે પ્રત્યેકની શાખા-પ્રશાખાનો દિગંતમાં પ્રચાર કરતા તત્ત્વજ્ઞાનીઓની એક મનોરમ જ્યોતિર્માળ રજુ કરી શકાય. ૧૧૬૨. ગુજરાતમાં જૈનધર્મનો સર્વવ્યાપક પ્રભાવ છે, ગૂજરાતે જ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ ૫૭૨. પં. સુખલાલ અને પં. બેચરદાસનો ‘સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ' એ લેખમાંથી (જૈન રૌપ્ય મહોત્સવ અંક સં. ૧૯૮૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy