SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૭ ભારતી-પૂજામાં ગુજરાતનો ફાળો અને ગુજરાતમાં જૈનપ્રતાપ; સમયધર્મની વિચારણા. “આજનો પ્રયત્ન બધા ધર્મની એકતા કરવાનો નથી. પણ ધર્મની ભિન્નતા છતાં દિલની એકતા કરવાનો છે. કબીર અને નાનકે હિન્દુ મુસલમાન બન્નેને એક કરવાનો પ્રયત્ન કર્યો હતો-તે પ્રયત્ન ધર્મમાં એકતા બતાવીને બન્નેને એક બનાવવાનો હતો. તેમાં તેઓ બહુ સફળ ન થયા. આજનો પ્રયત્ન તેનાથી જુદો એટલે ધર્મ જુદા છતાં દિલની એકતા કરવા રૂપ તિતિક્ષાનો છે. એક ધર્મના અનુયાયી પોતાના ધર્મમાં ચુસ્ત રહે છતાં બીજા ધર્મના ચુસ્ત અનુયાયીને માન આપે, તેની સાચા દિલથી ઉન્નતિ ઈચ્છે એ પ્રયત્ન છે. આ પ્રયત્ન નવો જ છે અને તેથી નવો યુગ શરૂ થયો છે; છતાં આપણા ધર્મના મૂળમાં જે ભાવના રહેલી છે. તેનાથી તે નવીન નથી. આવી એકતા તૂટતી જ નથી, ને તૂટે છે તો પ્રેમ એ તોડનારને પણ ખેંચી રાખે. અહિંસામાં એવો પ્રેમ સમાયેલો છે. પ્રેમની પરીક્ષા અસિધારા પર ચાલવું એ છે. આપણે જો આપણા ધર્મની રક્ષા કરવા ઇચ્છીએ તો અસિધારા પર ચાલી જોવું ઘટે. - મહાત્મા ગાંધીજી ૧૧૫૬. “સાહિત્યના સર્જન, રક્ષણ અને વિસ્તારમાં ભારત દેશના બીજા ભાગોને મુકાબલે ગુજરાતનું સ્થાન કયાં છે એનું સ્પષ્ટ અને વિસ્તૃત ભાન તો ગુજરાતીઓને ગુજરાત પ્રત્યે બહુ માનશીલ કરે તેવું અવશ્ય છે. એ વિષેની કંઈક માહિતી આ (જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ) પરથી મળશે, અને તે પરથી સ્પષ્ટ થશે કે ભારતી મંદિરમાં સાહિત્યોપાસનાનું નૈવેદ્ય ધરવામાં પોતપોતાની ઢબે બીજા પ્રાન્તોએ જે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો છે. તેવો ભાગ લેવામાં વૈશ્યવૃત્તિપ્રધાન ગુજરાત જરાયે પાછું નથી રહ્યું, બલ્ક ઘણા અંશોમાં તો તેનું વ્યક્તિત્વ માત્ર નિરાળું જ નહિ પણ બીજા પ્રાન્તો કરતાં ચઢીયાતું છે. ૧૧૫૭. જૂના યુગને બાદ કરી ઐતિહાસિક યુગ તરફ આવી પૂર્વ અને ઉત્તર હિન્દુસ્થાનના વિદ્વાનોને જોઇએ છીએ તો તેઓ વ્યાકરણ, કોષ, કાવ્ય, નાટક, અલંકાર, દર્શન, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિ, ધર્મશાસ્ત્ર, સંગીત, શિલ્પ, જ્યોતિષ, ચિકિત્સા આદિ અનેક સાહિત્યની શાખાઓના મૌખિક તથા ટીકાત્મક ગ્રન્થો રચી વિશ્વભારતીને ભેટ કરતા નજરે પડે છે. દક્ષિણ હિંદુસ્થાનના બ્રાહ્મણ વિદ્વાનો પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસાના જગદાકર્ષક ભાષ્ય અને ટીકાગ્રન્થો રચીને સરસ્વતીની આરાધના કરતા નજરે પડે છે, તેમજ તે ભાગના દિગંબર જૈન વિદ્વાનો આગમિક અનેકાન્તવાદને તાર્કિક પદ્ધતિએ વિશદ કરતા ગ્રન્થોને રચી જૂદી જ રીતે સરસ્વતીની સેવા કરતા નજરે પડે છે, For Private & Persenal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy