SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૪૯ થી ૧૧૫૩ ચિત્રકળા ૧૧૫૧. ગૂજરાત મારવાડ અને રાજપૂતાના વચ્ચે ઘણા સૈકાઓ સુધી ગાઢો વ્યવહાર-રાજકીય સામાજિક અને ધાર્મિક એમ ત્રણે પ્રકારનો સંબંધ રહ્યો. ઓસીયાથી ઓસવાળો ને શ્રીમાલથી શ્રીમાલીઓ ગુજરાતમાં આવ્યા. જૈન વણિકોનો ઇતિહાસ આ પારસ્પરિક સંબંધ પ્રાચીન કાલથી જણાવે છે. કર્ણ, સિદ્ધરાજ, કુમારપાલ આદિના સમયનાં તાડપત્રનાં જૈન પુસ્તકો મળે છે ને તેમાં ચિત્રો ક્યાંક ક્યાંક મૂકેલાં મળે છે. સં. ૧૨૯૪ની તાડપત્રની પ્રતમાં હેમચંદ્રસૂરિ અને કુમારપાલનાં દોરેલાં ચિત્રો આ પુસ્તકમાં મૂકેલ છે. વળી કલ્પસૂત્ર કે જે દરેક ચાતુર્માસમાં પર્યુષણ પર્વમાં વ્યાખ્યાન સમયે વંચાતું આવ્યું છે. તેની હજારો ચિત્રિત હસ્તલિખિત પ્રતો સુવર્ણ, રૌપ્ય આદિની શાહીઓ વતી પુષ્કળ દ્રવ્યના ખરચે લખાવેલી પંદરમા સૈકા સુધીની પ્રાચીન મળે છે. ડૉ. કુમારસ્વામી આ કલ્પસૂત્રની અમુક પ્રત પરથી મળેલાં ઈ.સ. ૧૫મા શતકનાં ચિત્રો Journal of Indian Art and Industry વૉ. ૧૬ જુલાઇ ૧૯૧૪ના અંકમાં પ્રકટ થયેલ તે પરથી જૈન કલા સંબંધી જણાવે છે કે ‘જૈન મૂર્તિવિધાન અને પુરાતત્ત્વના અભ્યાસીને, આ જૈન ચિત્રો પહેરવેશ, રીતભાત અને કાર્યોનાં ઉદાહરણ રૂપે અતિ ઉપયોગી છે એટલું જ નહિ પરંતુ કાગળ પરના જાનામાં જૂનાં હિંદી ચિત્રો તરીકે તેમજ જાની પરંપરા પર રાજપૂત ચિત્રકલાની માફક આધાર રાખતી હિંદી ચિત્રકલાની અત્યાર સુધી લગભગ અજ્ઞાત રહેલી એક વિશિષ્ટ ચિત્રકલાના દર્શક તરીકે સમાન બલ્કે અતિ વિશેષ ૨સ આપનારાં છે. વળી તેઓ રાજપૂત ચિત્રકલાનાં જૂનામાં જૂનાં મળતાં ચિત્રો કરતાં ઓછામાં ઓછા દોઢ સૈકા કરતાં તે જૂનાં છે. એ ખરેખર સંભવિત છે કે પશ્ચિમ હિંદના જૈન ભંડારો વિશેષ બહાર આવશે ત્યારે ઇ.સ. ૧૫મા સૈકા કરતાં પણ વધુ જજૂની હસ્તપ્રતો ૫૨ ચિત્રાયેલાં ચિત્રો મળી આવશે.' બારમાંથી પંદરમા સૈકાનાં જૈન ચિત્રો મળી આવ્યાં છે તે પરથી જૈન ચિત્રકલા કરતાં અતિ જાની છે એ નિઃસંદેહ રીતે સ્પષ્ટ છે. ‘આ ઉપરાંત જૈન શિલ્પકલા ગુજરાતમાં છે ત્યાં પણ ઘણાં ચિત્રો દિવાલો, છત વગેરેમાં દોરેલાં ઉપલબ્ધ છે. ૧૫મા સૈકાના જૈન ચિત્રો ચિત્રાયાં ત્યારે મુગલ ચિત્રકલા અસ્તિત્વમાં આવી જ નહોતી.' ૧૧૫૨. સંગીતકલા-જૈન ધર્મની નિવૃત્તિના ધોરણે આ કલામાં જે જાતનો સંગીતનો નાટકી દેખાવ અત્યારે જોવામાં આવે છે તેને સ્થાન નથી. સંગીતને દેવમંદિરોમાં જૈનપૂજા નિમિત્તે રચાયેલાં કાવ્યો કંઠથી ગાવા રૂપે અને સાથે વાઘ બજાવવા રૂપે સ્થાન અપાયું છે, પરંતુ તદુપરાંત તેનો ઇંદ્રિયવિલાસના સાધનરૂપે ઉપયોગ કરવાનો નથી. હૃદયના ઉલ્લાસ પ્રભુગુણોત્કીર્ત્તનમાં જાગે એ તેનો ઉદ્દેશ છે. ‘સંગીતજ્ઞાનથી શૂન્ય મનુષ્ય તે યોગી ન હોય તો પશુવત્ છે. સાચું કહીએ તો યોગી પણ સંગીત વિના પોતાનું કામ ચલાવતો નથી. તેનું સંગીત હૃદયવીણામાંથી નીકળે છે, તેથી આપણને તે સાંભળવાનું મળતું નથી. યોગી હૃદય દ્વારા ભગવાનનું ભજન કરે છે. કોઇ કંઠ દ્વારા તેનું ભજન કરે અને બીજા તેને ભજન કરતા સાંભળે. આમ કરતાં આપણે પોતાના હૃદયમાં નિરંતર ગુંજારવ કરનાર સંગીતને સાંભળતા થઇશું. x x ભક્તિપરાયણતા થાય તેટલા પૂરતો તેનો પરિચય-આવશ્યક છે.' (ગાંધીજી) ૫૨૫ ૧૧૫૩. કલકત્તામાં કલાનું સંગ્રહાલય શ્રી પૂરણચંદ્રજી નાહર M.A.B.L. નું ‘કુમારસિંહ ભવન’ છે તે ભારતીય કલાનું પ્રતિનિધિ છે. તેમાં ભારતીય ચિત્રોનો એક સુંદર સંગ્રહ છે. તેમાં જૈન શૈલીનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy