SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૨૪ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મૃત અવસ્થામાં નહોતી. સમાજમાં તેનો સંતોષજનક આદર અને પ્રચાર હતો. લોક ચિત્રવિદ્યાને પ્રસન્નતાથી શીખતા. ચિત્રકલા ઘણા વિસ્તારમાં પ્રચલિત હતી. સ્ત્રી-પુરુષો રાજકુમાર રાજકુમારીઓ વગેરેનો તેનો પ્રત્યે અનુરાગ હતો એટલું જ નહિ પણ વ્યવહારૂ રૂપમાં પણ આ કલાની શિક્ષા તેઓ પ્રાપ્ત કરતા. રાજાઓ અને શ્રીમંતો મોટી ચિત્રશાલાઓ સ્થાપતા હતા. પ્રાચીન ભારતની ચિત્રકલાનું જીવતું જાગતું ઉદાહરણ અજંતા અને વાઘની ગુફાઓમાં મળે છે. ૧૧૪૯. “અજન્તાનાં ચિત્રોથી રાજપૂત-ચિત્રકલાની ઉત્પત્તિ થઈ છે. અજન્તાની ચિત્રકલા પછી હિન્દુ-ચિત્રકલા એકાએક લુપ્ત થાય છે. મધ્યયુગની ભારતીય ચિત્રકલાનાં ચિન્હ હાલ ઘણાં ઓછાં મળે છે; પણ એ નિશ્ચિત છે કે ભારતમાં તે કલા બરાબર ચાલુ રહી. અજન્તાની ચિત્રાવલી પછી હિન્દુ ચિત્રકલા ઉત્તરોત્તર વિકસિત થઈ બેક સદી પછી પૂર્ણ વિકાસ પર પહોંચી હશે. તેમાં ફેરફાર ધીમે ધીમે થયા તેથી તેનો કાલનિર્ણય કરવો બહુ કઠણ છે. એટલું કહી શકાય કે હિન્દુ અને બૌદ્ધકલાનો સંપૂર્ણ વિકાસ બે હજાર વર્ષનો છે. (તેમાં જૈન કલાનો સમાવેશ થાય છે.) રાજપૂત ચિત્રકલા હિન્દુ કલામાંથી જન્મી પણ તેનો સમયનિર્ણય કરવો મુશ્કેલ છે. મુગલ ચિત્રકલા અકબરના સમયથી-ઇસુની સોલમી સદીથી ઉદ્ભવી ૧૯મી સુધી રહી. રાજપૂત ચિત્રકલા એક બાજા ઇરાની ચિત્રકલાને બીજી બાજુ હિન્દુ ચિત્રકલા એ બે વચ્ચેની ખીણ-ખાઈ સમાન છે. અબુલફજલે કહ્યું છે કે હિન્દુ ચિત્રકલા અમારી સાધારણ કલ્પનાથી કંઈ વધારે આગળ વધેલી છે. તેમાં વિષયોની પ્રચુરતા અને ભાવનાઓનું ઉંડાણ છે. હિન્દુધર્મના આત્મસંયમ, ત્યાગ, પવિત્રતા, અતિશયોકિત કોમલતા અને પ્રચંડતા-સર્વે તેની ચિત્રકલામાં પ્રત્યક્ષ થઈ જાય છે. આ કલા મહાકાવ્ય જેવી છે. તેની વૃત્તિ ધાર્મિક અને શૈલી આદર્શવાદી છે. તેમાં સુંદર વ્યક્તિગત ચિત્ર અપેક્ષાકૃત ઓછાં મળે છે. રાજપૂત ચિત્રકલાની સર્વોત્તમ કૃતિઓનાં કાવ્ય અને કાલ્પનિક કોમલતાને અતિરંજિત કરવા અથવા તેની બનાવટની વિશેષ પ્રશંસા કરવી બહુ મુશ્કેલ છે. બીજી બાજા પૌરાણિક ચિત્રો ઘણાં મળે છે. તેમાં કૃષ્ણનાં ચિત્રોનું બાહુલ્ય છે. રાગ રાગણીઓનાં ચિત્ર વિશુદ્ધ ભારતીય કલાનાં ઉદાહરણ છે. કેટલાંકમાં સામાન્ય ચીજો પશુ પક્ષી વૃક્ષ અને તીર્થસ્થાન આદિ વિશેષતાપૂર્ણ છે. રાજપૂત શૈલીનાં ચિત્ર પ્રાયઃ સમસ્ત ઉત્તર ભારતમાં રાજપૂતાના, પંજાબ અને હિમાલય પ્રદેશમાં બનતાં. તેમાં વિદેશી પ્રભાવ બહુ ઓછો આવતો. બૌદ્ધ કલાનાં અવયવો મોજૂદ હતાં, ચિનીનું પણ મિશ્રણ થયેલું. તેનાં દૃશ્યપટ કેવલ ભારતીય છે. ૧૧૫૦. મુગલ ચિત્રકલા સત્તરમી સદીમાં–જહાંગીરના શાસનના આરંભના કાલ સુધી સરક્ષિત થઈ વિકસિત બની. ત્યાર પછી તેનો શિઘ્રતાથી હ્રાસ થયો. તે માત્ર મોટાં મોટાં શહેરો જેવાં કે આગ્રા, દિલ્હી, લખનઉ, લાહોર આદિ-સુધી જ પરિમિત હતી. તેનામાં ઈરાની ચિત્રકલાના અંશો દાખલ થયા. વિદેશી પ્રભાવ ઘુસ્યો. આ વિદેશી મિશ્રણથી એક નવીન કલા થઇ.૫૫ ૫૭૧. ડૉ. આનંદ કે. કુમારસ્વામી-વિશેષ માટે જાઓ “ઇડિયન આર્ટ એન્ડ ઇડસ્ટ્રિના જર્નલનું ૧૬મું વૉ. જાલાઈ સન ૧૯૧૪નો અંક “જૈન આર્ટ પર સચિત્ર પ્રકટ થયો છે તેમાં તેની નોંધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy