SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૧૪૬ થી ૧૧૪૮ શિલ્પકળા ૫૨ ૩ છે. જૈનકલા વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાનો પરિમલ, જૈન મંદિરોનાં પ્રસિદ્ધ સુગંધિત દ્રવ્યોની પેઠે, સર્વત્ર હેકે છે. એમની સમૃદ્ધિમાં પણ ત્યાગની શાંત ઝળક દીપે છે. અમદાવાદના હઠીસિંહની વાડીના (ઇ.સ.) ૧૯મી સદીનાં મંદિરોના મંડપોમાં સુંદર નર્તકીઓનાં પૂતળાં જોઇ મેં ત્યાં મળેલા ભાવિક જૈનોને એ વિલાસિતાના ચિત્રાલેખનનું પ્રયોજન પૂછ્યું ત્યારે સહુથી સંતોષકારક ઉત્તર એક નવયુવક તરફથી એવો મળ્યો કે બહારના મંડપોમાં ઋદ્ધિ અને સિદ્ધિ મૂર્તિમંત આળેખવાનું પ્રયોજન એટલું જ હતું કે ત્યાગીને એ સહુ વસ્તુઓ શક્ય છતાં ત્યાજય હોઈ બહાર જ પ્રવર્તે છે. આ જ ઉદેશને અનુસરી જૈન સ્થાપત્યના અનુપમ વૈભવમાં પણ ત્યાગની અનન્ય શાંતિ છુપાયેલી છે.” (જૈન સા.સંશોધક ૩, ૧, ૫૮ થી ૬૧) ૧૧૪૭. વળી પ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત રવિશંકર રાવલ જણાવે છે કે હિંદી કળાનો અભ્યાસી જૈન ધર્મને જરાય ઉવેખી શકે નહિ. જૈન ધર્મ તેને મન કળાનો મહાન આશ્રયદાતા, ઉદ્ધારક અને સંરક્ષક લાગે છે. વેદકાળથી માંડી ઠેઠ મધ્યકાળ સુધી દેવદેવતાઓની કલાસૃષ્ટિના શણગારથી હિંદુ ધર્મ લદાઈ રહ્યો હતો. કાળ જતાં કળા ધીમે ધીમે ઉપાસનાના સ્થાનેથી પતિત થઈ ઇંદ્રિયવિલાસનું સાધન બની રહી. તે વખતે જાણે કુદરતે જ વક્રદૃષ્ટિ કરી હોય તેમ મુસલમાની આક્રમણોએ તેની એ સ્થિતિ છિન્નભિન્ન કરી નાંખી, હિંદુ ધર્મ દારિત્ર્ય તથા નિર્બળતા સ્વીકારી લીધાં. સોમનાથ ખંડેર બની ઉભું. તે વખતે દેશની કળાલક્ષ્મીને પૂજ્ય અને પવિત્ર ભાવથી આશરો આપનાર જૈન રાજકર્તાઓ તથા જૈન ધનાઢ્યોનાં નામ અને કીર્તિ અમર રાખી કળાએ પોતાની સાર્થકતા સિદ્ધ કરી છે. મહમુદની સંહારવૃષ્ટિ પુરી થતાં જ ગિરનાર, શત્રુંજય અને આબૂનાં શિખરો પર કારીગરોનાં ટાંકણાં ગાજી ઉઠ્યાં અને જગત માત્ર વિસ્મયમાં ઠરી જાય એવી દેવનગરીઓ ઝળકી ઊઠી. દેશના કુબેરોએ આત્માની રસતૃપ્તિ દેવને ચરણે શોધી-સુગંધ, રૂપ, સમૃદ્ધિ, સર્વ ધર્મમાં પ્રગટાવ્યાં, અને કળાનિર્માણનું સાચું ફળ શાંતિ અને પવિત્રતા અનુભવ્યાં. પરિણામે કળા થોડાએક વિલાસી જીવોના એકાંતી આનંદનો વિષય નહિ પણ દરેક ધર્મપરાયણ મુમુક્ષુ માટે સર્વકાળ પ્રફુલ્લિત સુવાસિત પુષ્પ બની રહી. દરેક ધર્મસાધક એ કલાસૃષ્ટિમાં આવી એકાગ્રતા, પવિત્રતા અને મનની સમાધાન મેળવતો થયો. ધર્મ દૃષ્ટિએ દેવાયતનો શ્રીમાનોને માટે દ્રવ્યાર્પણની યોગ્ય ભૂમિ બન્યાં. એ પૈસાથી તેમના પરિવાર વિલાસથી બચી તેઓ ખાનદાની ભર્યો ત્યાગ અને કુલગૌરવ સમજ્યા. એ ધનિકોના નિઃસ્વાર્થ અને ઉદાર દ્રવ્યત્યાગથી દેશમાં કારીગરો અને સ્થપતિઓનાં કુલો ફૂલ્યો ફાલ્યાં. અસંખ્ય શિલ્પીઓમાંથી કોઈ ઈશ્વરી બક્ષિસવાળા હતા તે અદ્ભુત મૂર્તિવિધાયક થયા. સ્થાપત્ય કે મૂર્તિ, વેલ કે પૂતળી,-દરેકના વિધાનની પાછળ એમની અતિશય ઉચ્ચ માનસવાળી આધ્યાત્મિક જીવનદષ્ટિનું ભાન થયા વિના રહેતું નથી. આબૂ ઉપરની દેવ મહેલાતો, ગિરનાર પરનાં મોટા ઉઠાવનાં દહેરાં, કે શત્રુંજય પરનાં વિવિધ ઘાટનાં વિમાનો જોનારને આપણા આ યુગની કૃતિઓ માટે શરમ જ આવે છે. જૈનધર્મને કળાએ જે કીર્તિ અને પ્રસિદ્ધિ અપાવી તેથી હિંદ આખું મગરૂર છે અને એ દરેક ભારતવાસીનો અમર વારસો છે.” (‘હિંદી કલા અને જૈન ધર્મ' એ નામનો લેખ જૈન સા. સંશોધક ૩, ૧, પૃ. ૭૯) ૧૧૪૮. ચિત્રકલા-પ્રાચીન સંસ્કૃત સાહિત્ય પરથી જણાય છે કે પ્રાચીન ભારતમાં ચિત્રકલા Jain Education International For Private & Persenal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy