SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ર ર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ વિષે લખે છે કે:- “નંદવંશના રાજ્યકાળથી લગભગ ઇ. સ. પંદરમા સૈકા સુધીના આપણી શિલ્પ કળાના નમૂના વિદ્યમાન છે. જૂના વખતમાં મૂર્તિવિધાન અને ચિત્રાલેખન, સ્થાપત્યને અંગે એના આભૂષણ રૂપે વિકાસ પામ્યાં હતાં. લલિત કલામાં, આપણું સ્થાપત્ય ને પ્રતિમાનિર્માણ, આમ કલાની તવારીખમાં વિશેષ મહત્ત્વનાં છે. એમાંય ખાસ કરીને મૂર્તિવિધાન તો આપણી સંસ્કૃતિનું, આપણી ધર્મભાવનાનું અને વિચારપરંપરાનું મૂર્ત સ્વરૂપ છે. આરંભથી લઈ મધ્યકાલીન યુગના અંત સુધી આપણા શિલ્પકારોએ એમની ધાર્મિક ને પૌરાણિક કલ્પનાનું અને હૃદયની પ્રાકૃત ભાવનાનું દિગ્દર્શન કરાવ્યું છે. જૈન ધર્મ નિવૃત્તિ-પ્રધાન ધર્મ છે ને એનું પ્રતિબિંબ, એના મૂર્તિવિધાનમાં આદિકાળથી લઈ છેવટે સુધી એક જ રીતે પડેલું મળી આવે છે. ઈ.સ. ના આરંભની કુશાણ રાજ્યકાળની જે જૈન પ્રતિમાઓ મળી આવે છે. તેમાં અને સેંકડો વર્ષ પછી બનેલ મૂર્તિઓમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થોડો ભેદ જણાશે. જૈન અત્ની કલ્પનામાં શ્રી મહાવીરસ્વામીના વખતથી માંડીને શ્રી હીરવિજયસૂરિના કાળ સુધીમાં કોઈ ઉંડો ફેરફાર થયો જ નહિ. એથી જેમ બૌદ્ધકલાની તવારીખમાં, મહાયાનવાદના પ્રાદુર્ભાવથી જેમ ધર્મનું અને એને લઈ તમામ સભ્યતાનું રૂપ જ બદલાઈ ગયું, તેમ જૈન લલિતકલાના ઇતિહાસમાં બનવા ન પામ્યું અને જેથી જૈન મૂર્તિવિધાનમાં વિવિધતા-અનેકરૂપતા ન આવી. મંદિરનો ને મૂર્તિઓનો વિસ્તાર તો ઘણો જ વધ્યો, પણ વિસ્તારની સાથે વૈવિધ્યમાં કે ગંભીરતામાં વધારો ન થયો. પ્રતિમાનાં લાક્ષણિક અંગો લગભગ બે હજાર વર્ષ સુધી એક રૂપમાં કાયમ રહ્યાં ને જૈન કેવલીની ઉભી કે આસીન મૂર્તિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ રૂપભેદ થવા ન પામ્યો. જૈન મૂર્તિઓ ઘડનારા સદા ઘણાભાગે હિંદવાસી જ હતા, પણ જેમ ઇસ્લામી શહેનશાહતના વખતમાં આપણા કારીગરોએ ઈસ્લામને અનુકૂળ ઈમારતો બનાવી, તેમજ પ્રાચીન શિલ્પીઓએ પણ જૈન અને બૌદ્ધ પ્રતિમાઓમાં તે તે ધર્મની ભાવનાઓને અનુસરી પ્રાણ ફૂંકયો. જૈન તીર્થંકરની મૂર્તિ વિરક્ત, શાંત ને પ્રસન્ન હોવી જોઈએ. એમાં મનુષ્ય હૃદયના નિરંતર વિગ્રહને માટે-એની અસ્થાયી લાગણીઓ માટે, સ્થાન હોય જ નહિ. જૈન કેવલીને આપણે નિર્ગુણ કહીએ તો પણ ખોટું નહિ. એ નિર્ગુણતાને મૂર્ત શરીર આપતાં સૌમ્ય ને શાંતિની મૂર્તિ જ ઉદ્ભવે પણ એમાં સ્થૂલ આકર્ષણ કે ભાવનાની પ્રધાનતા ન હોય. એથી જૈન પ્રતિમા એની મુખમુદ્રા ઉપરથી તરત જ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિઓના મુખ ઉપર પ્રસન્ન ભાવ અને હાથ શિથિલ-લગભગ ચેતનરહિત સીધા લટકતા હોય છે. નગ્ન ને વસ્ત્રાચ્છાદિત પ્રતિમાઓમાં વિશેષ ફરક હોતો નથી. પ્રાચીન શ્વેતાંબર મૂર્તિઓમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમા સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં ને પદ્માસનમાં મળી આવે છે. તેઓના બન્ને હાથ ખોળામાં ઢીલી રીતે ગોઠવાયેલા હોય છે. હસ્તમુદ્રા સિવાય બીજી બધી બાબતો લગભગ બૌદ્ધ મૂર્તિઓને મળતી આવે છે. ૨૪ તીર્થકરોની પ્રતિમા વિધાનમાં વ્યક્તિભેદ ન હોવાથી લક્ષણાંતરને લઈને જ આપણે મૂર્તિઓને જુદા જાદા તીર્થકરના નામે ઓળખી શકીયે. આસન ઉપર સાધારણ રીતે તીર્થંકરનું લાક્ષણિક ચિહ કે વાહન ચિત્રિત હોય છે. ૧૧૪૬. જૈનાશ્રિત કલા પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાવનાલેખનમાં નથી. એની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં, ઉદાર શુદ્ધિમાં, એક પ્રકારની બાહ્ય સાદાઈમાં રહેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy