SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જીવન વ્યવહાર નિયત રાખવા અલાહિદી સત્તાની જરૂર પડે છે. આ સ્થિતિમાં રાજસત્તા જન્મે છે અને મનુષ્યોના સંસારમાં રાજા, રાજય, રાષ્ટ્રના નાનાવિધના પ્રશ્નો ઊઠી ઉકેલાય છે. આ સર્વે મનુષ્યના ઐહિક જીવન સાથે નિસ્બત રાખનારી રચના છે. પણ નાનાવિધના પ્રસંગો અને કારણોને લીધે ઐહિક જીવનથી ભિન્ન જીવનની તૃષ્ણા, અનુભવ થાય છે અને તેમને અનુરૂપ એ ભિન્ન જીવનના અંશોની રચના પણ થાય છે. એ તૃષ્ણાએ અનુભવમાંથી જે દેવદેવીઓની પૂજા અને પૂજાઓને લગતા સમારંભો, ઉત્સવો, તેમની વ્યવસ્થા કરવાનાં સ્થાન અને કરનારા ખાસ અધિકારીઓ વગેરેનો જન્મ થાય છે. મનુષ્યોના ધાર્મિક જીવનની વિવિધ રચના આમ થાય છે. માનવોના સંસારમાં આ જે નવા નવા ફેરફારો અને તેમને અનુરૂપ ઘટનાઓ થાય છે તે સંબંધી મનુષ્યને વિચારો છૂરે છે. વસ્તુઓના જન્મ, પરસ્પર સંબંધ ઉદેશ આદિ પરત્વે નાનાવિધના દૃષ્ટિબિંદુથી ગવેષણા થાય છે. ઇહ અને પર જીવનના નાનાવિધના દૃષ્ટિબિંદુથી ગવેષણા થાય છે. ઈહ અને પર જીવનના સંબંધો નિરૂપાય છે. સંસારમાં મનુષ્ય મનુષ્યના વ્યવહારનાં ધોરણ નક્કી થાય છે. આમ તત્ત્વચિંતન, ધર્મચિંતન અને નીતિચિંતનના જન્મ થાય છે. ચિંતન પ્રમાણે જીવનના આચાર-વ્યવહાર ગાળવા પ્રયાસ થાય છે. કુદરત, મનુષ્ય અને ઈશ્વરના સમાગમ, પરિચય અને તત્સંબંધી ચિંતનથી એ ત્રણેમાં રહેલા સૌંદર્યની છાપ મનુષ્ય પર પડે છે. એ છાપ ઇંદ્રિયગોચર કરવા મનુષ્ય જે જે કરે છે તેને કલા કહેવામાં આવે છે. શોધ અને વિજ્ઞાનથી મનુષ્યનું જ્ઞાન વધે છે; ઉદ્યોગ, સમાજ-વ્યવસ્થા, રાજવ્યવસ્થા અને ધર્મવ્યવસ્થાથી તેની સંસ્કૃતિ ખીલે છે; ચિંતન અને કલાથી સંસ્કારિતા (culture) દીપે છે. આ સર્વે પ્રદેશોમાં ગૂજરાતીઓએ પોતાને માટે અને જગતને માટે જે કાંઈ કર્યું હોય-સ્વતંત્ર રચનાથી અથવા અન્યરચિત ઘટનાએ નવું રૂપાન્તર આપવાથી જે કાંઈ કર્યું હોય તેનું નિરૂપણ કરવું તેજ ગૂજરાતીઓનાં ગૌરવનું યશોગાન ગાવાનું છે. (રણજિતરામ ભાઈનો “જૈન સંસ્કૃતિ' પરનો લેખ જૈ. કૉ. હે. નો જૈન ઇતિહાસ-સાહિત્ય અંક વીરાત્ ૨૪૪૧) ૧૧૪૨. જૈનોના સ્થાપત્યે જ ગુજરાતની શોભા વધારી છે. એ પ્રસિદ્ધ વાત છે કે જૈનકલા અને સ્થાપત્ય જીવંત વિદ્યમાન ન હોત તો વિસંવાદી મુસલીમ કળાથી હિંદુકલા દૂષિત થઈ જાત. પ્રભાસ-પાટણના પ્રસિદ્ધ સોમનાથના શિવમંદિર વિષે મી. ફર્ગ્યુસન પોતાના સ્થાપત્યપરના ગ્રંથમાં જણાવે છે કે જો કે તે બ્રાહ્મણ ધર્મનું મંદિર છે, છતાં તે બારમી સદીમાં ગુજરાતમાં જૈનોએ વાપરેલી શિલીનું ઉદાહરણ દાખવે છે. રાણકપુરના જૈન મંદિરના અનેક સ્થંભો જોઇને તે કલારસિક વિદ્વાન મુગ્ધ થાય છે; તેનો એક પણ સ્થંભ બીજા સ્થંભ જેવો નથી, દરેક સ્થંભમાં વિવિધતા છે, તેની ગોઠવણમાં પ્રાસાદ (grace) છે, જાદી જુદી ઉંચાઈના ઘુમટોનો ખૂબીપૂર્વક સમૂહ કરેલો છે, અને તે છતાં પ્રકાશ આણવાની યુક્તિ સફળ રીતે વાપરી છે-આ સર્વ ઉત્તમ પ્રભાવ પડે છે. દેલવાડા મંદિરો સંબંધી-વિમલ મંત્રીના બંધાવેલ મંદિર માટે તે લખે છે કે તે સુરુચિ જેટલું કરવા આપે તેટલું બહુશ્રમસિદ્ધ છે, છતાં વધુ સરલ અને વધુ વિસ્મયકારક છે. તેનો આરસનો ઘુમટ તેના અતિ મૂલ્યવાન કોતરણીના કામથી મહા સૌંદર્યવાળો છે. તેજપાલનું આભૂપરનું શ્વેત આરસનું આખું મંદિર વિગતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy